પ્રિયંકા ચોપરાનાં પરિવારને મળવા નિક જોનાસ ભારત લઈને આવ્યો પેરેન્ટ્સ, એરપોર્ટ પર માતા-પિતાનાં હાથમાં હતી ગિફ્ટ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાનો વિદેશી પ્રેમી નિક જોનાસ પાપા કેવિન તથા મોમ ડેનાઈસ જોનાસ સાથે ભારત આવ્યો છે. એરપોર્ટ પર નિક જોનાસના પિતા કેવિનના હાથમાં ટિફની એન્ડ કંપનીની બેગ જોઈ શકાતી હતી. માનવામાં આવે છે કે નિક જોનાસના પેરેન્ટ્સ સગાઈની પાર્ટીમાં પ્રિયંકાને સ્પેશ્યિલ ગિફ્ટ આપવાના છે. નિક જોનાસના ગળામાં સોનાની ચેન જોવા મળતી હતી.


પ્રિયંકા આવી રિસિવ કરવાઃ
નિક જોનાસ તથા તેના પેરેન્ટ્સને એરપોર્ટ પર રીસિવ કરવા માટે પ્રિયંકા ચોપરા આવી હતી.


18 ઓગસ્ટે પાર્ટીઃ
માનવામાં આવે છે કે નિક જોનાસ તથા પ્રિયંકા ચોપરા 18 ઓગસ્ટના રોજ યોજાયેલ પાર્ટીમાં પોતાની સગાઈની સત્તાવાર જાહેરાત કરશે. પ્રિયંકાના ઘરે 18 ઓગસ્ટના રોજ પહેલાં સગાઈ યોજાશે. હાલમાં જ પ્રિયંકાના ઘરે પંડિતજી આવ્યા હતાં. સગાઈ હિંદુ વિધિથી કરવામાં આવશે. સગાઈ બાદ મુંબઈની ફાઈવ સ્ટાર હોટલમાં ગ્રાન્ડ પાર્ટી આપવામાં આવશે.


1 કરોડની એન્ગેજમેન્ટ રિંગઃ
પ્રિયંકા તથા નિકે 18 જુલાઈના રોજ લંડનમાં સગાઈ કરી હોવાની ચર્ચા છે. હાલમાંજ મનિષ મલ્હોત્રાની પાર્ટીમાં પ્રિયંકાની એક સેલ્ફીમાં તેની એન્ગેજમેન્ટ રિંગ જોવા મળી હતી. ટિફની એન્ડ કંપનીની આ રિંગ ચાર કેરેટની છે. આ રિંગની કિંમત અંદાજે બે લાખ ડોલર(એટલે કે 1 કરોડ, 40 લાખ, 53 હજાર) છે.


ઓક્ટોબરમાં લગ્નઃ
માનવામાં આવે છે કે નિક તથા પ્રિયંકા ઓક્ટોબરમાં લગ્ન કરશે.


જૂન મહિને નિક-પ્રિયંકાએ પહેરી હતી રિંગઃ
જૂન મહિને નિક પ્રેમિકા પ્રિયંકાના પરિવારને મળવા માટે ખાસ ભારત આવ્યો હતો. આ સમયે પ્રિયંકાએ જમણાં હાથે ચોથી આંગળીમાં રિંગ પહેરી છે. જો પ્રિયંકાએ સગાઈ કરી હોય તો તેણે ડાબે હાથે રિંગ પહેરી હોત. એ જ રીતે નિક જોનાસે પણ રિંગ ફિંગરમાં નહીં પરંતુ ચોથી આંગળીએ રિંગ પહેરી છે.


આ હતી પ્રોમિસ રિંગઃ
વિદેશમાં અને હવે તો ભારતમાં પણ એવી ફેશન છે, જ્યારે બે પ્રેમીઓ એક જ જેવી રિંગ પહેરીને પોતે સંબંધોને લઈ ગંભીર છે, તે ભાવના વ્યક્ત કરે છે. આને પ્રિ-એન્ગેજમેન્ટ રિંગ કે પ્રોમિસ રિંગ કહેવામાં આવે છે. પ્રિયંકાએ પ્રોમિસ રિંગ પહેરીને એ વાતનો પુરાવો આપ્યો છે કે તે નિક પ્રત્યે ગંભીર છે અને આ સંબંધને આગળ લઈ જવા માંગે છે.


આકાશ-શ્લોકાની મહેંદીમાં પ્રેમી સાથે આવી હતી પ્રિયંકાઃ
આકાશ-શ્લોકાની 27 જૂનના રોજ સગાઈ હતી. આ સગાઈમાં પ્રિયંકા ચોપરા પ્રેમી નિક સાથે ખાસ હાજર રહી હતી. ત્યારબાદ બીજા દિવસે યોજાયેલી પાર્ટીમાં પણ પ્રિયંકા પ્રેમી નિકના હાથોમાં હાથ નાખીને આવી હતી.


ગોવામાં માણ્યું હતું વેકેશનઃ
આકાશ-શ્લોકાની પાર્ટી તથા મહેંદી સેરેમની એટેન્ડ કર્યાં બાદ પ્રિયંકા ચોપરા પ્રેમી નિક, કઝિન પરિણીતી ચોપરા, મોમ મધુ ચોપરા તથા ભાઈ સિદ્ધાર્થ ચોપરા સાથે ગોવામાં વેકેશન માણવા ગઈ હતી. અહીંયા બે દિવસ પ્રિયંકાએ મિનિ વેકેશન માણ્યું હતું.


'ક્વાન્ટિકો'ના સેટ પર થઈ હતી મુલાકાતઃ
નિક તથા પ્રિયંકાની પહેલીવાર 'ક્વાન્ટિકો'ના સેટ પર મુલાકાત થઈ હતી. ત્યારબાદ 2017માં મેટ ગાલા ઈવેન્ટમાં નિક જોનાસ તથા પ્રિયંકા ચોપરા સાથે જોવા મળ્યાં હતાં. ત્યારબાદથી અનેક ઈવેન્ટ્સ તથા કોન્સર્ટમાં પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ સાથે જોવા મળ્યાં હતાં.

 

નાઈટ ક્લબમાં 'દેસી ગર્લ' પ્રિયંકા અને નિકનો રોમાન્સ પૂર બહારમાં ખીલ્યો, બંને વચ્ચે જોવા મળી ગાઢ નિકટતા