• Gujarati News
  • National
  • ઇસ્ટાગ્રામ ઉપર જાહન્વી કરી ચૂકી છે 72 પોસ્ટ, No Single Photo With Mom Sridevi

ઇસ્ટાગ્રામ ઉપર જાહન્વી કરી ચૂકી છે 72 પોસ્ટ, પરંતું મોમ શ્રીદેવી સાથે નથી સિંગલ તસવીર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઇઃ શ્રીદેવીની મોટી દીકરી જાહન્વી કપૂર ડેબ્યૂ ફિલ્મ 'ધડક'ની શૂટિંગ પૂર્ણ કરી ચૂકી છે, જે હાલ પોસ્ટ પ્રોડક્શનમાં છે. જાહન્વી હવે પોતાની કઝિન સોનમ કપૂરના લગ્નની તૈયારીમાં વ્યસ્ત છે. આ સિવાય તે પાર્ટી અને પબ્લિક અપીયરેન્સને લઇને પણ ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા ઉપર પણ સમયે-સમયે તેની હાજરી બરાબર રહે છે. પરંતું શું તમે ક્યારેય તેના ઓફિશિયલ ઇસ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર નજર કરી છે? આ એકાઉન્ટ ઉપર તેને એક મિલિયન કરતાં પણ વધારે લોકો ફોલો કરે છે. પરંતું મોમ શ્રીદેવીની સાથે એકપણ સિંગલ ફોટો ઇસ્ટાગ્રામ ઉપર નથી. 

 

- જાહન્વીના ઇસ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર અત્યાર સુધી 72 પોસ્ટ શેયર થઇ ગઇ છે. જેમાંથી મોટાંભાગની તસવીરમાં તે સિંગલ કે પિતા બોની કપૂર કે પછી નાની બહેન ખુશી કપૂર સાથે જોવા મળી છે. ત્યાં સુધી કે ડેબ્યૂ ફિલ્મમાં તેના કો-એક્ટર ઈશાન ખટ્ટરની પણ થોડી તસવીર આ એકાઉન્ટ ઉપર જોવા મળે છે. પરંતું મોમ શ્રીદેવીની સાથે સિંગલ તસવીર પણ તેના એકાઉન્ટમાં જોવા મળી રહી નથી. જોકે, માધુરી દીક્ષિત સાથે એક જગ્યાએ અને ખુશી કપૂરની સાથે એક મોટા કોલાર્જમાં પરિવારની સાથે શ્રીદેવી જોવા મળી રહી છે. પરંતું જાહન્વીની સાથે તેમની કોઇ સિંગલ તસવીર નથી.

 

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો વધુ....