મુંબઇ: રણવીર સિંહ અને સૈફ અલી ખાનની દીકરી સારા રોહિત શેટ્ટીની ફિલ્મ "સિમ્બા"નું શૂટિંગ કરી રહ્યાં છે. સિમ્બાના સેટ પરથી રણવીર સિંહનો લુક સામે આવ્યો હતો. ફરી એકવાર સિમ્બાના સેટના સમાચાર છે. રણવીર સિંહ પોતાની કારકિર્દીનું સૌથી મોટુ ગાયન શૂટ કરી રહ્યો છે. રણવીર સિંહે શૂટિંગનો વીડિયો શેર કર્યો છે.
રણવીર સિંહે શૂટ કર્યુ સોન્ગ
આ વીડિયોમાં રણવીર કહે છે- 'જુઓ, શું થઇ રહ્યું છે. મારી લાઇફનું સૌથી મોટુ ગીત શૂટ થઇ રહ્યું છે. જુઓ, કેટલા લોકોનું તામઝામ કે માથુ ચકરાઇ જાય. તે બાદ રોહિત શેટ્ટી આવે છે અને કહે છે ઘણો ખર્ચો કરી રહ્યો છું તારી ઉપર'મહત્વપૂર્ણ છે કે આ ફિલ્મમાં અરશદ વારસી પર ફિલ્માવવામાં આવેલ ગીત "આંખ મારે ઓ લડકા આંખ મારે...'ને રીક્રિએટ કરવામાં આવશે. રોહિત શેટ્ટીએ આ ગીતની રીમિક્સ કરવાની જવાબદારી તનિષ્ક બાગચીને આપી છે. સિમ્બા 28 ડિસેમ્બરે રિલીઝ થશે. ફિલ્મમાં રણવીરના ઓપોઝિટ સારા અલી ખાન નજરે પડવાની છે. મહત્વપૂર્ણ છે કે સિમ્બા સાઉથની ફિલ્મ ટેમ્પરની રિમેક છે. ટેમ્પરમાં ઓરિજનલ વિલનનો રોલ પ્રકાશ રાઝે કર્યો હતો. રોહિત શેટ્ટીના ડાયરેક્શનમાં રણવીર સિંહ અને સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન દ્વારા અભિનિત ફિલ્મ સિમ્બા વર્ષ 2018ની મોસ્ટ એવેટેડ ફિલ્મોમાંથી એક છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.