સોનમ કપૂરને કરન જોહર આપશે લાખોની ગિફ્ટ, આવી Royal Gift નહીં જોઈ હોય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઇ: સોનમ કપૂરના લગ્નની બોલિવૂડ સેલિબ્રિટી અને ફેન્સ રાહ જોઇ રહ્યાં છે. શુક્રવાર સાંજે વરૂણ ધવન, કરણ જોહર, અર્જૂન કપુર, અનુપમ ખેર અને જેકલીન ફર્નાન્ડીઝ જેવા મોટા સ્ટાર સોનમના ઘરે પહોચ્યા હતા. સંગીતમાં વરૂણ અને જેકલીનના પરફોર્મ કરવાના પણ સમાચાર છે. સંગીતની રિહર્સલના કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે જેમાં કપૂર ફેમિલી સલમાન 

ખાનના સોન્ગ 'સ્વૈગ સે સ્વાગત' પર ડાન્સ કરતા જોવા મળી રહ્યાં છે. આ વચ્ચે એક મોટા સમાચાર પણ આવ્યા છે કે જ્હાનવી કપૂર પોતાના કઝિનના લગ્નમાં પરફોર્મ નહી કરે.  કરણ 

જોહરે દુલ્હનને ગિફ્ટ આપવાની તૈયારી પણ કરી લીધી છે.

 

કરણ જોહર આપશે સોનમને ગિફ્ટ

 

સોનમ કપૂરના નજીકના મિત્ર કરણ જોહરે દુલ્હનને ગિફ્ટ આપવાની તૈયારી કરી લીધી છે. કરણ જ્વેલરીથી લઇને સાડી અને મિઠાઇ સુધી ગિફ્ટમાં આપવાનો નિર્ણય કર્યો છે. એક રિપોર્ટ અનુસાર કરણ જોહરે ગિફ્ટની તમામ ડિટેલ આપી છે. કરણ જોહર પોતાની મિત્રને આમ્રપાલી ઝુમકા, હાથની બંગડીનો સેટ અને ડાયમંડ ઇયરરિંગ ગિફ્ટ કરશે. આ સિવાય કરણે સોનમને 

કાંજીવરમ સાડી આપવાનો નિર્ણય કર્યો છે. સાડી જ્વેલરી બાદ મિઠાઇ પણ તે આપશે. કરણ જોહર દિલ્હીના નાથૂ સ્વીટના મોતીચૂરના લાડુ પણ ગિફ્ટમાં આપશે. 

 

આગળની સ્લાઇડમાં જુઓ, સબંધિત વધુ તસવીરો...

અન્ય સમાચારો પણ છે...