મુંબઇ: બોલિવૂડ સેલિબ્રિટી વિદેશમાં રજા ગાળવા માટે જાય છે. ભલે તેના દેશમાં સુંદર લોકેશન હોય. સેલિબ્રિટી વિદેશમાં આરામથી ટ્રિપની મજા માણી શકે છે. ભારતમાં પત્રકાર અને ફેન્સને કારણે સેલિબ્રિટીનું ઘરની બહાર પણ નીકળવુ મુશ્કેલ બની જાય છે. અમિતાભ બચ્ચન સ્કોટલેન્ડમાં છે, જ્યાં તેમની સાથે અનોખી ઘટના બની હતી. બિગ બી ગ્લાસગોમાં ફરવા નીકળ્યા ત્યારે એક શખ્સ તેમને સલમાન ખાન સમજી બેઠો હતો.
બિગ બીને સલમાન સમજી બેઠો શખ્સ
બોલિવૂડ એક્ટર અમિતાભ બચ્ચન સાંજના સમયે સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં ફરવા માટે નીકળ્યા હતા. તે રસ્તા પર જતા હતા ત્યારે તેમની પાસે એક કાર ઉભી રહીત કાર ચલાવનારા શખ્સે તેમને બુમ પાડીને કહ્યું, 'સલમાન ખાન તમે કેમ છો'. જે વ્યક્તિ અમિતાભ બચ્ચનને સલમાન ખાન સમજવાની ભૂલ કરી બેઠો તેને બોલિવૂડની થોડી જાણકારી તો હતી, કારણ કે તે સલમાન ખાનને ઓળખતો હતો. જે વ્યક્તિએ પાંચ દાયકા બોલિવૂડમાં વિતાવ્યા હોય તેને ઓળખવાથી તે ચુકી ગયો હતો.આ વાત સદીના મહાનાયકને કેવી લાગી હશે? અમિતાભ બચ્ચને ખુદ ટ્વિટર પર લોકો સાથે આ કિસ્સો શેર કર્યો છે.
ખાન પરિવાર છે મહેન્દ્ર સિંહ ધોનીનો FAN, સલમાને જ શોમાં કર્યો આ વાતનો ખુલાસો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.