ઈન્ટિમેટ સીન્સ શૂટને વધી ફિલ્મમેકર્સની ચિંતા, સીરિયલ કિસર ઈમરાન હાશ્મીએ આપ્યો નવો વિકલ્પ,‘આવા સીન્સ માટે સેટ પર રાખો ઈન્ટિમેસી મેનેજર’

આલિયાના કાકાએ પણ કર્યો સપોર્ટ પરંતુ કહ્યું- ‘નિયતમાં ના હોવી જોઈએ ખોટ’

divyabhaskar.com | Updated - Oct 11, 2018, 06:34 PM
Emraan Hashmi Gave Option To Worried Film Makers For Shooting Of Hot Scenes

મુંબઈઃ #Metoo મૂવમેન્ટને કારણે બોલિવૂડની ઘણી એક્ટ્રેસ અને સેલિબ્રિટિએ અત્યારસુધી પોતાની સાથે થયેલા યૌન શોષણની ઘટનાઓ અંગે અવાજ ઉઠાવ્યો છે. આ કેમ્પેનને કારણે ખરાબ નિયતવાળા સેલેબ્સના ચેહરા જાહેર થઈ રહ્યો છે, જ્યારે બીજી તરફ ફિલ્મ્સમાં ઈન્ટિમેટ સીન ફિલ્માવવા અંગે ફિલ્મમેકર્સ અને એક્ટર્સની ચિંતતામાં વધારો થયો છે. આ અંગે વાત કરતા એક્ટર ઈમરાન હાશમીએ જણાવ્યું હતું કે,‘હૉલિવૂડ ફિલ્મ્સના આધાર પર અહીં પણ ઈન્ટિમેસી મેનેજર રાખવા જોઈએ, જે ખાતરી કરશે કે એક્ટ્રેસ અનકમ્ફર્ટેબલ તો ફીલ નથી કરી રહી. આ સાથે જ પ્રોજેક્ટના કલાકારો સાથે સેક્સ્યૂઅલ ક્લૉજ સાઈન કરાવવું જોઈએ. જેથી ભવિષ્યમાં કોઈપણ ખોટા આરોપ લગાવે તો તેને ફગાવી શકાય.’

નિયતમાં ખોટ ના હોય તો કોઈને પણ ઈન્ટિમેટ સીન ફિલ્માવવા પર સમસ્યા નહીં...


- આ મામલે પ્રોડ્યૂસર મુકેશ ભટ્ટે જણાવ્યું હતું કે,‘ભવિષ્યમાં જો કોઈ કલાકાર કોઈની પર ખોટા આરોપ લગાવે તો તે ચિંતાનો વિષય બની શકે છે. ઈન્ટિમેટ સીન સ્ક્રિપ્ટની ડિમાન્ડ છે તો ડર હેઠળ કેવી રીતે શૂટ થઈ શકે? આલિયા મારી દીકરી છે. તેને ફિલ્મમાં Kiss કરવી છે તો તે કરે જ છે ને. જો મને વાંધો હોય તો તેને એક્ટ્રેસ નહીં બનાવીએ.’
- ‘વાત સાચા-ખોટા આરોપ હોય તો તેની પર કોઈનો કંટ્રોલ નથી. હા, સેક્સ્યૂઅલ હેરેસમેન્ટના કેસ મામલે સાવચેતી રાખી શકાય. ઈન્ટિમેસી મેનેજર એક ઉપાય છે, પરંતુ તે સેટ પર વધારાનો ખર્ચ રહેશે. સારું એ રહેશે કે અમે, તમે અને બધા તમામ પોતાના આત્માની સાંભળીએ. તેને મારી ન નાખીએ. નિયતમાં ખોટ નથી તો કોઈને ડરીને જીવવાનો કે ઈન્ટિમેટ સીન ફિલ્માવવા પર સમસ્યા થશે નહીં.’

સ્ટંટ ડિરેક્ટર અને કોરિયોગ્રાફર હોય છે તો ઈન્ટિમેસી મેનેજર કેમ નહીં?


- હૉલિવૂડની ઈન્ટિમેસી ડિરેક્ટર એલિસિયા રોડીઝે જણાવ્યું હતું કે,‘જ્યારે ફિલ્મ્સમાં ફાઈટ સીન માટે સ્ટંટ ડિરેક્ટર અને ડાન્સ માટે કોરિયોગ્રાફર હોય છે તો પછી સેક્સ્યૂઅલ સીન્સ શૂટ કરવા માટે ઈન્ટિમેસી ડિરેક્ટર કે મેનેજર કેમ ના હોવા જોઈએ.’
- ઉલ્લેખનીય છે કે, હોલિવૂડ ફિલ્મ્સમાં સેક્સ્યૂઅલ અથવા ઈન્ટિમેટ સીન્સ ફિલ્માવવા દરમિયાન સેટ પર ઈન્ટિમેસી ડિરેક્ટર હોય છે, જે એક્ટર-એક્ટ્રેસને સીન્સ દરમિયાન યોગ્ય ડિરેક્શન આપવાનું કામ કરે છે. આ ઉપરાંત તે એક્ટર કે એક્ટ્રેસ સાથે ખરાબ વર્તન ના થાય તેનું પણ ધ્યાન રાખે છે.

શ્રીદેવીનો રોલ કરી ચમક્યું બોલિવૂડ એક્ટ્રેસનું નસીબ, માત્ર 20 મિનિટના રોલ માટે મળી આટલી રકમ

X
Emraan Hashmi Gave Option To Worried Film Makers For Shooting Of Hot Scenes
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App