મોમ જયા બચ્ચનને કારણે અભિષેક બચ્ચને તોડી નાખ્યા હતાં રાની મુખર્જી સાથેના સંબંધો!

recently aishwarya rai tight hug to rani mukerjii

divyabhaskar.com

Oct 04, 2018, 04:27 PM IST

મુંબઈઃ કૃષ્ણા રાજ કપૂરનું નિધન પહેલી ઓક્ટોબરના રોજ થયું હતું. તેમના અંતિમ દર્શને બોલિવૂડની અનેક હસ્તીઓ સામેલ થઈ હતી. આ સમયે ઐશ્વર્યા રાય અને રાની મુખર્જી પણ આવ્યા હતાં. એશે રાની મુખર્જીને ગળે વગાડી હતી. જેને કારણે અનેકને નવાઈ લાગી હતી. એશને રાની બિલકુલ પસંદ નહોતી પરંતુ જે રીતે એક્ટ્રેસ રાનીને ભેટી તેનાથી અનેકની આંખો પહોળી થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે રાની તથા અભિ વચ્ચે એક સમયે અફેર ચાલતું હતું.


જયા બચ્ચનને નહોતા પસંદ રાની-અભિના સંબંધોઃ
કરિશ્મા કપૂર સાથેની સગાઈ તૂટ્યા બાદ અભિષેક બચ્ચનના સંબંધો રાની સાથે બંધાયા હતાં. બંને વચ્ચે અફેર હોવાની ચર્ચા જોરશોરથી થતી હતી. જોકે, જયા બચ્ચનને આ સંબંધ બિલકુલ પસંદ નહોતાં. અભિષેકે માતાની મરજીને માન આપીને રાની સાથેના સંબંધો હંમેશ માટે તોડી નાખ્યા હતાં.


લગ્નમાં પણ નહોતી બોલાવીઃ
આટલું જ નહીં અભિષેકે પોતાના લગ્નમાં પણ રાનીને આમંત્રણ આપ્યું નહોતું. આ વાતને લઈને રાનીને ઘણું જ ખરાબ લાગ્યું હતું. વર્ષો બાદ રાનીએ આ અંગે એક ઈન્ટરવ્યૂમાં ખુલીને વાત કરી હતી. રાનીએ કહ્યું હતું કે તેને લાગે છે કે આ અંગે માત્ર અભિષેક જ જવાબ આપી શકે છે. સાચી વાત એ છે કે જ્યારે કોઈ વ્યક્તિ તમને તેના લગ્નમાં પણ ના બોલાવે તો તમે અંદાજો લગાવી શકો છો કે તેના જીવનમાં તમારું શું સ્થાન છે. તમે ભ્રમમાં હોઈ શકો છે કે તમે માત્ર સ્ટાર હતાં અને ફ્રેન્ડ નહોતાં. આમ તો કોને લગ્નમાં બોલાવવા તે વ્યક્તિનો અંગત નિર્ણય હોય છે. તેના અને અભિષેક અંગે ઘણી બાબતો ચગાવવામાં આવી હતી. અભિષેકના લગ્નને વર્ષો થઈ ગયા છે અને બધા હવે આગળ વધી જવાની જરૂર છે.

દાદીનાં અંતિમ સંસ્કારમાં રણબિર કપૂર ના થઈ શક્યો સામેલ પરંતુ લીધી પળે-પળેની માહિતી, GF આલિયાએ વીડિયો કોલથી કરાવ્યા દર્શન

X
recently aishwarya rai tight hug to rani mukerjii
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી