70 વર્ષ જૂના આર કે સ્ટુડિયોમાં કપૂર પરિવારે છેલ્લીવાર બાપ્પાનું કર્યું ગ્રાન્ડ વેલકમ, રણધિર કપૂર થઈ ગયો ભાવુક

randhir kapoor became emotional during rk studio ganpati celebration

divyabhaskar.com

Sep 14, 2018, 05:41 PM IST

મુંબઈઃ છેલ્લાં કેટલાંય સમયથી આર કે સ્ટુડિયોમાં ચર્ચામાં છે. કપૂર ખાનદાને આ સ્ટુડિયો વેચવાનો નિર્ણય કર્યો છે. આ વખતે કપૂર પરિવાર છેલ્લીવાર આર કે સ્ટુડિયોમાં ગણેશોત્સવ સેલિબ્રેટ કરી રહ્યું છે. ગુરૂવાર(13 સપ્ટેમ્બર)ના રોજ કપૂર પરિવારે આર કે સ્ટુડિયોમાં છેલ્લીવાર ગણેશ ચતુર્થી સેલિબ્રેટ કરી હતી. આ પ્રસંગે કપૂર પરિવાર ઘણો જ ભાવુક જોવા મળ્યો હતો. 70 વર્ષ પહેલાં રાજકપૂરે આર કે સ્ટુડિયો બનાવ્યો હતો પરંતુ ગયા વર્ષે આગ લાગવાને કારણે પરિવારે આ સ્ટુડિયોને વેચવાનો નિર્ણય લીધો હતો.


આર કે સ્ટુડિયોનો સ્ટાફ પણ ભાવુકઃ
ગણેશ ચતુર્થીના પ્રસંગે વાત કરતાં રણધિર કપૂર પોતાની ભાવનાઓ પર અંકુશ રાખી શક્યા નહોતાં. તેમણે કહ્યું હતું કે તેમનો પરિવાર હવે આ સ્ટુડિયોને બીજીવાર ચાલુ કરી શકવા સક્ષમ નથી. આથી જ વેચવાનો નિર્ણય કર્યો છે. પરિવાર પણ આ નિર્ણયથી દુઃખી છે. ગણેશ ચતુર્થીના દિવસે માત્ર કપૂર પરિવાર જ નહીં પણ પ્રોડક્શન હાઉસના અનેક કર્મચારીઓ પણ ભાવુક જોવા મળ્યાં હતાં. કપૂર પરિવારે આ છેલ્લી ગણેશ ચતુર્થી યાદગાર રહી જાય તે રીતે ગ્રાન્ડ સેલિબ્રેશન કર્યું હતું.


રણધિર કપૂરે કહી આ વાતઃ
ભાવુક રણધિર કપૂરે કહ્યું હતું કે ગણપતિ બાપ્પા તેમના માટે ખાસ છે. તેમણે પરિવાર સાથે એ નક્કી કર્યું હતું કે તો જ્યાં પણ જશે ત્યાં ગણપતિ સાથે જ રાખશે. સ્ટુડિયો બાદ તેમની ઓફિસ ભલે ગમે ત્યાં હોય તેઓ ત્યાં ગણપતિજીને લઈને જશે.


આ કારણે વેચવો પડે છે આરકે સ્ટુડિયોઃ
હાલમાં જ રણધિર કપૂરે ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં આગ લાગ્યા બાદ સ્ટુડિયોને ઘણું જ નુકસાન થયું છે. ત્યારબાદ સરકારે નક્કી કરેલા નોર્મ્સ પ્રમાણે, સ્ટુડિયોને મેઈન્ટેઈન રાખવામાં પણ ઘણો જ ખર્ચ આવી રહ્યો હતો. જેને કારણે વેચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


આ કારણો પણ આવ્યા સામેઃ
રણધિરે વધુમાં કહ્યું હતું કે આગ લાગવાને કારણે કપૂર પરિવારની અનેક એન્ટિક વસ્તુઓ પણ બળી ગઈ હતી. આગ લાગ્યા બાદ કપૂર પરિવાર માટે આ સ્ટુડિયોનું બીજીવાર બાંધકામ કરવું ઘણું જ મુશ્કેલ બની ગયું હતું. આ સ્ટુડિયો વેચાવાનું અન્ય એક કારણ એ પણ છે કે આટલી દૂર હવે કોઈ શૂટિંગ માટે આવતું નથી. હવે અંધેરી, ગોરેગાંવની આસપાસના લોકેશનમાં જ શૂટિંગ થાય છે. તો કેટલાંક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, રીષિ કપૂરે એમ કહ્યું હતું કે ભવિષ્યમાં બાળકોની વચ્ચે સંપત્તિને લઈને કાનૂની જંગ ના થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લાં કેટલાંય વર્ષોથી સ્ટુડિયોમાં ફિલ્મ્સનું શૂટિંગ ઘણું જ ઓછું થઈ ગયું છે. કેટલીક સીરિયલ્સ તથા જાહેરાતોના શૂટિંગ થાય છે. જોકે, હવે સ્ટુડિયોને ખર્ચ કાઢવો પણ મુશ્કેલ થઈ રહ્યો છે. રીષિ કપૂરે કહ્યું હતું કે તે સ્ટુડિયો વેચાવાથી દુઃખી છે પરંતુ રિનોવેટ કરાવવો ઘણો જ મુશ્કેલ છે. આર્થિક રીતે આનું સમારકામ કરાવવામાં આવે તે યોગ્ય નિર્ણય પણ નથી. ચેમ્બુરમાં આવેલો આ સ્ટુડિયો રાજ કપૂરના નિધન બાદ રણધિર કપૂર સંભાળતો હતો. 'પ્રેમગંથ'નું શૂટિંગ પણ અહીંયા કરવામાં આવ્યું હતું.


1948માં થયો હતો શરૂઃ
શો-મેન રાજકપૂરે 1948માં આર કે સ્ટુડિયો બનાવ્યો હતો. આ સ્ટુડિયો હેઠળ બનેલી પહેલી ફિલ્મ 'આગ' ફ્લોપ રહી હતી. જોકે, બીજી ફિલ્મ 'બરસાત' સુપરહિટ રહી હતી. સ્ટુડિયોનો લોગ 'બરસાત'ના રાજકપૂર તથા નરગિસના પોઝથી પ્રેરિત છે. અહીંયા 'આવારા', 'શ્રી 420', મેરા નામ જોકર', 'સંગમ', 'બોબી' તથા 'રામ તેરી ગંગા મેલી' જેવી ફિલ્મનું શૂટિંગ થયું છે.

ખરા ગુજરાતી! મહેમાનોને છેક કાર સુધી મૂકવા આવ્યા હતાં મુકેશ અંબાણી ને દીકરો અનંત અંબાણી

X
randhir kapoor became emotional during rk studio ganpati celebration
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી