• Home
  • Bollywood
  • Gossip
  • Priyanka Chopra is taking a break and has got busy with the celebrations of her good friend Isha Ambani's instead.

લગ્નના માત્ર છ દિવસ બાદ જ પ્રિયંકા ચોપરા બેસ્ટ ફ્રેન્ડ ઈશા અંબાણીની સંગીત સેરેમની આપશે પર્ફોમન્સ

Priyanka Chopra is taking a break and has got busy with the celebrations of her good friend Isha Ambani's instead.

divyabhaskar.com

Dec 06, 2018, 05:08 PM IST

ઓનકાર કુલકર્ણી, મુંબઈઃ પહેલી-બીજી ડિસેમ્બરના રોજ બે વિધિથી લગ્ન કર્યાં બાદ પ્રિયંકા ચોપરાએ ચાર ડિસેમ્બરના રોજ દિલ્હીમાં રિસેપ્શન આપ્યું હતું. લગ્નના માત્ર છ દિવસ બાદ જ પ્રિયંકા ચોપરા બિઝનેસમેન મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીની સંગીત સેરેમનીમાં પર્ફોમ કરવાની છે.


ઉદેપુરમાં આઠ ડિસેમ્બરે સંગીત સેરેમનીઃ
ઉદેપુરમાં આઠ ડિસેમ્બર તથા નવ ડિસેમ્બરના રોજ સંગીત તથા મહેંદી સેરેમની યોજાવાની છે. પ્રિયંકા ચોપરા પોતાની બેસ્ટ ફ્રેન્ડના સંગીતમાં પર્ફોમ કરવાની છે. ઉલ્લેખનીય છે કે ઈશા અંબાણી એક્ટ્રેસ પ્રિયંકાની બેચલોરેટ પાર્ટી માટે ખાસ ન્યૂયોર્ક ગઈ હતી. પ્રિયંકાએ જોધપુરમાં લગ્ન કર્યાં હતાં. વેડિંગ ફંક્શનમાં ઈશા અંબાણી પરિવાર તથા ભાવિ પતિ આનંદ પીરામલ સાથે આવી હતી.


ગ્રૂપમાં કરશે પર્ફોમઃ
શાની સંગીત સેરેમનીમાં પ્રિયંકા ગ્રૂપ પર્ફોમ કરવાની છે. પ્રિયંકાએ પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પ્રિયંકાને 10 મિનિટના પર્ફોમન્સ માટે ત્રણ કરોડ રૂપિયા આપવામાં આવશે. પ્રિયંકા પોતાની ફિલ્મ્સના સોંગ્સ 'રામ ચાહે..', 'ગલ્લન ગુડિયા' તથા 'દેસી ગર્લ' જેવા સોંગ્સ પર પર્ફોમ કરવાની છે.

પહેલાં અઢી કરોડ લેતીઃ
ભૂતકાળમાં પ્રિયંકા ચોપરા લગ્નમાં પર્ફોમ કરવાના 2.5 કરોડ રૂપિયા લેતી હતી. નવાઈની વાત એ છે કે એવોર્ડ શોમાં પ્રિયંકા ચોપરા પર્ફોમ કરવાના પાંચ કરોડ રૂપિયા લે છે. જ્યારે પ્રિયંકાના સ્પોકપર્સન સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ વાત થઈ શકી નહોતી.

અંબાણી પરિવાર 5 ચાર્ટર પ્લેનમાં આવ્યો, સામાનમાં હતાં પાંજરામાં પૂરાયેલા સફેદ કબૂતરો

X
Priyanka Chopra is taking a break and has got busy with the celebrations of her good friend Isha Ambani's instead.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી