• Gujarati News
  • National
  • મુકેશ અંબાણીને જાળવી ગુજરાતીઓની પરંપરા, Isha Amabnai Enagged With Anand Piramal

મુકેશ અંબાણીને જાળવી ગુજરાતીઓની પરંપરા, આકાશ-ઈશાના એક સાથે કરશે લગ્ન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈ: ભારતના સૌથી ધનાઢ્ય બિઝનેસમેન મુકેશ અંબાણીના ઘરે ટૂંક સમયમાં શરણાઈની ગૂંજ સંભળાશે. પહેલા પુત્ર આકાશ અંબાણીએ શ્લોક મહેતા સાથે સગાઈ કરી હતી, હવે પુત્રી ઈશા અંબાણીએ આનંદ પીરામલને પોતાના મનના માણીગર તરીકે પસંદ કર્યો છે. રિપોર્ટ મુજબ બંનેના લગ્ન ડિસેમ્બર મહિનામાં એક સાથે યોજાશે.


ગુજરાતીઓમાં ભાઈ-બહેનના લગ્ન સાથે કરવાની હતી પરંપરાઃ
ગુજરાતી પરિવારમાં ભાઈ-બહેનના લગ્ન એક સાથે કરવાની વર્ષોથી પરંપરા છે. જોકે હાલ મોડર્ન સમયમાં આ પરંપરા અમુકઅંશે તૂટી છે. ઘરમાં ભાઈ તથા બહેનની ઉંમર સરખી હોય તો બંનેના લગ્ન સાથે કરવાનો રિવાજ ગુજરાતીમાં છે. પહેલાં બહેનના લગ્ન હોય અને બીજા દિવસે ભાઈના લગ્ન લેવાતા હોય છે. અંબાણી પરિવારે પણ પોતાના ટ્વિન્સ ઈશા તથા આકાશના લગ્ન સાથે જ કરવાનો નિર્ણય લીધો છે.


ટ્વિન્સ આકાશ અને ઈશાના પણ સાથે જ લગ્નઃ
મુકેશ અંબાણી તેમના ટ્વિન્સ આકાશ અને ઈશાના એક સાથે ડિસેમ્બરમાં લગ્ન કરશે. ઈશા તથા આકાશ ટ્વિન્સ હોવાથી અંબાણી પરિવારે સાથે લગ્ન ગોઠવ્યા હોવાનું કહેવાય રહ્યું છે.