ઉદયપુર/ આજથી ઇશા અંબાણીની પ્રી-વેડિંગ સેરેમની, મહેમાનોને રેમ્પ વૉક કરાવશે મનીષ મલ્હોત્રા

divyabhaskar.com

Dec 08, 2018, 12:28 PM IST
ઇશા અંબાણી અને આનંદ પરીમલનો પરિવાર
ઇશા અંબાણી અને આનંદ પરીમલનો પરિવાર
અંબાણી પરિવારના આ ફંક્શન માટે પ્રાઇવેટ સિક્યુરિટી રાખવામાં આવી છે
અંબાણી પરિવારના આ ફંક્શન માટે પ્રાઇવેટ સિક્યુરિટી રાખવામાં આવી છે
ઇશા અંબાણીની પ્રિ-વેડિંગ સેલિબ્રેશનમાં ભાગ લેવા વિદેશી મિત્ર પણ આવી પહોચ્યા છે
ઇશા અંબાણીની પ્રિ-વેડિંગ સેલિબ્રેશનમાં ભાગ લેવા વિદેશી મિત્ર પણ આવી પહોચ્યા છે

ઉદયપુર: ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની દીકરી ઇશા અંબાણીની 2 દિવસીય પ્રી-વેડિંગ સેરેમની આજથી શરૂ થશે. જેમાં સામેલ થવા માટે દેશ-વિદેશથી મહેમાન ઉદયપુર આવી રહ્યાં છે. ઉદયપુરના ડબોક એરપોર્ટ પર શુક્રવાર સવારથી મોડી રાત સુધી આશરે 90 ફ્લાઇટ પહોચી હતી. જેમાંથી 50 ચાર્ટડ અને 40 નિયમિત ફ્લાઇટ્સ હતી. દર 16 મિનિટમાં એક ફ્લાઇટ આવી હતી. સેરેમનીમાં બૉલિવૂડના જાણીતા ડિઝાઇનર મનીષ મલ્હોત્રા મહેમાનોને રેમ્પ વોક કરાવશે, જ્યારે અરીજીત સિંહ પોતાના હિટ ગાયનથી મનોરંજન કરશે.

દેશ-વિદેશના સેલિબ્રિટીનો મેળો

બે દિવસીય ભવ્ય સમારંભમાં સામેલ થવા માટે શુક્રવાર મોડી રાત સુધી દેશ-વિદેશથી મહેમાનો અને સેલિબ્રિટીનો મેળો લાગેલો રહ્યો હતો. જેમાં બોલિવૂડ સેલિબ્રિટી, બિઝનેસમેન, સમાજસેવી અને રાજકીય હસ્તીઓ સાથે ઇન્ટરનેશનલ ડાન્સ ક્રૂ અને તસવીર તેમજ વીડિયોગ્રાફર્સ ડબોક એરપોર્ટ પર ઉતર્યા હતા.સેરેમનીમાં પ્લેબેક સિંગર અરીજીત સિંહ પોતાના સોંગ પર પરફોર્મ કરશે. હોલિવૂડ સિંગર બેયાંસે નોલ્સ અને પ્રિયંકા ચોપડાના પણ પરફોર્મ કરવાની આશા છે. ઉદયપુરના ડબોક એરપોર્ટ પર શુક્રવાર સવારે 6 વાગ્યાથી ફ્લાઇટ સાથે જ ચાર્ટડ પ્લેનથી મહેમાનોનું આગમન શરૂ થઇ ગયુ હતું.તે બાદ દિવસ ભર અહી ચાર્ટડ પ્લેન આસમાન પર મંડરાતા રહ્યાં હતા અને નેશનલ-ઇન્ટરનેશનલ મહેમાનોનું વેલકમ કવામાં આવ્યું હતું.

દિવ્યાંગ બાળકો સાથે સમય વિતાવ્યો

મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી શુક્રવાર સાંજે નારાયણ સેવા સંસ્થાન પહોચ્યો હતો. આશરે એક કલાક બાદ 6 વાગ્યે મુકેશ-નીતા અંબાણી, દુલ્હન ઇશા, પીરામલ પરિવારથી અજય-સ્વાતિ પીરામલ તેમજ દુલ્હો આનંદ પણ પહોચ્યો હતો. આ દરમિયાન મુકેશ અંબાણી વારંવાર હાથ જોડતા નજરે પડ્યા હતા. જ્યારે નીતા અંબાણીએ કહ્યું, અહી આવીને સૂકુન મળ્યુ. મહારાષ્ટ્રની દિવ્યાંગ જયાએ ચાર કલાક મહેનતથી ભગવાન શ્રીનાથજી અને ધીરૂભાઇ અંબાણીની રંગોલી તૈયાર કરી હતી. અંબાણી પરિવારે ભાવુકતાથી અહી તેનો આભાર માન્યો હતો. સંસ્થાના ગાર્ડનમાં બેઠેલા 200થી વધુ બાળકોને ભોજન કરાવ્યું હતું. વધુ ઇશા અને વર આનંદે બાળકોને મોતીચૂરના લાડુ પરોસ્યા હતા.

મહેમાનોની સેવા માટે ગેસ્ટ મેનેજમેન્ટ એપ

એરપોર્ટ પર મોટી સંખ્યામાં હોસ્પિટાલિટી મેમ્બર્સ લગાવવામાં આવ્યા છે, જે ગેસ્ટને એટેન્ડ કરી રહ્યાં છે. સાથે જ એરપોર્ટ પર સિક્યુરિટી માટે પ્રાઇવેટ ગાર્ડ લગાવવામાં આવ્યા છે. લગ્ન કાર્યક્રમમાં આવનારા મહેમાનોની સુવિધાને ધ્યાનમાં રાખતા ગેસ્ટ મેનેજમેન્ટ એપ પણ બનાવવામાં આવી છે. ડ્રાઇવર્સને આ એપ સાથે વિશેષ ફોન આપવામાં આવ્યા છે જેમાં ટ્રેકિંગ સિસ્ટમ લગાવવામાં આવી છે.

ઇશા-આનંદના વિદેશી મિત્ર જમાવશે રંગ

એવુ નથી કે માત્ર હોલિવૂડ અને બોલિવૂડની હસ્તીઓ જ પ્રી વેડિંગને કલરફુલ બનાવશે પરંતુ ઇશા અને તેના ભાઇ અનંત અને આકાશ સાથે ઇશાના ફિયાન્સ આનંદના વિદેશી મિત્ર પણ મહફિલમાં રંગ જમાવશે. તેની માટે વિશ્વમાંથી વિદેશી મિત્ર શુક્રવારે આવ્યા તો કેટલાક શનિવારે પણ આવશે. જેમાં મોટા ભાગના મિત્ર ચાર્ટડ પ્લેનથી ભારત આવ્યા હતા. રાજનેતા અને કોર્પોરેટ કંપનીના મોટા અધિકારી પણ ઉજવણીમાં સામેલ થવા આવ્યા હતા.

કરણ જોહર હોસ્ટ કરી શકે છે પોગ્રામ

શનિવારે યોજાનાર સંગીત સમારંભમાં અરીજીત સિંહ પરફોર્મ કરશેસ સુત્રો અનુસાર મ્યૂઝીક ડાયરેક્ટર એઆર રહેમાન પણ સ્ટેજ પર હાજર રહેશે. સંગીત સમારંભને કરણ જોહર હોસ્ટ કરી શકે છે.સૂત્રોના જણાવ્યાં અનુસાર અંબાણી પરિવાર અને પિરામલ પરિવાર પણ મ્યૂઝિકલ નાઈટ દરમિયાન સ્પેશ્યિલ પર્ફોર્મન્સ આપશે. તેમના ડાન્સને વૈભવી મર્ચન્ટ દ્વારા કોરિયોગ્રાફ કરી રહી છે. જેણે ફિલ્મ ‘દોસ્તાના’,‘ધૂમ-3’, ‘ટાઈગર ઝિંદા હૈ’માં કોરિયોગ્રાફી કરી હતી. મ્યૂઝીકલ નાઇટ દરમિયાન જ ફેશન શોનો પણ કાર્યક્રમ છે. જેને લુબના એડમ્સ ડિરેક્ટ કરશે. ફેશન ફોટોગ્રાફર ડબ્બૂ રતનાની પણ પોતાની ટીમ સાથે શનિવારે ઉદયપુર પહોચશે.

બેયોંસે નોલ્સ કરી શકે છે પરફોર્મ

હોલિવૂડ સિંગર બેયોંસે નોલ્સનું ગ્રુપ પણ ઉદયપુર પહોચ્યુ છે. પ્રી-વેડિંગ સેરેમનીમાં બેયોંસે પરફોર્મ કરી શકે છે. સેરેમનીમાં ભાગ લેવા માટે 1800 મહેમાનોને બોલાવવામાં આવ્યા છે.જેમાંથી 1500 મહેમાન ચાર્ટડ પ્લેનથી આવી રહ્યાં છે. અન્ય સામાન્ય વિમાનથી આવી રહ્યાં છે. મહેમાનોને ઉદયપુર પહોચવા માટે એક ખાનગી કંપનીના 92 ચાર્ટડ પ્લેન હાયર કરવામાં આવ્યા છે.

ઉદ્ધવ ઠાકરે પણ પરિવાર સાથે પહોચ્યા

આયોજનમાં સામેલ થવા માટે શિવસેના પ્રમુખ ઉદ્ઘવ ઠાકરે પરિવાર સાથે પહોચી ચુક્યા છે. અમેરિકાથી હિલેરી ક્લિંટન, વેદાંતા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલ, સલમાન ખાન, કરણ જોહર, અક્ષય કુમાર,અનિલ કપૂર, અરીજીત સિંહ, વરૂણ ધવન શનિવારે પહોચશે. રવિવારના આયોજનમાં સામેલ થવા માટે ઉદ્યોગપતિ રતન ટાટા, ગૌતમ અદાણી, કુમાર મંગલમ બિરલા, અમિતાભ બચ્ચન પણ પહોચશે. મુખ્ય આયોજનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવવાની સંભાવના છે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, રાજસ્થાનના મુખ્યપ્રધાન વસુંધરા રાજે અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ પણ સમારંભમાં સામેલ થશે.

મુકેશ અંબાણીએ દીકરી સાથે 5 હજાર લોકોને હાથેથી જમવાનું પીરસ્યું, 4 દિવસ 3 ટાઇમ જમાડશે

X
ઇશા અંબાણી અને આનંદ પરીમલનો પરિવારઇશા અંબાણી અને આનંદ પરીમલનો પરિવાર
અંબાણી પરિવારના આ ફંક્શન માટે પ્રાઇવેટ સિક્યુરિટી રાખવામાં આવી છેઅંબાણી પરિવારના આ ફંક્શન માટે પ્રાઇવેટ સિક્યુરિટી રાખવામાં આવી છે
ઇશા અંબાણીની પ્રિ-વેડિંગ સેલિબ્રેશનમાં ભાગ લેવા વિદેશી મિત્ર પણ આવી પહોચ્યા છેઇશા અંબાણીની પ્રિ-વેડિંગ સેલિબ્રેશનમાં ભાગ લેવા વિદેશી મિત્ર પણ આવી પહોચ્યા છે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી