તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રિયંકા ચોપરાની ભાવિ સાસુમા ડેનિસ સુંદરતામાં નથી કોઈનાથી ઓછી, 52ની ઉંમરમાં પણ લાગે છે મનમોહક

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ પ્રિયંકા ચોપરા તથા નિક જોનાસની સગાઈ તથા પાર્ટીની તસવીરો સામે આવી ગઈ છે. પ્રિયંકા ચોપરાએ પોતાના ઘરે પૂજા રાખી હતી, જેમાં નિક પેરેન્ટ્સ સાથે આવ્યો હતો. પૂજામાં નિકનો પરિવાર ટ્રેડિશનલ અવતારમાં જોવા મળ્યો હતો. પ્રિયંકાએ યલો રંગનો ટ્રેડિશનલ ડ્રેસ પહેર્યો હતો. જ્યારે નિક કુર્તા-પાયજામામાં જોવા મળ્યો હતો. પ્રિયંકાની ભાવિ સાસુ પણ ટ્રેડિશનલ ડ્રેસમાં સુંદર લાગતી હતી. નિકની માતાએ પોતાની વહુ પ્રિયંકાને કહેવા પર સલવાર સૂટ પહેર્યો હતો. નિકના પિતા પણ સફેદ કુર્તામાં જોવા મળ્યાં હતાં. નિકની માતા ડેનિસ સુંદરતામાં સહેજ પણ ઓછી નથી. નિકની માતા સાઈન લેંગ્વેજની ટીચર રહી ચૂકી છે અને સોંગ રાઈટર છે.


સૌ પહેલાં પ્રિયંકા મળી સાસરિયાંનેઃ
પ્રિયંકા અને નિક અફેરની વચ્ચે સૌ પહેલાં પ્રિયંકા સાસરિયાંને મળી હતી. નિકના ફેમિલી ફંક્શનમાં પ્રિયંકા સામેલ થઈ હતી. અહીંયા પ્રિયંકાએ નિકના પૂરા પરિવાર સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ તે નિકને લઈ ભારત આવી હતી. અહીંયા નિક, પ્રિયંકાની માતા તથા ઘરના અન્ય સભ્યોને મળ્યો હતો. નોંધનીય છે કે પ્રિયંકા ભાવિ પતિ નિક કરતાં 11 વર્ષ મોટી છે. જ્યારે તે પોતાની સાસુ ડેનિસ મિલર જોનાસ કરતાં માત્ર 16 વર્ષ નાની છે. ડેનિસ 52 વર્ષની છે. જ્યારે પ્રિયંકા 36 વર્ષની છે. જ્યારે સસરા પોલ કેવિન પણ વહુ પ્રિયંકા કરતાં 16 વર્ષ મોટા છે.


નિક જોનાસ કુલ ચાર ભાઈઃ
નિક જોનાસ કુલ ચાર ભાઈ છે. કેવિન જોનાસ જુનિયર સૌથી મોટો(30 વર્ષ) ભાઈ છે. એટલે કે પ્રિયંકાનો જેઠ છે. તે પ્રિયંકા કરતાં છ વર્ષ નાનો છે. ત્યારબાદ જો જોનાસ (28 વર્ષ), નિક જોનાસ(25 વર્ષ) તથા ફ્રેંકી જોનાસ(17 વર્ષ). ચારેય ભાઈઓ અમેરિકન સિંગર તથા એક્ટર છે. કેવિન જોનાસનાં લગ્ન થઈ ચૂક્યા છે. તેની પત્નીનું નામ ડેનિયલ છે. જો જોનાસના આવતા વર્ષે લગ્ન થવાના છે. નિકને કોઈ બહેન નથી એટલે કે પ્રિયંકાને કોઈ નણંદ નથી.

 

પ્રિયંકા ચોપરાએ ભાવિ સસરાને કરી Kiss, સાસરિયાં સાથે જોવા મળ્યું જબરજસ્ત બોન્ડિંગ