• Gujarati News
  • National
  • સોનમ કપૂર પછી દીપિકા રણવિર જ નહીં આ પાંચ સેલેબ્સ પણ કરશે લગ્ન, These Five Celebs May Be Married End Of The Year 2018

સોનમ કપૂર પછી દીપિકા-રણવિર જ નહીં આ સેલેબ્સ પણ કરશે લગ્ન, જાણો કોણ?

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈ: બોલિવૂડની ફેશન દિવા સોનમ કપૂર 8મી મેના રોજ બિઝનેસમેન આનંદ આહુજા સાથે લગ્ન કરશે. છેલ્લાં ઘણા દિવસથી સોનમના લગ્ન પર સસ્પેન્સ ઉભું થયું હતું, પણ હાલમાં જ કપૂર ખાનદાને એક નિવેદન બહાર પાડી લગ્નના સમાચાર પર મોહર મારી હતી. આમ તો બોલિવૂડમાં છેલ્લાં ઘણા સમયથી ઘણી ફેમસ જોડીઓ લગ્નબંધનમાં જોડાઈ ચૂકી છે. કેટલીક જોડીઓના અફેરના ન્યુઝથી પણ લાઈમ લાઈટમાં રહી છે. તો આવો તમને બોલિવૂડની પાંચ એવી ફેમસ જોડીઓ બાબતે જણાવશું, જેમના અફેર ચર્ચામાં છે અને ટૂંક સમયમાં લગ્ન કરી શકે છે.


દીપિકા પાદુકોણ - રણવિરસિંહઃ
દીપિકા અને રણવિરના લગ્નની વાત આજકાલ હોટ ટોપિક છે. આ જોડી વર્ષના અંત સુધીમાં લગ્ન કરી ફેન્સને સરપ્રાઈઝ આપી શકે છે. થોડાક દિવસ પહેલા દીપિકા નાની બહેન સાથે કોલકાતામાં જ્વેલરી સ્ટોરમાં પણ સ્પોટ થઈ હતી. દીપિકા અને રણવિરને બોલિવૂડની પાવરફૂલ જોડી કહેવામાં આવે છે. આ બંને એક સાથે ત્રણ ફિલ્મો કરી ચૂક્યા છે, જેમાં તેમના કામના ભરપૂર વખાણ કરવામાં આવ્યા હતા. દીપિકા અને રણવિરના લગ્ન બોલિવૂડના મોસ્ટ અવેટેડ વેડિંગમાંથી એક છે.