તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બે જેઠાણી, એક દિયર અને બે ભત્રીજી સહિત હર્યુંભર્યું છે પ્રિયંકા ચોપરાનું વિદેશી સાસરું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા તથા નિક જોનાસની સગાઈ થઈ ગઈ છે અને હવે તેઓ ક્યારે લગ્ન કરે તેની રાહ ચાહકો જોઈ રહ્યાં છે. જોકે, લગ્નની ડેટ હજી સુધી નક્કી થઈ નથી. પ્રિયંકાનાં પરિવારમાં માતા મધુ ચોપરા તથા ભાઈ સિદ્ધાર્થ ચોપરા જ છે. તેના પિતા અશોક ચોપરાનું જૂન, 2013માં નિધન થયું હતું. પ્રિયંકાના પરિવારમાં માત્ર ત્રણ મેમ્બર્સ જ છે. જોકે, પ્રિયંકાનાં સાસરિયાંની વાત કરવામાં આવે તો નવ સભ્યો છે. પ્રિયંકાનું સાસરિયું હર્યું-ભર્યું છે. બે જેઠ, બે જેઠાણી, એક દિયર, સાસુ-સસરા અને બે ભત્રીજી છે.

 

જેઠ-જેઠાણી પણ છે એક્ટિંગ ફિલ્ડ સાથે જોડાયેલાઃ
જેઠ કેવિન જોનાસ અમેરિકન મ્યૂઝિશિયન, એક્ટર છે. તે પોપ રોક તથા જોનાસ બ્રધર્સ બેન્ડ સાથે જોડાયેલો છે. 2005માં કેવિને પોતાની મ્યૂઝિકલ કરિયર શરૂ કરી હતી. તે ફિલ્મ્સ તથા ટીવીમાં એક્ટિંગ કરી ચૂક્યો છે. પ્રિયંકાની જેઠાણી ડેનિયલ અમેરિકન રિયાલિટી ટીવી પર્સનાલિટી તરીકે ઓળખવામાં આવે છે. તે અમેરિકાની સેટેલાઈટ ટીવી ચેનલ E એન્ટરટેઈન્મેન્ટમાં કામ કરી ચૂકી છે. આ ચેનલ માટે તેણે 'મેરેજ ટુ જોનાસ' નામનો રિયાલિટી શો શરૂ કર્યો હતો. જેમાં તેણે પતિ કેવિન સાથે એક્ટિંગ કરી હતી.


બે ભત્રીજીઃ
પ્રિયંકાની ભત્રીજીઓ એટલે કે કેવિન તથા ડેનિયલને બે દીકરીઓ છે. એલેના ચાર વર્ષની અને વેલેન્ટાઈના એન્જિલીના બે વર્ષની છે.

 


(વાંચો, પ્રિયંકા ચોપરાનાં સાસરિયાં અંગે...)

 

 

શ્રાવણ મહિનો હોવાથી સગાઈ પહેલાં પ્રિયંકા ચોપરાએ ઘરમાં કરાવ્યો રુદ્રાભિષેક, ત્રણ કલાક સુધી ચાલી પૂજા-વિધિ