મુંબઈના રસ્તાઓ પર કચરો ઉપાડતો જોવા મળ્યો એક્ટર, પિતા છે બોલિવૂડના મોટા પ્રોડ્યુસર

છેલ્લાં ત્રણ વર્ષમાં બોલિવૂડ એક્ટરની એક પણ ફિલ્મ નથી થઈ રીલિઝ

divyabhaskar.com | Updated - Sep 12, 2018, 05:41 PM
Mitron actor Jackky Bhagnani Was shooting for a Short film

મુંબઈઃ બોલિવૂડ એક્ટર જેકી ભગનાની અમુક તસવીરો સોશ્યિલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં તે મુંબઈના માર્ગો પરથી કચરો ભરેલી ડસ્ટબીન ઉઠાવતો જોવા મળી રહ્યો છે. જેકી ઈન્ડસ્ટ્રીમાં ‘કુલી નં.1’ અને ‘બડે મિયાં છોટે મિયાં’ જેવી ફિલ્મ્સ બનાવી ચૂકેલા પ્રોડ્યૂસર વાસુ ભગનાનીને કચરો ઉપાડતો જોઈ સૌકોઈ ચોંક્યા હતા. જોકે આ તસીવરો જેકીના શૂટિંગની હોવાનું સામે આવ્યું છે. જેકીની મોટાભાગની ફિલ્મ્સ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ પ્રદર્શન કરી શકી નથી.

એક્ટિંગ ઉપરાંત પ્રોડ્યૂસ કરી ચૂક્યો છે બોલિવૂડ ફિલ્મ્સ


- 25 ડિસેમ્બર 1984ના રોજ કોલકાતામાં જન્મેલા જેકી ભગનાનીએ 2009માં ફિલ્મ ‘કલ કિસને દેખા’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું, જોકે તે ફ્લોપ રહી હતી. જે પછી તેણે ‘F.A.L.T.U’ (2011)માં જોવા મળ્યો હતો, જે મિક્સ રિસ્પોન્સ મળ્યો હતો.
- આ ઉપરાંત તેણે ‘રંગરેઝ’, ‘યંગિસ્તાન’ જેવી ફિલ્મ્સમાં પણ કામ કર્યું હતું. જેકી છેલ્લે 2015માં ‘વેલકમ ટુ કરાંચી’માં જોવા મળ્યો હતો. જે પછી તેણે અમુક બોલિવૂડ ફિલ્મ્સ પ્રોડ્યૂસ પણ કરી હતી.
- જેકીની ‘રંગરેઝ’ને સારો રિસપોન્સ મળ્યો હતો. પરંતુ તેની મોટાભાગ ફિલ્મ્સ બોક્સ ઓફિસ પર કમાણી મામલે કંઈ ખાસ દેખાવ કરી શકી નથી.
- તેની વાયરલ તસવીરો એક શોર્ટ ફિલ્મની હોવાનું સામે આવ્યું છે, જોકે તેનું નામ અને કહાણી અંગે માહિતી ઉપલબ્ધ નથી. આ તસવીરો ત્યારની છે જ્યારે તે બાન્દ્રામાં ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો.
- જેકી ભગનાની ટૂંક સમયમાં ફિલ્મ ‘મિત્રોં’માં જોવા મળશે. આ ફિલ્મ 14 સપ્ટેમ્બરના રોજ રીલિઝ થવા જઈ રહી છે.
- મુંબઈમાં કોલેજનો અભ્યાસપૂર્ણ કર્યા બાદ જેકીએ ન્યૂયોર્ક ફિલ્મ ઈન્સ્ટિટ્યૂટથી એક્ટિંગનો કોર્સ કર્યો હતો.

શું 'બિગ બોસ' હોય છે સ્ક્રિપ્ટેડ? વિનર શ્વેતા તિવારી ને ગુજરાતી એક્ટ્રેસ આશ્કા ગરોડિયાએ આપ્યો હતો જવાબ

X
Mitron actor Jackky Bhagnani Was shooting for a Short film
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App