આ છે ઐશ્વર્યા રાયની ભાભી શ્રીમા રાય, સુંદરતામાં નણંદથી નથી સહેજ પણ ઉતરતી

Shrima rai is a fashion blogger

divyabhaskar.com

Sep 10, 2018, 05:44 PM IST

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાયની સુંદરતાની દુનિયા દિવાની છે. જોકે, એશના ભાઈ આદિત્ય રાયની પત્ની અંગે ભાગ્યે જ કોઈને જાણ થશે. ઐશ્વર્યા રાયની ભાભીનું નામ શ્રીમા રાય છે. લગ્ન બાદ શ્રીમા રાય હાઉસ વાઈફ બની ગઈ છે. જોકે, એ પહેલાં તે એક સફળ મોડલ હતી.


હાલમાં ફેશન બ્લોગર તરીકે કરે છે કામઃ
હાલમાં શ્રીમા રાય ફેશન બ્લોગર કરીકે કામ કરે છે. 2009માં શ્રીમા રાય મિસિસ ઈન્ડિયાની ફર્સ્ટ રનર-અપ રહી હતી. શ્રીમા મેંગ્લોરિયન છે. તેનો પરિવાર અમેરિકામાં રહે છે.


ભાભી-નણંદ વચ્ચે ખાસ બોન્ડિંગઃ
એક ઈન્ટરવ્યૂમાં શ્રીમાએ કહ્યું હતું કે તે ઐશ્વર્યાને સુપરસ્ટાર તરીકે જોતી નથી. તે સૌ પહેલાં તેની નણંદ છે. તેઓ કામને લઈને ક્યારેય વાત નથી કરતાં પરંતુ એકબીજાને મોડલિંગ તથા રૅમ્પના અનુભવો તથા ટિપ્સ શૅર કરે છે.


બે દીકરાઓઃ
આદિત્ય તથા શ્રીમાને બે દીકરાઓ છે. શ્રીમા લાઈમ-લાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે પરંતુ તે સોશ્યિલ મીડિયામાં ઘણી જ એક્ટિવ છે. એશનો ભાઈ પહેલાં મર્ચન્ટ નેવીમાં કામ કરતો હતો. આદિત્યે બહેન એશ માટે ફિલ્મ 'દિલ કા રિશ્તા' પ્રોડ્યુસ કરી હતી.

નાની સાથે જોવા મળી ઐશ્વર્યા રાયની લાડલી દીકરી આરાધ્યા, એક જ ફ્રેમમાં ત્રણ પેઢી

X
Shrima rai is a fashion blogger
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી