તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગોવામાં નિક સાથે વેકેશન મનાવી પરત ફરી પ્રિયંકા ચોપરા, વ્યક્ત કર્યો પ્રેમ| Priyana Post A Pics On Social Media

ગોવામાં નિક સાથે વેકેશન મનાવી પરત ફરી પ્રિયંકા ચોપરા, વ્યક્ત કર્યો પ્રેમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકાએ પ્રેમી નિક જોનાસ સાથે ગોવામાં વેકેશન મનાવ્યું હતું. હવે, પ્રિયંકા વેકેશન મનાવીને પરત આવી ગઈ છે. પ્રિયંકાએ સોશ્યિલ મીડિયામાં નિકને લઈને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. પ્રિયંકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં ઈન્સ્ટા સ્ટોરીમાં ગોવાની બે તસવીરો પોસ્ટ કરી છે. જેમાં એક તસવીરમાં તે બીચ પર એકલી ઉભી છે અને બીજી તસવીરમાં નિક જોનાસ તથા તેનો ભાઈ સિદ્ધાર્થ ચોપરા બીચ પર ઉભા છે. આ તસવીર પર પ્રિયંકાએ My Favorite Men, લખ્યું છે અને દિલની ઈમોજી મૂકી છે.. જેનાથી માનવામાં આવ્યું રહ્યું છે કે પ્રિયંકાએ પોતાના પ્રેમનો સ્વીકાર કરી લીધો છે.


પહેરી છે સેમ રિંગઃ
પ્રિયંકા તથા નિકે એક સેમ રિંગ પહેરી છે. આ સેમ રિંગને પ્રોમિસ રિંગ અથવા પ્રિ-એન્ગેજમેન્ટ રિંગ પણ કહેવામાં આવ્યા છે. પ્રિયંકા તથા નિક પહેલીવાર 'ક્વાન્ટિકો'ના સેટ પર મળ્યાં હતાં.


ઓગસ્ટમાં સગાઈઃ
માનવામાં આવે છે કે પ્રિયંકા તથા નિક ઓગસ્ટ મહિનામાં સગાઈ કરશે. જોકે, હજી સુધી પ્રિયંકા કે નિકે પોતાના સંબંધોને લઈ કોઈ ઓફિશિયલ જાહેરાત કરી નથી. જોકે, નિક, પ્રિયંકાને કોઈ પણ રીતે ગુમાવવા માંગતો નથી. તે પ્રિયંકાને લઈ ઘણો જ સીરિયસ હોવાનું માનવામાં આવે છે.

 

પ્રિયંકા ચોપરા ને નિક જોનાસે પહેરી Pre-Engagement Ring