• Gujarati News
  • National
  • આ બનશે અંબાણી પરિવારનો જમાઈ? Isha Ambani Engaged To Anand Piramal Of Piramal Enterprises

આ બનશે અંબાણી પરિવારનો જમાઈ? જાણો કોણ-કોણ છે પરિવારમાં?

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઇઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝના ચેરમેન મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી ટૂંક સમયમાં જ આનંદ પીરામલ સાથે લગ્ન કરશે. નોંધનીય છે કે પીરામલ પ્રખ્યાત ઉદ્યોગપતિ અને પીરામલ એન્ટરપ્રાઇઝિઝના માલિક અજય પીરામલનો દીકરો છે. હાલમાં જ ઇસ્ટાગ્રામ ઉપર એક તસવીર શેયર થઇ છે, જેમાં આનંદ પીરામલ, ઈશા અંબાણીને પ્રપોઝ કરતો જોવા મળી રહ્યો છે. ત્યાં જ ઈશા આ દરમિયાન હસતી જોવા મળી રહી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝે આ સગાઈની પૃષ્ટિ કરી છે. 

હાર્વડ ગ્રેજ્યુએટ છે આનંદઃ-

 

હાલમાં પીરામલ એન્ટપ્રાઈઝિસમાં એક્ઝિક્યૂટિવ ડિરેક્ટર છે. આનંદે બિઝનેસ સ્કૂલમાંથી પાસઆઉટ થયા બાદ બે સ્ટાર્ટ-અપ શરૂ કર્યા હતાં. પહેલું સ્ટાર્ટઅપ હેલ્થકેર પીરમાલ ઈસ્વાસ્થ્ય અને બીજું પીરામલ રિયાલ્ટી, અ રિયલ એસ્ટેટ સ્ટાર્ટઅપ હતું. હવે, આ બંને ચાર બિલિયન ડોલરના પીરામલ એન્ટરપ્રાઈઝસનો ભાગ છે. આનંદે યુનિવર્સિટી ઓફ પેનેસિલિવનિયામાંથી ઈકોનોમિક્સમાંથી બેચરલ ડિગ્રી લીધી છે. જ્યારે હાર્વર્ડમાંથી માસ્ટર્સ ઈન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન કર્યું છે. આનંદ પહેલાં પ્રેસિડન્ટ ઓફ ધ ઈન્ડિયન મર્ચન્ટ ચેમ્બરની યુથ વિંગનો યંગેસ્ટ પ્રેસિડન્ટ રહી ચૂક્યો છે. 

 

હાલમાં જ મુકેશ અંબાણીનો માન્યો હતો આભારઃ-

 

મુકેશ અંબાણીનો હાલમાં જ આનંદે આભાર માન્યો હતો. 25 વર્ષીય આનંદે કહ્યુ હતુ કે તેણે મુકેશ અંબાણીને સવાલ કર્યો હતો કે તેણે કન્સલ્ટિંગ કે બેકિંગમાં જવું જોઈએ? તો મુકેશ અંબાણીએ જવાબ આપ્યો હતો કે કન્સલ્ટન્ટ એટલે કે ક્રિકેટ જોવી અથવા તો ક્રિકેટને લઈ કમેન્ટરી કરવી એવું છે. જ્યારે એન્ટ્રેપ્રિન્યોર એટલે ક્રિકેટ રમવા જેવું છે. તમારે ક્રિકેટ કેમ રમવું તે કમેન્ટરી કરીને શીખી શકાય નહીં. જો તમારે કંઈ કરવું હોય અત્યારથી જ શરૂઆત કરવી જોઈએ.

 

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો વધુ....