Divya Bhaskar

Home » Bollywood » Gossip » Surprising Name in List of Bollywood Celeb With World Record is Abhishek Bachchan

Top 7 સેલિબ્રિટીઝના નામે છે એવા વર્લ્ડ રેકોર્ડ, જેની તમે કલ્પના પણ નહીં કરી હોય

Divyabhaskar.com | Updated - Feb 07, 2018, 02:33 PM

આ વર્લ્ડ રેકોર્ડ્ઝમાં જાણીતા સેલેબ્સ અને ફિલ્મ સામેલ છે

  • Surprising Name in List of Bollywood Celeb With World Record is Abhishek Bachchan
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    અભિષેકને ભલે ફિલ્મોમાં ઓછા એવોર્ડ મળ્યા હોય પણ તેની ગરજ આ એક વર્લ્ડ રેકોર્ડ જ સારી લે છે.

    મુંબઈઃ ઘણા ભારતીય લોકો કોઈને કોઈ અનોખા કામ થકી વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરવામાં સફળ રહ્યાં છે. જેમાં બોલિવૂડ સેલેબ્સ પણ પાછળ નથી. જોકે બોલિવૂડ સેલેબ્સમાંથી અભિષેક બચ્ચનનું નામ લિસ્ટમાં સૌથી ચોંકાવનારું છે. આ પેકેજમાં અભિષેક બચ્ચન સહિત 7 સેલેબ્સના વર્લ્ડ રેકોર્ડ અંગે જણાવી રહ્યાં છીએ.

    અભિષેક બચ્ચનના નામે છે આ વર્લ્ડ રેકોર્ડ...


    - ભલે અભિષેક બચ્ચન પોતાના પિતાની જેમ બોલિવૂડ ફિલ્મસમાં ભવ્ય સફળતા નથી મેળવી શક્યો.
    - પોતાના 16 વર્ષના બોલિવૂડ ફિલ્મ કરિઅરમાં અભિષેક પાસે હોવા જોઈએ તેટલા એવોર્ડ તો નથી પણ તેના નામે વર્લ્ડ રેકોર્ડ નોંધાયેલો છે.
    - અભિષેક બચ્ચન ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્ઝમાં ‘કોઈપણ સ્ટાર દ્વારા 12 કલાકની અંદર સૌથી વધુ પબ્લિક ઈવેન્ટ્સમાં હાજરી’નો રેકોર્ડ ધરાવે છે.’

    (આગળની સ્લાઈડ્સમાં જાણો વર્લ્ડ રેકોર્ડ્ઝ ધરાવતા અન્ય સ્ટાર્સ વિશે.....)

  • Surprising Name in List of Bollywood Celeb With World Record is Abhishek Bachchan
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    કપૂર ફેમિલીમાં હાલમાં રણબીર, કરિના અને રિશી કપૂર ફિલ્મોમાં વધુ જોવા મળી રહ્યાં છે.

    ધ કપૂર ફેમિલી


    - કપૂર ફેમિલી ઈન્ડસ્ટ્રીની એવી સિંગલ ફેમિલી છે જે બોલિવૂડની સૌથી મોટી ફેમિલી છે. આ ફેમિલીમાંથી બોલિવૂડને 24 એક્ટર્લ મળ્યા છે. કપૂર ફેમિલીએ બોલિવૂડ એકચક્રી શાસન કર્યું છે અને આ માટે તેઓ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્ઝમાં સ્થાન પણ મેળવી શક્યા છે.

  • Surprising Name in List of Bollywood Celeb With World Record is Abhishek Bachchan
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    આ ફિલ્મમાં રીતિકની સાથે અમિષા પટેલ હતી.

    રીતિક રોશનની ડેબ્યૂ ફિલ્મ


    - રીતિક રોશનની ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’ વર્ષ 2000માં બોલિવૂડની સૌથી સફળ કોમર્શિયલ ફિલ્મ સાબિત થઈ હતી.
    - આ ફિલ્મે કુલ 102 એવોર્ડ્ઝ પોતાના નામે કર્યા હતા અને આ જ કારણે ફિલ્મનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્ઝમાં સામેલ થયું હતું.

  • Surprising Name in List of Bollywood Celeb With World Record is Abhishek Bachchan
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    90ના દાયકામાં કુમાર સાનુએ ઘણા રોમાન્ટિક ગીતો ગાયા હતા.

    કુમાર સાનુ


    - કુમાર સાનુ એક જાણીતા સિંગર છે. તેમણે વર્ષ 1993માં એક જ દિવસમાં 28 ગીતો રેકોર્ડ કરાવીને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્ઝમાં સ્થાન મેળવ્યું હતું.  

  • Surprising Name in List of Bollywood Celeb With World Record is Abhishek Bachchan
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    મેલોડી ક્વિન આશા ભોંસલે મોટાભાગની ભાષાઓમાં ગીત ગાયા છે.

    આશા ભોંસલે


    - બોલિવૂડની મેલોડી ક્વિન તરીકે જાણીતા આશા ભોંસલેના નામે 1947થી અત્યારસુધીમાં 11000 જેટલા સોલો, ડ્યૂએટ અને કોરસ બેક્ડ સોંગ્સ અને અમુક અન્ય 20થી વધુ ભાષામાં નોંધાયેલા છે. આશા ભોંસલેનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્ઝમાં ‘2011ના મોસ્ટ રેકોર્ડેડ આર્ટિસ્ટ’ તરીકે નોંધાયું હતું.

  • Surprising Name in List of Bollywood Celeb With World Record is Abhishek Bachchan
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    બાહુબલીના પ્રથમ ભાગનું આ પોસ્ટર કોચીમાં આમ પાથરવામાં આવ્યું હતું.

    બાહુબલી- The Beginning

     

    - પ્રભાસ, રાણા દગ્ગુબાટી, અનુષ્કા શેટ્ટી અને તમન્ના ભાટિયા સ્ટારર બાહુબલી ફિલ્મે તેના પોસ્ટરના કારણે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્ઝમાં સ્થાન મેળવ્યું હતું. ફિલ્મનું પોસ્ટર 50,000 સ્કે. ફૂટ અને પોસ્ટર એરિયા 4,793.65 m² (51,598.21 ft²) ધરાવતું હતું, જે વિશ્વનું સૌથી મોટુ પોસ્ટર હતું.

  • Surprising Name in List of Bollywood Celeb With World Record is Abhishek Bachchan
    અંમિતાભે ઘણી ફિલ્મોમાં પણ ગીત ગાયા છે.

    અમિતાભ બચ્ચન


    - દીકરા અભિષેક બચ્ચનની જેમ પિતા અને બોલિવૂડ લેજેન્ડ અમિતાભ બચ્ચનના નામે પણ વર્લ્ડ રેકોર્ડ નોંધાયેલો છે. અમિતાભ બચ્ચને ભક્તિ સોંગ ‘શ્રી હનુમાન ચાલીસા’ ગાયુ હતું, જેને શેખર રવજલાનીએ કમ્પોઝ કર્યું હતું, જેમાં વિશાલ-શેખરે મ્યૂઝીક અને 19 બીજા જાણીતા સિંગર્સના યોગદાને તેને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્ઝમાં સ્થાન અપાવ્યું હતું.

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending