Divya Bhaskar

Home » Bollywood » Gossip » film super 30 first look release, hrithik roshan in bihari gate up

ઘર ચલાવવા માતાએ બનાવેલા પાપડ વેચતો, આવી છે 'સુપર 30'ના ફાઉન્ડરની Struggle

Divyabhaskar.com | Updated - Feb 06, 2018, 06:29 PM

બોલિવૂડ સ્ટાર રીતિક રોશનની ફિલ્મ 'સુપર 30'નો ફર્સ્ટ લુક રીલિઝ કરવામાં આવ્યો છે.

  • film super 30 first look release, hrithik roshan in bihari gate up
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    આ ફિલ્મ 2019માં રીલિઝ થવાની છે

    મુંબઈઃ બોલિવૂડ સ્ટાર રીતિક રોશનની ફિલ્મ 'સુપર 30'નો ફર્સ્ટ લુક રીલિઝ કરવામાં આવ્યો છે. પોસ્ટરમાં રીતિક રોશન ઓળખાતો પણ નથી. આ ફિલ્મ 'સુપર 30'ના ફાઉન્ડ આનંદ કુમારના જીવન પર આધારિત છે. રીતિક રોશન, આનંદ કુમારની ભૂમિકા ભજવવાનો છે. આનંદ કુમાર એક સમયે સાયકલ પર પાપડ વેચતા હતાં.


    મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવે છે આનંદ
    આનંદ કુમાર મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવે છે. તેના પિતા પોસ્ટલ વિભાગમાં ક્લાર્ક હતાં. બાળકોને અંગ્રેજી સ્કૂલમાં અભ્યાસ કરાવી શકાય તેવી તેમની આર્થિક સ્થિતિ નહોતી. આથી બાળકોને હિંદી મીડિયમમાં સરકારી સ્કૂલમાં જ અભ્યાસ કરાવ્યો હતો. ગણિત આનંદનો ફેવરિટ વિષય હતો. તે મોટો થઇને એન્જિનિયર અથવા વૈજ્ઞાનિક બનવા માંગતો હતો. બારમા ધોરણ પછી આનંદે પટના યુનિવર્સિટીમાં એડમિશન લીધું હતું. જ્યાં તેણે ગણિતની કેટલીક ફોર્મ્યુલા તૈયાર કરી હતી. આ પછી આનંદને કેમ્બ્રિજમાં જવાની તક મળી હતી. અહીં તેને મુશ્કેલી એ આવી કે કેમ્બ્રિજ જવા માટે તેમજ રહેવા માટે આશરે 50 હજાર રૂપિયાની જરૂર હતી પરંતુ આનંદ પાસે આટલા રૂપિયા નહોતા.


    (વાંચો, કેમ્બ્રિજ જવાના થોડાં દિવસો પહેલાં જ પિતાનું થયું અવસાન....)

  • film super 30 first look release, hrithik roshan in bihari gate up
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    માતા તથા બાળકો સાથે આનંદ કુમાર

    રૂપિયાની વ્યવસ્થા થઇ પણઃ
    એવું કહેવાય છે કે જ્યારે કેમ્બ્રિજ જવા માટે આનંદે પિતા પાસે રૂપિયાની વાત કરી તો પિતાએ પોતાની ઓફિસમાં વાત કરીને વ્યવસ્થા કરી હતી. 1 ઓક્ટોબર 1994ના રોજ આનંદને કેમ્બ્રિજ જવાનું હતું પરંતુ તે પહેલા 23 ઓગસ્ટ 1994ના રોજ તેના પિતાનું અવસાન થયું. ઘરમાં આનંદના પિતા એકલા જ કમાનાર હતાં. તેના કાકા અપંગ હતાં. આથી ઘરની સમગ્ર જવાબદારી આનંદના ખભા પર આવી હતી. આ પછી આનંદ પોતાનો ફેવરિટ વિષય ગણિતનું ટ્યૂશન કરીને જેમ-તેમ ઘર ચલાવતાં હતાં પરંતુ જેટલું તે કમાતો હતો તેનાથી ઘરનું ગુજરાન ચાલી શકે તેમ નહોતું. આથી આનંદની માતા ઘરમાં પાપડ બનાવતાં હતાં. આનંદ રોજ સાંજે ચાર કલાક માએ બનાવેલા પાપડ વેચવા માટે સાઇકલ પર ફરતો હતો. ટ્યૂશન અને પાપડ વેચીને થતી કમાણી પર તેમનું ઘર ચાલતું હતું.

  • film super 30 first look release, hrithik roshan in bihari gate up
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    મોમ-ડેડ સાથે આનંદ કુમાર

    જ્યારે આનંદે ખોલી સ્કૂલ
    આનંદ પાસે થોડા રૂપિયા જમા થયા ત્યારે ગણિતને ધ્યાનમાં રાખીને તેણે રામાનુજમ સ્કૂલ ઓફ મેથેમેટિક્સ શરૂ કરી હતી. આ સ્કૂલમાં એડમિશન તરીકે કોઇ વિદ્યાર્થી 100 રૂપિયા આપતું તો કોઇ 200 રૂપિયા આપતું હતું. આનંદે આ સ્કૂલ બે બાળકોથી શરૂ કરી હતી. જોતજોતામાં સંખ્યા વધવા લાગી અને જગ્યા ઓછી પડવા લાગી હતી. આ પછી આનંદે એક મોટા હોલની વ્યવસ્થા કરી અને 500 રૂપિયાની વાર્ષિક ફી નક્કી કરી હતી.

  • film super 30 first look release, hrithik roshan in bihari gate up
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ગણિતને ધ્યાનમાં રાખીને આનંદે રામાનુજમ સ્કૂલ ઓફ મેથેમેટિક્સ શરૂ કરી હતી

    2002માં થઇ સુપર 30ની શરૂઆત
    2002માં આનંદે સુપર 30ની શરૂઆત કરી હતી અને 30 બાળકોને મફતમાં આઇઆઇટીનું કોચિંગ આપવાનું શરૂ કર્યું હતું. પહેલા વર્ષે એટલે કે 2003માં આઇઆઇટીની એન્ટ્રન્સમાં સુપર 30માંથી 18 વિદ્યાર્થીને સફળતા મળી હતી. આ પછી 2004માં 30માંથી 22 અને 2005માં 26 વિદ્યાર્થીને સફળતા મળી હતી. 2008થી 2010 સુધી સુપર 30નું પરિણામ 100 ટકા રહ્યું હતું. 2017માં પણ પરિણામ 100 ટકા રહ્યું હતું.

  • film super 30 first look release, hrithik roshan in bihari gate up
    2002માં 30 બાળકોને મફતમાં આઇઆઇટીનું કોચિંગ આપવાનું શરૂ કર્યું

    ફિલ્મ માટે રાખવામાં આવી હતી ત્રણ શરતો
    જાણકારી અનુસાર ફિલ્મમાં આનંદ કુમારની મહેનત તેમજ વર્ષોથી ગરીબ બાળકો માટે તેના પ્રયત્ન વિશે બતાવવામાં આવશે. દેશ-વિદેશમાં ગરીબ બાળકોને આઇઆઇટીમાં મોકલવા માટે ફેમસ આનંદ કુમાર આ ફિલ્મને લઇને અત્યંત ઉત્સાહિત છે. તેમણે જણાવ્યું કે ફિલ્મના પ્રોડ્યુસર તેમજ ડિરેક્ટરે ફિલ્મ બનાવવા માટે તેનો સંપર્ક કર્યો છે. આ ફિલ્મ માટે ત્રણ શરતો રાખવામાં આવી છે. પહેલી શરત એ છે કે એક્ટર તેની પસંદગી અનુસારનો હોવો જોઈએ. બીજી શરત એ કે પહેલા તે સ્ક્રિપ્ટ વાંચશે આ પછી જ તે તેનો મત જણાવશે. ત્રીજી શરત અનુસાર મ્યૂઝિક ડિરેક્ટર પણ તેની જ પસંદગીનો રહેશે. 

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending