Home » Bollywood » Gossip » Arjun Kapoor and Malaika Arora Were Shocked After Seeing Presence Of Media

12 વર્ષ મોટી ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરા સાથે ડિનર ડેટ પર પહોંચ્યો અર્જુન કપૂર, નિકળતા સમયે રેસ્ટોરાં બહાર મીડિયાને જોઈ ચોંક્યા Lovebirds

Divyabhaskar.com | Updated - Nov 07, 2018, 01:16 PM

ફેન્સની ભીડથી Girlfriend મલાઈકાને પ્રોટેક્ટ કરતો જોવા મળ્યો અર્જુન!

 • Arjun Kapoor and Malaika Arora Were Shocked After Seeing Presence Of Media
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  જાહેરમાં સાથે જોવાથી બચતા અર્જુન-મલાઈકા ડિનર ડેટ પર સ્પોટ થયા.

  મુંબઈઃ 33 વર્ષીય અર્જુન કપૂર મંગળવારે 12 વર્ષ મોટી ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરા સાથે બીકેસી સ્થિત નારા થાઈ રેસ્ટોરાં બહાર સ્પૉટ થયા હતા. તેઓ અહીં દિવાળી ડિનર માટે પહોંચ્યા હતા. આ સમયે મલાઈકાએ વ્હાઈટ ટેંક ટૉપ સાથે બ્લૂ ડેનિમ પહેરી હતી. જ્યારે અર્જુન કેજ્યુઅલ લુકમાં જોવા મળ્યો હતો. બંનેનું આમ જાહેરમાં સાથે આવવું તેમના રિલેશનશિપને કન્ફર્મ કરવાની પૃષ્ટિ સાથે જોડવામાં આવી રહ્યું છે.

  મીડિયાને જોઈ ચોંક્યા બંને, ફેન્સની ભીડથી મલાઈકાને પ્રોટેક્ટ કરતો જોવા મળ્યો અર્જુન


  - રેસ્ટોરાં બહાર મીડિયાની હાજરી જોઈ અર્જુન અને મલાઈકા ચોંક્યા હતા. જોકે અર્જુને આ સમયે મીડિયા અને ત્યાં હાજર રહેલા ફેન્સની ભીડ વચ્ચે 45 વર્ષીય ગર્લફ્રેન્ડને પ્રોટેક્ટ કરી ત્યાંથી બહાર નીકળવામાં મદદ કરી હતી.
  - છેલ્લા ઘણા સમયથી અર્જુન અને મલાઈકાનું રિલેશનશિપ ચર્ચાનો વિષય રહ્યો છે. તેઓ આવતાવર્ષે એપ્રિલ મહિનામાં લગ્ન કરી શકે છે. આ વાતનો સંકેત મલાઈકાના મિત્ર અને બોલિવૂડના જાણીતા ફિલ્મમેકર કરન જોહરે એક શો દરમિયાન આપ્યો હતો. કરનનો એક વીડિયો પણ અગાઉ વાઈરલ થયો હતો જેમાં તે મલાઈકાની ઈટાલી ટ્રિપ (જ્યાં બોયફ્રેન્ડ અર્જુન કપૂર પણ સાથે હતો) કેવી રહી તે અંગે પૂછી રહ્યો હતો. જોકે આ સવાલનો જવાબ આપવાના બદલે મલાઈકાએ વાત બદલી નાખી હતી.

  હેલોવીન લુક પર મલાઈકાએ કરી હતી અર્જુનની પ્રશંસા


  - તાજેતરમાં હેલોવીન ડે પર અર્જુને પોતાનો હેલોવીન લુક ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો તો મલાઈકાએ તેની પર તાત્કાલિક રિએક્શન આપ્યું હતું. મલાઈકાએ ફાયર (આગ)ની ઈમોજી શેર કરતા સંકેત આપ્યો કે, આ લુક સાથે અર્જુને આગ લગાવી દીધી છે.
  - આ પહેલા 23 ઓક્ટોબરે મલાઈકાનો 45મો જન્મદિવસ સેલિબ્રેટ કરવા માટે અર્જુન પણ ઈટાલી ગયો હતો. બંને એક અઠવાડિયું ત્યાં રોકાયા હતા અને એરપોર્ટ બંને એકબીજાનો હાથ પકડીને ફરતા હોવાની તસવીર પણ સોશ્યિલ મીડિયા પર વાઈરલ થઈ હતી.
  - જોકે બંને ભારત એક જ ફ્લાઈટમાં પહોંચ્યા પછી એરપોર્ટ પર મીડિયાને જોતા જ એકબીજાથી દૂર થઈ ગયા હતા.

  રિયાલિટી શોના સેટ પર અર્જુન-મલાઈકાની સાથે કર્યો હતો ડાન્સ

  - 45મા જન્મદિવસ પહેલા મલાઈકાએ અર્જુન સાથે રિયાલિટી શો ‘ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’માં ડાન્સ કર્યો હતો. અહીં અર્જુન પોતાની ફિલ્મ ‘નમસ્તે ઈંગ્લેન્ડ’ જોવા પહોંચ્યો હતો.
  - આ સમયે તેણે એકપણ ક્ષણ માટે 12 વર્ષ મોટી મલાઈકાનો હાથ છોડ્યો નહોતો, સ્ટેજ પર બંનેએ ‘બીટ પે બૂટી’ સોન્ગ પર ડાન્સ કરતા જોવા મળ્યા. તેઓ સ્ટેજ પર એકબીજાનો હાથ પકડીને જ આવ્યા હતા.
  - મલાઈકા અને અર્જુન ઘણીવાર સાથે જોવા મળ્યા છે પરંતુ તેઓ એકબીજાના સંબંધોને સ્વીકારતા નથી. તેઓ સંદીપ ખોસલાની પાર્ટીમાં એક જ કારમાં પહોંચ્યા હતા. બંને કુણાલ રાવલના ફેશન શોમાં પણ સાથે જોવા મળ્યા હતા.
  - તાજેતરમાં જ અરબાઝ ખાને મલાઈકા સાથેના ડિવોર્સ બાદ પોતાની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા સાથેના સંબંધ પર વાત કરી હતી અને તેને ડેટ કરતો હોવાની વાત સ્વીકારી હતી.

  ડિવોર્સ બાદ ખ્યાલ આવ્યો કે જીવન કયા જતું હતું:


  મલાઈકાએ કહ્યું હતું કે તેના મનમાં અનેક પ્રકારના વિચારો હતો. જે રીતે બધાના મનમાં વિચાર હોય તે પણ એ જ વિચારતી હતી કે આગળ શું થશે. જીવન કયા લઈને જશે. જોકે, તેણે એક પણ વાતને પોતાના મન પર હાવિ થવા દીધી નહોતી. તેના માટે આ સૌથી સારી વાત હતી. તેને બધું જ સમય પર છોડી દીધું હતું અને સારા સમયની રાહ જોઈ હતી.

  એકતા કપૂરના ઘરે થઈ દિવાળી પાર્ટી, પતિ રાજ કુન્દ્રા સાથે પહોંચી શિલ્પા શેટ્ટી જ્યારે ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા સાથે આવ્યો અરબાઝઃ Pics

 • Arjun Kapoor and Malaika Arora Were Shocked After Seeing Presence Of Media
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  અર્જુન કપૂર મંગળવારે 12 વર્ષ મોટી ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરા સાથે ડિનર ડેટ માણવા નીકળ્યો હતો.
 • Arjun Kapoor and Malaika Arora Were Shocked After Seeing Presence Of Media
  ફેન્સની ભીડથી Girlfriend મલાઈકાને પ્રોટેક્ટ કરતો જોવા મળ્યો અર્જુન કપૂર.
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ