મુંબઈઃ બોલિવૂડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી શિવસેના સુપ્રીમો સ્વ. બાળાસાહેબ ઠાકરેની બાયોપિકના શૂટિંગમાં વ્યસ્ત છે. નવાઝુદ્દીન સિદ્દીકીએ બોલિવૂડમાં પોતાની એક્ટિંગના દમ પર અલગ સ્થાન જમાવ્યું છે. નવાઝે બોલિવૂડમાં ઘણો જ સંઘર્ષ કર્યો છે અને ત્યારબાદ તે આ સ્થાન પર આવ્યો છે. નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાથી પોતાની કરિયરની શરૂઆત કરનાર નવાઝ માટે સફળતા મેળવવી સરળ નહોતી. આ માટે તેણે સખ્ત મહેનત કરી છે.
આજકાલ બોલિવૂડ સેલેબ્સ બૉડી બિલ્ડિંગ તથા ડાન્સિંગ પર ભાર મૂકે છે. જ્યારે નવાઝ પોતાની એક્ટિંગ સ્કિલ્સને શાર્પ બનાવવાનો પ્રયાસ કરે છે. સફળતા માટે એક્ટિંગ વધુ મહત્વની હોવાનું નવાઝ માને છે. નવાઝ માને છે કે એક્ટરની પ્રાથમિક જોબ એક્ટિંગ છે પરંતુ આજકાલના ઘણાં સ્ટાર્સ આ વાત સમજતા નથી.
નવાઝે પોતાની આ દમદાર વાતોથી સાબિત કર્યું છે કે તે શા માટે બોલિવૂડમાં એક્ટર તરીકે સફળ છે.
(વાંચો, નવાઝના દમદાર Quotes....)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.