• Gujarati News
  • National
  • નણંદ ઈશા અંબાણી ભભકા વગર પણ લાગી સોહામણી, Isha And Anand Piramal Enggement Party In Antilia

નણંદ ઈશા અંબાણી ભભકા વગર પણ લાગી સોહામણી, રેડ ચોલીમાં ભાભી શ્લોકાનો ઠસ્સો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈ: ગઈકાલે એટલે કે સાત મે સોમવારની રાત્રે વિશ્વના સૌથી મોંઘા ઘર એન્ટેલિયામાં ઈશા અંબાણીનાં ગોળ-ધાણા ખાવામાં આવ્યા હતાં. જેમાં ક્લાઝ ફ્રેન્ડ્સને જ આમંત્રિત કરાયા હતા. પાર્ટીમાં ઈશા અંબાણીએ સૌથી વધુ કેમેરાનું ધ્યાન ખેંચ્યું હતું.


ઈશા લાગી જાજરમાનઃ
ઈશા અંબાણીએ સિલ્વર અને પાછા પીંક કલરની ચોલી અને ગળામાં નેકલેસ પહેર્યો હતો. કોઈ પણ ભભકા વગર પણ ઈશા અંબાણી સુંદર દેખાતી હતી. ઈશાએ ભાભી શ્લોકા સાથે પણ તસવીરો ખેંચાવી હતી. શ્લોકાએ રેડ કલરની ચોલી પહેરી હતી. નણંદ-ભાભીની આકર્ષણનું કેન્દ્ર રહી હતી. ઈશા તથા શ્લોકાએ ડિઝાઈનર સબ્યાસાચીએ ડિઝાઈન કરેલી ચોલી પહેરી હતી.


જોવા મળ્યા આ સેલેબ્સઃ
આ પાર્ટીમાં બોલિવૂડ અભનેતા શાહરૂખ ખાન, આમિર ખાન, કરણ જોહર, ક્રિકેટ લિજન્ડ સચિન તેંડુલકર અને અનિલ અંબાણી સહિતના મહેમાનો ઉપસ્થિતિ રહ્યા હતા. પાર્ટીમાં ઈશાએ માતા નીતા અંબાણી સાથે હિન્દી ફિલ્મના સોંગ પર ડાન્સ પણ કર્યો હતો.