Divya Bhaskar

Home » Bollywood » Gossip » Padman Song Sung By Arijit Singh Going Viral

એક બાળકીની માતા સાથે કર્યા આ સિંગરે લગ્ન, વિવાદો સાથે રહ્યો સંબધ

Divyabhaskar.com | Updated - Feb 06, 2018, 03:09 PM

ફિલ્મ 'પેડમેન'નું ગાયન આજ સે તેરી... ફિલ્મ રિલિઝ પહેલા ખુબ જ ફેમસ રહ્યું છે

 • Padman Song Sung By Arijit Singh Going Viral
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
  બીજી વાઈફ કોયલ અને પુત્રીની સાથે અરજીત સિંહ

  મુંબઈઃ ફિલ્મ 'પેડમેન'નું ગાયન આજ સે તેરી... ફિલ્મ રિલિઝ પહેલા ખુબ જ ફેમસ રહ્યું છે. આ ગાયનને પોપ્યુલર સિંગર અરજિત સિંહએ ગાયું છે. ઉલ્લેખનીય છે કે અરિજીત સિંહ તેમની પર્સનલ લાઈફને લઈને વાત કરવાનું પસંદ કરતા નથી. તેમણે બે લગ્ન કર્યા છે. ફર્સ્ટ વાઈફ સાથે છુટાછેડા થયા બાદ તેમણે એક છોકરીની માતા સાથે બીજા લગ્ન કર્યા હતા. તેમની બીજી વાઈફ કોયલ તેમની ચાઈલ્ડહુડ ફ્રેન્ડ છે. સલમાન ખાન સાથે રહ્યો અરિજીતનો વિવાદ...

  વાત છે વર્ષ 2016ની, અરજિત સિંહ અને સલમાન ખાન વચ્ચેના ઝધડાના સમાચારની. આ સમાચાર મિડિયામાં ખુબ જ આવ્યા હતા. રિપોર્ટસનું માનવામાં આવે તો એક એવોર્ડ ફંકશનમાં અરિજીતે સલમાન ખાનને કઈક ઉલ્ટી-સીધું કહ્યું હતું. બાદમાં સલમાન તેમની પર ગુસ્સે થઈ ગયા હતા. એટલું જ નહિ સલમાનની ફિલ્મ સુલ્તાન માટે અરજીતે એક ગાયન પણ રેકોર્ડ કર્યુ હતું. જોકે સલમાને તે ગાયન ફિલ્મમાંથી ખસેડી દેવડાવ્યું હતું. અરજીતે પોતાની ભુલ માનતા સલમાને તેની પર કોઈ રિએકશન ન આપ્યું.

  આગળની સ્લાઈડસમાં વાંચો, અરિજીતની લાઈફ સાથે જોડાયેલી કેટલીક વાતો...

 • Padman Song Sung By Arijit Singh Going Viral
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  અરજીતના લગ્નના ફોટા

  ગુપચુપ કર્યા હતા સેકન્ડ મેરેજ

   

  અરજીતે એક મ્યુઝીક પ્રોગ્રામમાં તેમની કો-કોનટેસ્ટન્ટ રહેલી કોયલ સિંહ સાથે વર્ષ 2013માં લગ્ન કર્યા હતા. જોકે લગ્ન લાંબા ચાલ્યા ન હતા અને વર્ષ (2013)માં બંનેના છુટાછેડા પણ થઈ ગયા હતા. બાદમાં તેમણે પોતાના બાળપણના ફ્રેન્ડ કોયલ રોય સાથે બંગાળી રીત રિવાજોથી લગ્ન વર્ષ 2014માં કર્યા હતા. બંનેના આ બીજા લગ્ન હતા. કોયલને પ્રથમ લગ્નથી એક છોકરીનો જન્મ થયો હતો. અરજીતે પોતાના બીજા લગ્નની માહિતી ઘણાં લાંબા સમય બાદ સોશિયલ મિડિયા પર ફોટો શેર કરીને આપી હતી. ઉલ્લેખનીય છે કે એક ઈન્ટરવ્યુંમાં જયારે અરજીતને તેમના બીજા લગ્ન વિશે પુછવામાં આવ્યું હતું તો તેમણે પર્સનલ સવાલ ન કરવા રિપોર્ટરને  જણાવ્યું હતું.

   

  આગળની સ્લાઈડસ જોવા માટે ક્લીક કરો

 • Padman Song Sung By Arijit Singh Going Viral
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  અરજીત સિંહ

  વિવાદો સાથે રહ્યો છે સંબધ

   

  અરજીત સિંહનો કન્ટ્રોવર્સી સાથે પણ સંબધ રહ્યો છે. 2013માં એક ઈન્ટરવ્યું દરમિયાન તે એક રિપોર્ટર પર ખુબ જ ગુસ્સે થઈ ગયા હતા. કારણ કે તેમની ધરપકડ કરવામાં આવી હતી. વર્ષ 2015માં તેમને ગેગસ્ટર રવિ પુજારીએ 5 કરોડ રૂપિયાની ધમકી ભર્યો ફોન કર્યો હતો. જોકે અરિજીતે તેની પોલીસ કમ્પલેન કરી ન હતી. આ સિવાય સલમાન સાથે પણ તેમનો વિવાદ રહ્યો હતો.

   

  આગળની સ્લાઈડસ જોવા માટે ક્લીક કરો

 • Padman Song Sung By Arijit Singh Going Viral
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  અરજીત સિંહ

  બાળપણથી હતો મ્યુઝીકનો શોખ 


  અરજીતનો જન્મ જિયાગંજના મુર્શીદાબાદ, પશ્ચિમ બંગાળમાં થયો હતો. તેમના પિતા પંજાબી અને તેમની માતા બંગાળી છે. તેમના મ્યુઝીકની શરૂઆત ટ્રેનિંગ ઘરથી થઈ હતી. તેમની દાદી ગાયન ગાય છે અને આન્ટી ક્લાસિકલ સિંગર હતી. તેમણે સંગીત તેમની માતા પાસેથી શીખ્યું છે. જે ગાયનની સાથે-સાથે તબલા પણ વગાડે છે. તેમણે રાજા વિજય સિંહ હાઈસ્કુલ અને શ્રીપત સિંહ કોલજમાંથી અભ્યાસ કર્યો છે. તેમનો મ્યુઝીક પ્રત્યેનો લગાવ જોતા તેમના પરિવારને તેમણે પ્રોફેશનલ મ્યુઝીક ટ્રેનિંગ આપવાનો નિર્ણય કર્યો હતો. ક્લાસિકલ મ્યુઝીક તેમણે રાજેન્દ્ર પ્રસાદ હજારે પાસેથી શીખ્યું અને તબલા વાદનની ટ્રેનિંગ તેમણે ધીરેન્દ્ર પ્રસાદ હજારે પાસેથી લીધી. જયારે બિરેન્દ્ર પ્રસાદ હજારીએ તેમને રવીન્દ્ર અને પોપ મ્યુઝીક શીખવ્યું.

   

  આગળની સ્લાઈડસ જોવા માટે ક્લીક કરો

 • Padman Song Sung By Arijit Singh Going Viral
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  અરજીત સિંહ

  સિંગગ શોની ફાઈનલમાં હારી ગયા હતા

   

  2005માં તેમણે રાજેન્દ્ર પ્રસાદ હજારીના કહેવા પર રિયલટી શો 'ફેમ ગુરુકુલ'ની ઓડિશન આપી હતી અને સિલેકટ પણ થઈ હતી. જોકે અરિજીત ફાઈનલમાં આ શો હારી ગઈ હતી, પરતું પછીથી તેમણે અન્ય રિયલિટી શો '10ના 10 લે ગઈ દિલમાં ભાગ લીધો હતો. શો જીત્યા બાદ તેમણે પોતાનો રેકોર્ડિંગ સેટઅપ તૈયાર કર્યો અને મ્યુઝીક પ્રોગ્રામિંગની સાથે પોતાના કેરિયરની શરૂઆત કરી. બાદમાં તેમણે આસિસ્ટન્ટ મ્યુઝીક પ્રોગ્રામર તરીકે શંકર-અહસાન-લોય, વિશાલ-શેખર અને મિથુનની સાથે કામ કર્યું. જોકે ફિલ્મોના ગાયનો માટે તેમને ખુબ જ મહેનત કરવી પડી હતી.

   

  આગળની સ્લાઈડસ જોવા માટે ક્લીક કરો

 • Padman Song Sung By Arijit Singh Going Viral
  અરજીત સિંહ

  આ રીતે મળી પોપ્યુલારિટી

   

  2013માં આવેલી ફિલ્મ 'આશિકી-2'નું ગાયન 'તુમ હી હો...' એટલું ફેમસ થયું કે અરિજીત રાતો-રાતો પોપ્યુલર થઈ ગયા હતા. તેમણે 'દિલ્હી વાલી ગર્લફ્રેન્ડ...'(ફિલ્મ 'યે જવાની હૈ દીવાની 2013), 'મે રંગ શરબતો કા તું...'(ફિલ્મ 'ફટા પોસ્ટર નિકલા હીરો '2013), 'કશ્મિરમાં તુ કન્યાકુમારી..'(ફિલ્મ 'ચેન્નાઈ એકપ્રેસ', 2013), 'રાતભર હા રાતભર...' ફિલ્મ 'હીરોપંતી, 2014), 'સૂરજ ડૂબા હૈ યારો...' (ફિલ્મ 'રોય' 2015), 'દેખા હજારો દફ આપકો'... ( ફિલ્મ 'રૂસ્તમ,2016) સહિત ઘણા સુપરહીટ ગાયનોને પોતાનો અવાજ આપ્યો છે.

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending