Divya Bhaskar

Home » Bollywood » Gossip » randhir kapoor said in one interview, he is happy with his daughters success

આ કારણથી પત્નીથી 20 વર્ષ સુધી દૂર રહ્યા કરિશ્મા-કરિના કપૂરના પપ્પા!

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 01:21 PM

બોલિવૂડ એક્ટ્રેસ કરિના કપૂર છેલ્લાં કેટલાંય સમયથી ચર્ચામાં છે

  • randhir kapoor said in one interview, he is happy with his daughters success
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ કરિના કપૂર છેલ્લાં કેટલાંય સમયથી ચર્ચામાં છે. કરિના કપૂર હાલમાં જ સિંગાપોરમાં ફેશન ડિઝાઈનર મનિષ મલ્હોત્રાના શોમાં શો-સ્ટોપર બની હતી. કરિના કપૂર પહેલાં કરતાં ઘણી જ પાતળી દેખાય છે. આ વાતને લઈ કરિના કપૂર સોશ્યિલ મીડિયામાં ટ્રોલ પણ થઈ હતી. કરિના કપૂર અંગે તો ચાહકોને ખ્યાલ છે પરંતુ તેના પેરેન્ટ્સ અંગે ભાગ્યે જ કોઈને ખ્યાલ હશે. કરિનાના પેરેન્ટ્સ છેલ્લાં 20 વર્ષથી અલગ રહે છે. આટલું જ નહીં ગયા વર્ષે એક ઈન્ટરવ્યૂમાં રણધિર કપૂરે કહ્યુ પણ હતુ કે તે ઈચ્છે છે તેની પૈસાદાર દીકરીઓ તેને દત્તક લઈ લે.


    ફિલ્મ દરમિયાન રણધિર-બબિતા પડ્યા પ્રેમમાં:
    1971માં ફિલ્મ 'કલ આજ ઔર કલ'ના શૂટિંગ દરમિયાન રણધિર તથા બબિતા એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતાં. ત્યારબાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે બબિતાએ લગ્ન ક્રયાં ત્યારે તેની ઉંમર 24 વર્ષની હતી. બંનેને બે દીકરીઓ કરિશ્મા તથા કરિના છે.


    દીકરીઓને ફિલ્મ્સથી રાખવી હતી દૂરઃ
    રણધિરની ઈચ્છા હતી કે તેની બંને દીકરીઓ બોલિવૂડથી દૂર રહે પરંતુ બબિતા દીકરીઓને ફિલ્મ એક્ટ્રેસ બનવવા માંગતી હતી. આ વાતને લીધી બંને વચ્ચે મતભેદો થવા લાગ્યા હતાં અને અંતે 1988માં બબિતા બંને દીકરીઓ સાથે ઘર છોડીને જતી રહી હતી. પાપા રણધિરની મરજી વિરૂદ્ધ કરિશ્માએ ફિલ્મ્સમાં કામ કરવાની શરૂઆત કરી હતી. 1991માં ફિલ્મ 'પ્રેમકેદી'થી કરિશ્માએ બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું.

    (વાંચો, રણધિર કે બબિતાએ નથી લીધા ડિવોર્સ....)

  • randhir kapoor said in one interview, he is happy with his daughters success
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    ના ડિવોર્સ લીધા ના કર્યાં બીજા લગ્નઃ
    પતિ-પત્ની 20 વર્ષથી અલગ રહે છે પરંતુ રણધિર કે બબિતાને ક્યારેય ડિવોર્સ લેવાનો વિચાર આવ્યો નહોતો અને ના તો બીજા લગ્નનો. કરિશ્માએ ડેબ્યૂના 9 વર્ષ બાદ 2000માં કરિનાએ પણ બોલિવૂડમાં કામ કરવાની શરૂઆત કરી હતી. બંને પોત-પોતાના સમયમાં બોલિવૂડની ટોપ એક્ટ્રેસિસમાં સામેલ રહી છે. 

  • randhir kapoor said in one interview, he is happy with his daughters success
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    દીકરીઓને કહ્યુ, દત્તક લઈ લો

    ગયા વર્ષે એક ઈન્ટરવ્યૂમાં રણધિર કપૂરે કહ્યુ હતુ કે તે પોતાની બંને દીકરીઓની કરિયર તરફ નજર કરે છે તો તેને ઘણી જ ખુશી થાય છે. તે અનેકવાર દીકરીઓને કહી ચૂક્યા છે કે તે બંનેએ તેમના કરતા વધુ પૈસાદાર તથા લોકપ્રિયતા મેળવી છે. દીકરી તેને દત્તક લઈ લે.

  • randhir kapoor said in one interview, he is happy with his daughters success

    આ રીતે કરે છે સમય પસારઃ
    71 વર્ષીય રણધિર કપૂર પોતાના ઘરે એકલા જ રહે છે. રણધિર કપૂરે એક ઈન્ટરવ્યૂમાં પોતાના આખા દિવસનું શિડ્યૂઅલ કહ્યુ હતુ. તે પ્રમાણે, તે રોજ આરકે સ્ટુડિયો જાય છે. પછી બાંદ્રામાં દીકરીઓના સંતાનોને મળે છે. ત્યારબાદ ઓટર્સ ક્લબમાં જઈને ફ્રેન્ડ્સ સાથે વાતો કરે છે. ફ્રેન્ડ્સ સાથે જોક્સ કરે, દારૂ પીવે અને પોત-પોતાના બિલ ચૂકવીને છૂટા પડે છે. તે ઘરે જઈને ડિનર લઈ સૂઈ જાય છે. 

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending