દેવું ઉતારવા માટે કેબીસીમાં પહોંચ્યો સ્પર્ધક, જોડીદારે સૂચવેલા ખોટા જવાબને કારણે ગુમાવવી પડી 9 લાખથી વધુની રકમ

જે મિત્રને લગ્ન માટે શોધી આપ્યો હતો ડૉક્ટર યુવક, પછી પોતે જ તેને બનાવી પત્ની

divyabhaskar.com | Updated - Nov 07, 2018, 05:34 PM
Kaun Banega Crorepati Contestant Lost 9.30 Lakh Rupee Due To Single Mistake

મુંબઈઃ ટીવીનો સૌથી લોકપ્રિય શો ‘કૌન બનેગા કરોડપતિ 10’માં 6 નવેમ્બરના એપિસોડમાં લખન સોલંકી હોટ સીટ પર પહોંચ્યો હતો, તે મધ્ય પ્રદેશનો છે અને એક ફોરેસ્ટ ગાર્ડ છે. તે શોમાં 5 નવેમ્બરે આવ્યો હતો અને 6 તારીખે આઠમા સવાલથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. લખનના પિતા એક ખેડૂત અને તે જ તેમના પરિવારની આવકનો સ્ત્રોત હતું. લખનનો અભ્યાસ ઘણા સંઘર્ષના દિવસમાં પૂર્ણ થયો. લખન શોમાં પોતાનું દેવું પૂર્ણ કરવાના ઈરાદે આવ્યો હતો પરંતુ તેને મદદ કરવા આવેલા જોડીદારે જ મોટું નુકસાન કરાવ્યું હતું.

અમિતાભે પૂછ્યું તો જણાવી લવ સ્ટોરી


- લખનને જોઈ અમિતાભ પણ થોડા ભાવુક લાગી રહ્યાં હતા. તેઓ લખનને પૂછતા હતા કે, શું તે હસતો નથી.
- અમિતાભે લખનને તેના લગ્ન અંગે પ્રશ્ન કર્યો તો તેણે જણાવ્યું કે, તે અને તેની પત્ની એક જ કોચિંગ ક્લાસમાં ભણતા હતા. પહેલા મિત્રતા થઈ અને આ સમયે જ તેણે પોતાની મિત્રને પૂછ્યું હતું કે- તેને લગ્ન માટે કેવો છોકરો જોઈએ છે? તેણે ડોક્ટર સાથે લગ્ન કરવાની વાત કરતા લખને પોતાના એક ડોક્ટર મિત્ર સાથે તેની મુલાકાત કરાવી હતી. જોકે આ બંને વચ્ચે પ્રેમસંબંધ જેવો મેળ ના પડ્યો.
- ડોક્ટર મિત્ર સાથે પોતાની મિત્રનો મેળ ના પડ્યો પછી લખન અને તેની તે સમયની મિત્ર તથા હાલ પત્નીને બંને વચ્ચેના પ્રેમનો એહસાસ થયો.

- બંનેનો પ્રેમ થયાનું સમજાયા બાદ લખને પોતાની મિત્રને પ્રપોઝ કર્યું જે પછી બંનેના પરિવારજનો પણ આ લગ્ન માટે તૈયાર થઈ ગયા. પહેલા સગાઈ થઈ ત્યારે લખનની બહેન એટલી બીમાર પડી કે તે બચી શકી નહીં. લખને બહેનના સારવાર માટે લોન લીધી હતી અને આ જ દેવાની ચૂકવણી કરવા માટે કેબીસીનો વિકલ્પ સિલેક્ટ કર્યો.

12.50 લાખની રકમ જીતવાને બદલે લઈ ગયો 3.20 લાખ..


- લખન શોમાં 12.50 લાખ રૂપિયાના સવાલ સુધી પહોંચી ગયો હતો પરંતુ જોડીદારના ખોટા જવાબ સૂચવવાના કારણે તે 3.20 લાખે પહોંચી ગયો. જે પછી મધ્ય પ્રદેશના જ ચમન સોનીને હોટ સીટ પર આવવાની તક મળી હતી.

64 વર્ષીય કમલ હાસને 22 વર્ષ નાની એક્ટ્રેસને કરી ડેટ, 2 લગ્ન, 2 અફેર અને એક લિવ-ઈન રિલેશનશિપ બાદ પણ આજે છે એકલા

X
Kaun Banega Crorepati Contestant Lost 9.30 Lakh Rupee Due To Single Mistake
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App