Home » Bollywood » Gossip » ફ્લોપ ફિલ્મ્સને કારણે ધરમપાજીએ કરિશ્માને ન આપ્યું કામ I Dharmendra Not Signed Karishma For Film

બોબી સાથેની ફિલ્મમાં કરિશ્માને લેવા માગતા હતા ધર્મેન્દ્ર, પછી એક કારણેે બદલ્યો નિર્ણય

Divyabhaskar.com | Updated - Jun 25, 2018, 12:28 PM

કરિશ્મા કપૂરે જ્યારે ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી ત્યારે તેની ડ્રેસિંગ સેન્સ ઘણી જ ખરાબ હતી

  • ફ્લોપ ફિલ્મ્સને કારણે ધરમપાજીએ કરિશ્માને ન આપ્યું કામ I Dharmendra Not Signed Karishma For Film

    મુંબઈઃ કરિશ્મા કપૂર 44 વર્ષની થઈ ગઈ છે. તેનો જન્મ 25 જૂન 1974ના રોજ મુંબઈમાં થયો હતો. શોમેન રાજ કપૂરની પૌત્રી અને એક્ટર રણધીર કપૂરની દીકરી કરિશ્માએ માત્ર 17 વર્ષની વયે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. 1991માં આવેલી ફિલ્મ ‘પ્રેમ કેદી’થી કરિશ્માએ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તેનો કો-સ્ટાર સાઉથનો હીરો હરીશ કુમાર હતો. આ ફિલ્મ ફ્લોપ રહી હતી. તે પછી કરિશ્માની સતત 12 ફિલ્મ્સમાં આવી હતી જે સુપરફ્લોપ રહી હતી. આ ફિલ્મ્સના ફ્લોપ રહેવાને કારણે તે આખી રાત રડતી રહેતી હતી. આ સમયે ધર્મેન્દ્ર પોતાના દીકરા બોબી દેઓલને બોલિવૂડમાં લોન્ચ કરવા માગતા હતા અને પહેલા તેઓ કરિશ્માને ફિલ્મમાં લેવાના હતા, જોકે કરિશ્માની સતત ફ્લોપ થઈ રહેલી ફિલ્મ્સને જોતા તેમણે પોતાના નિર્ણય બદલી ટ્વિંકલને બોબી સાથેની ફિલ્મમાં લીધી હતી.

    કરિશ્માની ડ્રેસિંગ સેન્સ પર ઉઠ્યા હતા સવાલો


    - કરિશ્મા કપૂરે જ્યારે ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી ત્યારે તેની ડ્રેસિંગ સેન્સ ઘણી જ ખરાબ હતી. ઘણીવાર મીડિયાએ તેના ડ્રેસિંગ સેન્સ અને મેકઅપની ઠેકડી ઉડાડી હતી. અમુક લોકો તેને પિતાના નામે ચીઢવતા અને લેડી રણધીર કપૂર કહેતા હતા.
    - ડેબ્યૂના 4 વર્ષ બાદ 1994માં આવેલી ફિલ્મ ‘રાજા બાબૂ’એ કરિશ્માને સ્ટાર બનાવી હતી. આ ફિલ્મમાં તે ગોવિંદા સાથે જોવા મળી હતી.
    - ‘રાજા બાબૂ’ના હિટ થવા પર ડિરેક્ટર્સ કરિશ્માને નોટિસ કરવા લાગ્યા હતા. 1996માં આવેલી ફિલ્મ ‘રાજા હિન્દુસ્તાની’એ કરિશ્માને સુપરસ્ટાર બનાવી દીધી હતી. આ ફિલ્મ માટે તેને બેસ્ટ એક્ટ્રેસનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. 1997માં આવેલી ફિલ્મ ‘દિલ તો પાગલ હૈ’ માટે કરિશ્મા કપૂરને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો નેશનલ એવોર્ડ મળ્યો હતો.
    - હાલ કરિશ્મા કપૂર ફિલ્મ્સથી દૂર છે. તે છેલ્લે 2012માં આવેલી ફિલ્મ ‘ડેન્જરસ ઈશ્ક’માં જોવા મળી હતી. જોકે, તે શાહરૂખ ખાનની અપકમિંગ ફિલ્મ ‘ઝીરો’માં કેમિયો કરતી જોવા મળશે.

    2003માં લગ્ન, 2016માં છૂટાછેડા


    - કરિશ્માએ 2003માં બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા. તેના બે બાળકો સમાયરા અને કિયાન રાજ છે. જોકે સંજય કપૂરે 2016માં કરિશ્મા અલગ થતા છૂટાછેડા લઈ લીધા હતા. હાલ કરિશ્મા બિઝનેસમેન સંદીપ તોષનીવાલને ડેટ કરી રહી છે, બંનેને ઘણીવાર પાર્ટી કે ડિનર-લંચ ડેટ પર જોવામાં આવે છે.

    આ છે કરિશ્માની 13 ફ્લોપ ફિલ્મ્સ


    - કરિશ્મા કપૂરની ‘પ્રેમ કેદી’ (1991), ‘પોલીસ ઓફિસર’ (1992), ‘જાગૃતિ’ (1992), ‘નિશ્ચય’ (1992), ‘સપને સાઝન કે’ (1992), ‘દીદાર’ (1992), ‘જીગર’ (1992), ‘અનાડી’ (1993), ‘મુકાબલા’ (1993), ‘સંગ્રામ’ (1993), ‘શક્તિમાન’ (1993), ‘ધનવાન’ (1993), ‘પ્રેમ શક્તિ’ (1994) ફિલ્મ્સ ફ્લોપ રહી હતી.

    કરિશ્મા કપૂરની હિટ ફિલ્મ્સ


    - કરિશ્માએ ‘સુહાગ’ (1994), ‘ગોપી કિશન’ (1994), ‘કુલી નં. 1’ (1995), ‘જીત’ (1996), ‘રાજા હિન્દુસ્તાની’ (1996), ‘હીરો નં. 1’ (1997), ‘દિલ તો પાગલ હૈ’ (1997), ‘જુડવાં’ (1997), ‘બીવી નં. 1’ (1999), ‘હમ સાથ-સાથ હૈ’ (1999) જેવી હિટ ફિલ્મ્સમાં કામ કર્યું હતું.

    ફિલ્મ્સથી દૂર હોવા છતાંય અહીંયા આમ Busy રહે છે કરિશ્મા કપૂર, આવી છે Life

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ