• Gujarati News
  • National
  • તો શું મહેંદી સેરેમનીમાં સોનમ કપૂર પહેરશે આ ડ્રેસ?, Sonam Kapoor Mendi Ceremony Will Held On 7th May

મહેંદી સેરેમની પહેલાં જ સામે આવી સોનમ કપૂરના ડ્રેસની તસવીર, સાધારણ છતાં મનમોહક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ સોનમ કપૂરના લગ્નની તૈયારીઓ જોરશોરથી થઈ રહી છે. પહેલી મેના રોજ કપૂર પરિવારે દીકરીનાં લગ્નની જાહેરાત કરી હતી. આઠ મેના રોજ એક્ટ્રેસ લોંગ ટાઈમ બોયફ્રેન્ડ આનંદ આહુજા સાથે લગ્ન કરી રહી છે. સોનમના લગ્નની પહેલી રસ્મ મહેંદી સેરેમનીથી થશે. સોનમ આ ફંક્શનમાં કયો ડ્રેસ પહેરવાની છે, તેને લઈ ચાહકો ઉત્સુક છે.


પહેરશે આ ડ્રેસઃ
સોનમના ઘરની બહાર સામાન્ય સફેદ રંગનો લહેંગો તથા ચુનરી પહેરવાની છે. જેના પર સુંદર રીતે પ્રિન્ટ કરવામાં આવી છે. આ લહેંગાનો દુપટ્ટો લીલા રંગનો છે. જોકે, આ ડ્રેસ સોનમ કપૂરનો જ છે, તે હજી સુધી પરિવારે કન્ફર્મ કર્યું નથી. આ ડ્રેસની સાથે ગૂડી બેગ પણ જોવા મળી હતી.


જોવા મળ્યા આ સેલેબ્સઃ
સોનમ કપૂરના ઘરે સ્વરા ભાસ્કર તથા રેનુ રવિ ચોપરા આવ્યા હતાં. આ પહેલાં વરૂણ ધવન, કરન જોહર, અર્જુન કપૂર, અંશુલા કપૂર, જેક્લીન ફર્નાન્ડિઝ સહિતના સેલેબ્સ જોવા મળ્યાં હતાં.


(જુઓ, અનિલ કપૂરના ઘરે સેલેબ્સનો જમાવડો....)