પ્રિયંકા અને નિકે કરી સગાઈ,શેર કરી રોમાન્ટિક તસવીર, દેસી ગર્લે કહ્યું,‘દિલ અને આત્માથી તેને સ્વીકારી લીધો’

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ પ્રિયંકા ચોપરાએ પોતાનાથી 11 વર્ષ નાના અમેરિકન સિંગર નિક જોનાસ સાથે સગાઈ કરી લીધી છે. સગાઈની વિધિ મુંબઈમાં પ્રિયંકાના જુહૂ સ્થિત બંગલા પર થઈ હતી. આ સગાઈમાં પ્રિયંકાના પરિવારજનો અને ખાસ મિત્રો સામેલ થયા હતા. સગાઈમાં સોનાલી બેન્દ્રેની નંણદ સૃષ્ટિ બહલ, પરિણીતી ચોપરા અને મુશ્તાક શેખ સહિતના સેલેબ્સ સામેલ થયા હતા. સગાઈ બાદ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે એક રોમાન્ટિક તસવીર શેર કરતા અંતે પોતાના સગાઈની પૃષ્ટિ કરી હતી. 

 

રોમાન્ટિક તસવીર સાથે બંને લખી દિલની વાત..


- પ્રિયંકા ચોપરાએ સગાઈ બાદ એક રોમાન્ટિક તસવીર શેર કરતા લખ્યું હતું કે, "દિલ અને આત્માથી તેને સ્વીકારી લીધો."
- દેસી ગર્લે જે તસવીર શેર કરી તે જ રોમાન્ટિક તસવીર નિક જોનાસે પણ શેર કરી હતી. નિકે આ તસવીર સાથે લખ્યું હતું કે,"ભાવિ મિસિસ જોનાસ, માય હાર્ટ, માય લવ."

 

રોકામાં ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યા પ્રિયંકા-નિક

 

- પ્રિયંકા ચોપરા અને નિક જોનાસની રોકા સેરેમનીની અમુક તસવીરો સોશ્યિલ મીડિયા પર લીક થઈ હતી. 
- આ સમયે પ્રિયંકા અને નિક જોનાસ ટ્રેડિશનલ લુકમાં ઘણા જ સુંદર લાગી રહ્યાં હતા. સૂત્રો અનુસાર, પાર્ટીમાં પ્રિયંકા અને નિક જોનાસ વેસ્ટર્ન લુકમાં જોવા મળશે.

 

બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા-નિક જોનાસના થયા રોકા, રાતે યોજાશે ભવ્ય પાર્ટી