• Gujarati News
  • National
  • શ્રીદેવીની દીકરીઓ સાથે વધી અર્જૂન કપૂરની નિકટતા | Janhvi And Dad Boney Kapoor Spotted Outside Arjuns Home

શ્રીદેવીની દીકરીઓ સાથે વધી અર્જૂન કપૂરની નિકટતા, રજા માટે કરેલું પ્લાનિંગ Leak

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવાનાં મોત બાદ ફિલ્મ નિર્માતા અને નિર્દેશક બોની કપૂર તેમની પુત્રીઓ માટે માતા અને પિતા બન્નેની ભૂમિકા નિભાવી રહ્યા છે. તે વધારેમાં વધારે સમય તેમની દીકરીઓ સાથે પસાર કરી રહ્યા છે. ત્યારે અર્જુન કપૂરની પણ જાહ્નવી અને ખુશી સાથે નિકટતા વધી છે. આ દરમિયાન 24 એપ્રિલની રાત્રે જાહ્નવી અને બોનીને અર્જૂનના ઘરની બહાર જોવા મળ્યા હતા. આ પહેલીવાર નથી કે, બોની પુત્રીઓ સાથે અર્જુનના ઘરે ગયા હોય. આ પહેલા પણ તે ઘણી વાર અર્જુનના ઘરે મળવા જતા દેખાયા છે. ત્યારે અર્જૂન પણ બન્ને બહેનોનું પૂરું ધ્યાન રાખી રહ્યો છે. અહેવાલો પ્રમાણે, અર્જુનને લાગે છે કે, તેના પપ્પા અને જાહ્નવી-ખુશીને તેની જરૂર છે.

 

તસવીરોમાં તમે જોઈ શકો છો કે, બોની જાહ્નવી કપૂરનો હાથ પકડીને લઈ જઈ રહ્યા છે. આ દરમિયાન જાહ્નવી બ્લૂ જીન્સ અને પિંક ટી-શર્ટમાં દેખાઈ રહી છે. ત્યારે તાજેતરમાં અર્જુનની ફિલ્મ 'નમસ્તે લંડન'નું પોસ્ટર રિલીઝ થયું હતું. જાહ્નવીએ તેના ભાઈની ફિલ્મનું પોસ્ટર તેની ઈન્સ્ટા સ્ટોરી પર પણ શેર કર્યું હતું. વિગતો મળી છે કે, અર્જુન કપૂરે તેની ત્રણેય બહેનો- અંશુલા, જાહ્નવી અને ખુશી કપૂર સાથે રજાનો પ્લાન કર્યો છે. આ ચારેય ભાઈ-બહેન લંડનમાં સાથે સમય પસાર કરશે અને એક બીજાને વધારે સારી રીતે સમજવા-જાણવાનો પ્રયાસ કરશે.

 

આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...