રાજકપૂર દ્વારા બનાવવામાં આવેલો આર.કે.સ્ટુ઼ડિયો વેચાશે, કપૂર ખાનદારે મળીને લીધો નિર્ણય

આર.કે.સ્ટૂડિયોને 1940માં રાજ કપૂર દ્વારા બનાવવામાં આવ્યો હતો

DivyaBhaskar.Com | Updated - Aug 26, 2018, 04:11 PM
RK Studio Built By Raj Kapoor Now For Sale

મુંબઇ: બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં 100 વર્ષથી પણ વધુ લાંબા સમયથી સેવા આપી રહેલા કપૂર ખાનદાન રાજ કપૂર દ્વારા બનાવવામાં આવેલા આર.કે.સ્ટૂડિયોને વેચશે. આર.કે.સ્ટૂડિયોને 1940માં રાજ કપૂર દ્વારા બનાવવામાં આવ્યો હતો, જે મુંબઇના ચેમ્બુર વિસ્તારમાં લગભગ 2 એકર એરિયામાં ફેલાયેલો છે. રાજ કપૂરે આ સ્ટુડિયો ત્યારે બનાવ્યો હતો જ્યારે તેને આર.કે. બેનર હેઠળ પોતાની ફિલ્મ બનાવવાની શરૂ કરી હતી. વર્ષ 1988માં તેમના નિધન બાદ તેમનો પરિવાર જ તેને ચલાવી રહ્યો હતો.

રાજ કપૂરના પરિવારે લીધો નિર્ણય

આર.કે.સ્ટૂડિયોને વેચવાનો નિર્ણય રાજ કપૂરના પરિવારે મળીને લીધો છે, જેમાં તેમની પત્ની કૃષ્ણા, પુત્ર રણધીર, રિષિ અને રાજીવ કપૂર અને દીકરી ઋતુ નંદા, રીમા જૈનની સહમતી સામેલ છે. કપૂર ખાનદાને એક ટીમની રચના પણ કરી છે જે બિલ્ડર્સ, ડેવલપર્સ અને કોર્પોરેટર્સ સાથે મળીને સ્ટુડિયોની ડિલ કરવામાં લાગી છે.

કપૂર ખાનદાને જણાવ્યુ કે તે આર.કે.સ્ટૂડિયોનો અડધો ભાગ વેચી રહ્યાં છે અને અડધા ભાગને ફરી બનાવવામાં આવશે. રિષી કપૂરે જણાવ્યુ, આ સાચુ છે કે અમે સ્ટુડિયો વેચી રહ્યાં છીએ, આ નિર્ણય અમારા પરિવારે પોતાની છાતીમાં પત્થર મુકીને કર્યો છે. મહત્વપૂર્ણ છે કે આર.કે. બેનર હેઠળ અંતિમ ફિલ્મ વર્ષ 1999માં આ અબ લૌટ ચલે બની હતી. જેમાં એશ્વર્યા રાય બચ્ચન અને અક્ષય ખન્નાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. રાજેશ ખન્ના પણ આ ફિલ્મનો ભાગ હતા.

ગત વર્ષે 16 સપ્ટેમ્બરે આર.કે.સ્ટુડિયોમાં એક ડાન્સ રિયાલિટી શોના શૂટિંગ દરમિયાન આગ લાગી હતી. જેમાં આ સ્ટુડિયોમાં રાખવામાં આવેલી તમામ આઇકોનિક વસ્તુ બળીને ખાખ થઇ ગઇ હતી.

X
RK Studio Built By Raj Kapoor Now For Sale
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App