Divya Bhaskar

Home » Bollywood » Gossip » Sunil Sikand is Away From Bollywood Films And Making Ad Films

પિતાની જેમ સ્ટાર બની શકતો હતો પ્રાણનો દીકરો, અલગ કરવાના જુનૂનમાં બન્યો એક સફળ એડ-મેકર

Divyabhaskar.com | Updated - Jul 11, 2018, 06:20 PM

પ્રાણે હીરોથી લઈ વિલન સુધીના રોલ થકી બોલિવૂડ પર રાજ કર્યું, તેમને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા

  • Sunil Sikand is Away From Bollywood Films And Making Ad Films

    મુંબઈઃ ઘણીવાર જોવામાં આવે છે કે કોઈના પિતા મોટા સેલિબ્રિટી છે તો લોકો તેના બાળકો પાસેથી પણ એવી જ આશા રાખે છે. જોકે આ બાળકો આગળ જતા પિતાથી હટકે સિદ્ધી મેળવતા ઘણા લોકોની આશા તૂટી જાય છે. બોલિવૂડમાં ઘણા એક્ટર છે જેમણે બોલિવૂડ અને લોકોના દિલો પર દાયકાઓ સુધી રાજ કર્યું, પરંતુ તેમના બાળકો બોલિવૂડમાં ફ્લોપ રહ્યાં અથવા એક્ટિંગથી દૂર જ રહ્યાં. પરંતુ તેમને બોલિવૂડ સિવાયના ફિલ્ડથી ઘણી સફળતા મળી. બોલિવૂડમાં પ્રાણને શાનદાર એક્ટિંગ અને ડાયલૉગ ડિલિવરી માટે આજેપણ યાદ કરવામાં આવે છે. પ્રાણ હીરોથી લઈ વિલન સુધીના રોલ થકી બોલિવૂડ પર રાજ કરતા રહ્યાં. આ જ કારણે તેમને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જોકે તેમના દીકરાએ આ ફિલ્ડમાં રસ ન દાખવ્યો.

    અલગ કરવા માગતો હતો પ્રાણનો દીકરો


    - પ્રાણના બે દીકરા અને એક દીકરી છે. જેમાંથી એક દીકરો છે સુનીલ સિકંદ. સુનીલ જાણીતા એડ ફિલ્મમેકર છે.
    - સુનીલને પિતાથી વારસમાં એક્ટિંગ મળી હતી અને તે ઈચ્છતો પોતે પણ આ જ ફિલ્ડમાં કરિયર બનાવી શકતો અને પિતાને કારણે ઘણી ફિલ્મ્સ સરળતાથી મેળવી લેતો. પરંતુ સુનીલને કંઈક અલગ જ કરવું હતું.
    - પ્રાણના દીકરા સુનીલે એક્ટિંગથી હટકે અલગ ફિલ્ડમાં નામના મેળવવાનું વિચાર્યું અને કોઈની મદદ વગર એડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી અને સફળ પણ થયો.
    - સુનીલે આલિયા ભટ્ટથી લઈ શ્રદ્ધા કપૂર સહિતના ટોપના સ્ટાર્સ સાથે સક્સેસફુલ એડ ફિલ્મ બનાવી છે, આ ઉપરાંત તેમણે અન્ય એડ પણ બનાવી છે જેમાં કોલ્ડડ્રિંકથી લઈ કાર્સ સામેલ છે.
    - સુનીલ માટે સૌથી મોટી સિદ્ધી બ્રિટિશ સિંગર ડીડો દ્વારા વીડિયો ડિરેક્ટ કરવા માટે સાઈન કર્યા હોવાનું છે. આ વીડિયો માટે ભારતના 5 જાણીતા ડિરેક્ટરની પસંદગી કરવામાં આવી હતી જેમાંથી ડીડોને સુનીલનો આઈડિયા ગમ્યો હતો.
    - સુનીલને પોતાના પિતા અને અમિતાભ બચ્ચનની ફિલ્મ્સ ઘણી પસંદ હતી. અમિતાભ અને પ્રાણની ‘અમર અકબર એન્થોની’ સુનીલે 19 વાર જોઈ હતી.
    - 2002માં સુનીલે મિત્રના બેન્ડ માટે મ્યૂઝિક વીડિયો બનાવ્યો હતો જેને ઘણો પસંદ કરવામાં આવ્યો. તે પછી સુનીલે એન્ટરટેનમેન્ટ ચેનલ માટે કામ કર્યું, જ્યાં તે પ્રોમો હેડ હોવાની સાથે એડિટિંગનું કામ પણ કરતો.
    - હાલ સુનીલ બૂટપોલિશ ડોટ કોમ માટે એડ ડિરેક્ટ કરે છે. તેમણે ડિરેક્ટ કરેલી અમુક એડને એવોર્ડ્ઝ પણ મળી ચૂક્યો છે. તેમની એક ફિલ્મ નેશનલ જીયોગ્રાફિક ચેનલનો ભાગ પણ રહી હતી અને તેને 2013માં એબી એવોર્ડ્ઝમાં સિલ્વર મેડલ મળ્યો હતો.

    ‘બાગી 2’ની સફળતા બાદ દિશા અને ટાઈગરના વધ્યા ભાવ, જાહેરાત માટે માંગ્યા 5 કરોડ રૂ.

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending