બોલિવૂડ સેલેબ્સના ડેન્ટિસ્ટ છે ડૉ. સંદેશ મેકર, જેમણે પ્રિંયકા, શાહરૂખ અને કરીનાની સ્માઈલને બનાવી વધુ સુંદર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ તાજેતરમાં પ્રિયંકા ચોપરાએ સોશ્યિલ મીડિયા પર એક તસવીર શેર કરી હતી જેમાં તેણે મુંબઈમાં ડેન્ટલ ટ્રિટમેન્ટ લીધી હોવાનું દેખાડ્યું હતું. એક્ટ્રેસ આ ટ્રિટમેન્ટ માટે સંદેશ મેકરનો આભાર માન્યો હતો. રસપ્રદ વાત એ છે કે, પ્રિયંકા ડૉ. મેકરની પોતે સેલિબ્રિટિ બની તે પહેલાથી ક્લાઈન્ટ છે. બોલિવૂડ સેલેબ્સની ક્લાઈન્ટ લિસ્ટ ધરાવતા ડો. મેકરે જણાવ્યું હતું કે,"પ્રિયંકા મેરઠથી મુંબઈ આવ્યાના અમુક સમય બાદ જ મારી પાસે આવી હતી. તે ઈચ્છતી હતી કે હું તેની સ્માઈલને શ્રેષ્ઠ બનાવું કારણ કે તે સમયે પ્રિયંકા મિસ ઈન્ડિયામાં ભાગ લેવા માગતી હતી."

 

 

 

ઘણા સેલેબ્સ છે ક્લાઈન્ટ લિસ્ટમાં સામેલ


- પ્રિયંકા ચોપરા ઉપરાંત ડૉ. મેકર પાસે સોનમ કપૂર અને અન્ય ઘણી બોલિવૂ઼ડ એક્ટ્રેસિસ ક્લાઈન્ટ લિસ્ટમાં સામેલ છે. સોનમ કપૂર ઘણીવાર કહે છે કે, તેની સ્માઈલ ડૉ. મેકરના કારણે છે.
- ડૉ. મેકરે પ્રિયંકા અને સોનમ માટે ‘સ્માઈલ ડિઝાઈનિંગ’ ઉપરાંત ટીથ વ્હાઈટનીંગ, બ્રાસિસ સહિતની ટ્રિટમેન્ટનો ઉપયોગ કર્યો હતો. 
- ડૉ. મેકરે જણાવ્યું કે, શાહરૂખ ખાન અને તેનો સંપૂર્ણ પરિવાર તેમની પાસે દાંતોના રેગ્યુલર મેન્ટેન કરાવવા માટે આવે છે. જેમાં તેઓ ટીથ ક્લિનિંગ અને જનરલ હાયજીન ઉપરાંત દાંતનું હેલ્થ ચેકઅપ કરતા હોય છે.
- શાહરૂખ અંગે રસપ્રદ વાત જણાવતા સેલિબ્રિટિ ડૉક્ટરે જણાવ્યું કે,‘શાહરૂખ મોટાભાગે અડધી રાત પછી આવે છે. એકવાર તે 12.30 વાગે અબરામ સાથે આવ્યો હતો. અબરામ ડરીને ખુરશી છોડી ભાગી ગયો હતો.’
- ડૉ. મેકરનું ક્લિનિક વર્ષોથી બાન્દ્રામાં છે. જેથી તેમની સેલિબ્રિટિ લિસ્ટમાં કરીના કપૂર ખાન, સૈફ અલી ખાન, રીતિક રોશન, ટાઈગર શ્રોફ અને તેનો પરિવાર, વિદ્યા બાલન, જેક્લિન ફર્નાન્ડિઝ, બિપાસા બાસુ, કરન જોહર, મનિષ મલ્હોત્રા અને અન્ય ઘણા સેલેબ્સ સામેલ છે.

 

દારૂની ટેવ પર બોલ્યો રણબીર કપૂર; ‘એકવાર શરૂ કરૂં તો નથી થતો કંટ્રોલ, ડ્રિંકિંગ મારા લોહીમાં છે'