રસપ્રદ / નીતા અંબાણીની વહુ શ્લોકા મહેતા છવાઈ આ તસવીરોથી, 20 દિવસ પહેલાં જ બની આકાશની દુલ્હન

in throwback pics, shloka mehta looked damn gorgeous

divyabhaskar.com

Mar 29, 2019, 10:59 AM IST

મુંબઈઃ દેશના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દીકરા આકાશના નવ માર્ચના રોજ લગ્ન કર્યાં હતાં. આકાશે ડાયમંડ મર્ચન્ટ રસેલ મહેતાની નાની દીકરી શ્લોકા સાથે લગ્ન કર્યાં છે. આકાશ-શ્લોકાના લગ્નમાં અનેક જાણીતી હસ્તીઓ સામેલ થઈ હતી. લગ્નના 20 દિવસ બાદ શ્લોકા મહેતાની જૂની તસવીરો સામે આવી છે.

શોર્ટ્સમાં મળી જોવાઃ
શ્લોકા મહેતા એક તસવીરમાં બ્લેક ટોપ તથા શોર્ટ્સમાં જોવા મળે છે અને તેના ફ્રેન્ડ્સે તેને ઉંચકી રાખી છે. અન્ય એક તસવીરમાં તે રેડ આઉટફિટમાં જોવા મળી છે.

રોયલ વેડિંગઃ
શ્લોકા તથા આકાશના રોયલ વેડિંગ હતાં. લગ્ન પહેલાં સ્વિટ્ઝરલેન્ડમાં પાર્ટી આપવામાં આવી હતી. આ લગ્નમાં શાહરૂખ ખાન, આલિયા ભટ્ટ, રણબિર કપૂર, કરન જોહર, અયાન મુખર્જી, યુવરાજ સિંહ, અમિતાભ બચ્ચન, હાર્દિક પંડ્યા, ગૂગલ સીઈઓ સુંદર પિચાઈ સહિતના સેલેબ્સ જોવા મળ્યાં હતાં.

X
in throwback pics, shloka mehta looked damn gorgeous
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી