ફિલ્મ \'મોનસૂન ફૂટબોલ\'ના હિંદી વર્ઝન માટે નીતા અંબાણી પ્રોડ્યુસર બને તેવી શક્યતા, હાલ છે રશિયામાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ બોલિવૂડમાં પ્રોડક્શનની બારીકાઈ સમજનાર અનેક ફિમેલ પ્રોડ્યુસર્સ છે. હવે, આમાં બિઝનેસમેન મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણીનું નામ જોડાઈ શકે તેમ છે. ફૂટબોલ કેન્દ્રિત ફિલ્મ 'મોનસૂન ફૂટબોલ'ના હિંદી વર્ઝન માટે નીતા અંબાણી પ્રોડ્યુસર બને તેવી શક્યતા છે. આ ફિલ્મ અત્યારે મરાઠી મરાઠીમાં બની રહી છે અને તેના લીડ રોલમાં સાગરિકા છે. સાગરિકા હાલમાં ફિફા વર્લ્ડકપ માટે નીતા અંબાણી સાથે રશિયા ગઈ છે. અહીંયા ફિલ્મને ફિફાની સાથે એસોસિયેટ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવશે. 'મોનસૂન ફૂટબોલ'ના મેકર્સ પણ ભારતમાં ફિકાના લોકલ પ્રમોટર્સ સાથે આ અંગે વાત કરી હતી. તેઓ મુંબઈમાં આ અંગે કેમ્પેઈન પણ ચલાવવાના હતા પરંતુ વરસાદને કારણે કેમ્પેઈન હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવ્યું હતું.


અનેકવાર થઈ મિટિંગ્સઃ
નીતા અંબાણી તથા સાગરિકા વચ્ચે અનેક મિટિંગ્સ થઈ હતી. માનવામાં આવે છે કે 'મોનસૂન ફૂટબોલ'ના હિંદી વર્ઝન માટે સાગરિકા, નીતા અંબાણીને પ્રોડ્યુસર બનવા માટે મનાવી લેશે. સાગરિકાએ ગયા વર્ષે નવેમ્બરમાં ક્રિકેટર ઝહિર ખાન સાથે લગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ સાગરિકાની આ પહેલી ફિલ્મ હશે. નીતા અંબાણીની આઈપીએલ ટીમમાં ઝહિર ખાન મુંબઈ તરફથી રમતો હતો.


સાડી પહેરીને ફૂટબોલ રમે છે મહિલાઓઃ
શાહિદ કપૂરની 'પાઠશાલા' બનાવી ચૂકેલા મિલિંદ ઉકે 'મોનસૂન ફૂટબોલ'ને ડિરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મમાં મહિલાઓ નવરાશના સમયમાં સાડી પહેરીને ફૂટબોલ રમે છે. સાગરિકાએ આ કોન્સેપ્ટ નીતા અંબાણીને કહ્યો હતો અને તેમને આ કોન્સેપ્ટ ઘણો જ પસંદ આવ્યો હતો. નીતા અંબાણી હવે હિન્દીમાં બિગ સ્કેલ પર આ ફિલ્મને બનાવે તેવી શક્યતા છે. મરાઠી ફિલ્મનું શૂટિંગ 17 જુલાઈથી શરૂ થઈ રહ્યું છે. સાગરિકા સિવાય ફિલ્મમાં વિદ્યા માલવદે તથા ચિત્રાશી રાવત છે. સાગરિકા રશિયાથી આવ્યા બાદ ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે.

 

Antiliaને ફૂલોથી સજાવવા કેલિફોર્નિયાથી આવ્યા ડિઝાઈનર્સ, આકાશ-શ્લોકાની સગાઈ બનશે યાદગાર