5 કરોડ રૂપિયાના ઘરની Owner છે ટાઈગરની ગર્લફ્રેન્ડ દિશા પટણી, જેગુઆર-મર્સિડીઝ અને BMW જેવી કાર કરે છે મેન્ટેન

ઈન્ડસ્ટ્રીમાં દિશા તે સ્ટાર્સમાં સામેલ છે જે 30 વર્ષથી ઓછી વયે 100 કરોડી ફિલ્મ આપી ચૂક્યા છે.

divyabhaskar.com | Updated - Sep 11, 2018, 07:14 PM
Was Tiger Shroff Moved In Disha Patani House For Live In Relationship

મુંબઈઃ દિશા પટણી ભલે કહેવા ખાતર બોલિવૂડમાં ન્યૂકમર છે પરંતુ લોકપ્રિયતા મામલે ઘણી આગળ છે. ઈન્ડસ્ટ્રીમાં દિશા તે સ્ટાર્સમાં સામેલ છે જે 30 વર્ષથી ઓછી વયે 100 કરોડી ફિલ્મ આપી ચૂક્યા છે. તેની ફિલ્મ ‘બાગી-2’એ બોક્સ ઓફિસ પર જબરદસ્ત ધમાલ મચાવી હતી. ફિલ્મમાં દિશા સામે તેનો કથિત બોયફ્રેન્ડ ટાઈગર શ્રૉફ એક્શન કરતો જોવા મળ્યો હતો. દિશાના સ્ટાઈલ સ્ટેટમેન્ટની વાત કરીએ તો તેના શૌખ ઘણા મોંઘા છે. વાસ્તવમાં દિશા પટણીની નેટ વર્થ 55 કરોડ રૂપિયા છે જ્યારે તેની વાર્ષિક આવક 17 કરોડ રૂપિયા છે. આજે અમે દિશાની 5 મોંઘી વસ્તુઓ અંગે જણાવી રહ્યાં છીએ.

1 House in Bandra - Rs 5 crore
- દિશાનું મુંબઈના બાન્દ્રામાં પોતાનું ઘર છે. તેણે નવું અપાર્ટમેન્ટ 2017માં પોતાને જ ભેટમાં આપ્યું હતું. દિશાએ પોતાના ઘરનું નામ ‘લિટિલ હટ’ રાખ્યું છે જેની કિંમત 5 કરોડ રૂપિયા છે.
- દિશાના ઘર ખરીદવા સમયે એવી વાત સામે આવી હતી કે, તે પોતાના કથિત બોયફ્રેન્ડ સાથે આ ઘરમાં લિવ ઈનમાં રહી શકે છે. જોકે ટાઈગર ત્યાં શિફ્ટ થયો નહીં.

2 BMW 5 Series - Rs 52 lakh
- દિશાને કાર કલેક્શનનો પણ શોખ છે. તેની પાસે BMW 5 Seriesની કાર છે જેની કિંમત 52 લાખ રૂપિયા છે. તે આ કારમાં ઘણીવાર જોવા મળે છે.

3 Jaguar F-Pace - Rs 60 lakh
- BMW જ નહીં દિશા પાસે જેગુઆર જેવી કાર્સ પણ છે. તેની પાસે 60 લાખ રૂપિયાની Jaguar F-Pace કાર છે.

4 Mercedes E220 - Rs 56 lakh
- એક્ટ્રેસ દિશા પટણી 56 લાખની કિંમતવાળી આ મર્સિડીઝ પણ મેન્ટેન કરે છે.

5 Audi A6 - Rs 54 lakh
- દિશાના કાર કલેક્શનમાં ઑડી પણ સામેલ છે.

એક નહીં ઘણી બ્રાન્ડ્ઝની એડ કરી ચૂકી છે દિશા


- દિશા લૉરિયલ પેરિસ, રિલાયન્સ ડિજીટલ, ડિઝાઈનર સબ્યસાચી બ્રાઈડલ કલેક્શન મૉડલ, ગાર્નિયર કલર, ટીવીએસ, કેડબરી અને ઘણા ફિટનેસ બ્રાન્ડ માટે જાહેરાત કરી ચૂકી છે. તે ફિલ્મ્સની સાથે મૉડલિંગ અને ફેશન વર્લ્ડ સાથે જોડાયેલી છે.
- બરેલીમાં જન્મેલી દિશા 2013માં ‘ફેમિના મિસ ઈન્દોર’ની રનર અપ રહી છે. 2015માં આવેલી તેલુગુ ફિલ્મ ‘લોફર’થી તેણે ડેબ્યૂ કર્યું. જે પછી તે ‘એમ.એસ.ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી’ (2016), ટાઈગર સાથેની રોમાન્ટિક સિંગલ ‘બેફિક્રા’ અને ફિલ્મ ‘બાગી-2’માં પણ જોવા મળી હતી.
- હવે દિશા, સલમાન ખાન અને કેટરીના કૈફ સ્ટારર ફિલ્મ ‘ભારત’માં જોવા મળશે, ફિલ્મ અલી અબ્બાસ જફર ડિરેક્ટ કરી રહ્યાં છે.

(નોંધ- તમામ આંકડા ઈન્ટનેટ પર ઉપલબ્ધ માહિતી અનુસારના છે.)

જાહન્વી કપૂરે પહેરી એકદમ મોંઘી ટી-શર્ટ, ઢીલી-ઢીલી રહેતી આ ટી-શર્ટ પર લખી હતી રસપ્રદ વાત

X
Was Tiger Shroff Moved In Disha Patani House For Live In Relationship
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App