• Gujarati News
  • National
  • નીતા અંબાણીએ દીકરાની સગાઈનું કાર્ડ સૌ પહેલાં સિદ્ધિ વિનાયક મંદિરમાં આપ્યું , Nita Ambani And Akash Ambani Vistied Siddhi Vinaya

નીતા અંબાણીએ મોટા દીકરાની સગાઈનું કાર્ડ સૌ પહેલાં સિદ્ધિ વિનાયક મંદિરમાં આપ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ બિઝનેસમેન મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી બુધવાર(છ જૂન)ના રોજ નાના પુત્ર અનંત સાથે સિદ્ધિ વિનાયકના મંદિરે સગાઈનું આમંત્રણ આપવા ગયા હતાં. આકાશ અંબાણી તથા શ્લોકા મહેતાની 30 જૂનના રોજ એન્ટેલિયામાં સગાઈ છે.


રાત્રે આઠ વાગે ગયા મંદિરેઃ
નીતા અંબાણી પુત્ર અનંત સાથે રાત્રે આઠ-સવા આઠની આસપાસ ગણેશ મંદિર ગયા હતાં. અહીંયા તેઓ 45 મિનિટ સુધી રોકાઈને પૂજા-અર્ચના કરી હતી અને ભગવાનના ચરણે સગાઈનું કાર્ડ મૂક્યું હતું.


વાયરલ થયું ડિજીટલ કાર્ડઃ
હાલમાં આકાશ તથા શ્લોકાનું ડિજીટલ કાર્ડ સોશ્યિલ મીડિયામાં વાયરલ બન્યું છે. મહેમાનો માટે અંબાણી પરિવારે ખાસ ડિજીટલ કાર્ડ બનાવ્યું છે. કાર્ડમાં ફિલ્મ 'કાઈ પો છે'નું ગીત 'હે શુભારંભ ઓ શુભારંભ મંગલ બેલા આઈ' ગીત બેકગ્રાઉન્ડમાં ચાલે છે. કાર્ડમાં આકાશ તથા શ્લોકાની તસવીર, સગાઈની તારીખ આપવામાં આવી છે. આ સાથે જ કાર્ડમાં SA(શ્લોકા-આકાશ)નો લોગો પણ છે.


ગોવામાં હતી પ્રિ-એન્ગેજમેન્ટઃ
24 માર્ચના રોજ ગોવામાં પ્રિ-એન્ગેજમેન્ટ સેરેમની યોજાઈ હતી. અહીંયા માત્ર ક્લોઝ ફેમિલી મેમ્બર્સ તથા સંબંધીઓ હાજર રહ્યાં હતાં. શ્લોકા તથા આકાશે ફોટોશૂટ પણ કરાવ્યું હતું.


કોણ છે શ્લોકાઃ
ડાયમંડ બિઝનેસમેન રસેલ મહેતાની દીકરી શ્લોકા મહેતા તથા આકાશ અંબાણી નાનપણના ફ્રેન્ડ્સ છે. શ્લોકાએ ધીરૂભાઈ અંબાણી સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે અને પછી પ્રિસ્ટન યુનિવર્સિટીમાંથી એન્થ્રોપોલિજીમાં અભ્યાસ કર્યો છે. લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સમાં માસ્ટર્સ કર્યું. આ સિવાય લોમાં પણ માસ્ટર્સ કર્યું છે. ડિગ્રી લીધા બાદ 2014માં રોઝી બ્લૂ ફાઉન્ડેશનમાં ડિરેક્ટર બની. શ્લોકા કનેક્ટફોર સંસ્થાની કો-ફાઉન્ડર પણ છે. આ સંસ્થા એનજીઓને મદદ કરે છે.