• Gujarati News
  • National
  • શું પ્રિયંકા ચોપરાએ સિક્રેટલી લગ્ન કરી લીધા?, Priyanka Chopra Post A Photo And Indicated She Is Married

શું પ્રિયંકા ચોપરાએ સિક્રેટલી લગ્ન કરી લીધા?, આ તસવીર કરી રહી છે એ તરફ ઈશારો!

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ બોલિવૂડમાં હાલમાં લગ્નની મૌસમ ચાલી રહી છે. વિરાટ-અનુષ્કા બાદ દીપિકા-રણવિર તથા સોનમ-આનંદ આહુજાના લગ્નની વાતો ચર્ચાઈ રહી છે. હવે, આ લિસ્ટમાં પ્રિયંકા ચોપરાનું નામ સામેલ થયું છે. પ્રિયંકા છેલ્લાં બે વર્ષથી પોતાના હોલિવૂડ પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે અને અચાનક તેના લગ્નની વાતો થવા લાગી છે.


આ કારણે થવા લાગી વાતોઃ
પ્રિયંકાએ હાલમાં સોશ્યિલ મીડિયામાં એક તસવીર શૅર કરી હતી, જેમાં પ્રિયંકાના હાથમાં બ્લેક મોતીની એક માળા છે. આ માળા મંગળસૂત્ર હોય તેમ લાગે છે. આ તસવીરને કારણે સોશ્યિલ મીડિયામાં એ સવાલ ઉઠવા લાગ્યા છે કે પ્રિયંકાએ સિક્રેટલી લગ્ન કરી લીધા?, બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ હાથમાં મંગળસૂત્ર પહેરવાની ફેશન શરૂ કરી હતી. પ્રિયંકાના હાથમાં રહેલી આ માળા મંગળસૂત્ર છે કે બીજું કંઈ તેની સચ્ચાઈ તો માત્ર એક્ટ્રેસને જ ખબર પરંતુ હાલમાં તેના લગ્નની વાતો જોર-શોરથી થઈ રહી છે.


લગ્નને લઈ કહી હતી આ વાતઃ
થોડા સમય પહેલાં પ્રિયંકાએ કહ્યું હતું કે તેના માટે લગ્ન તથા બાળકો એક મોટી જવાબદારી છે. તેને લગ્ન કરવાના છે અને બહુ બધા બાળકો જોઈએ છીએ. જોકે, તેને ખ્યાલ નથી કે તે કોની સાથે લગ્ન કરશે.