• Gujarati News
  • National
  • મેક અપ વગર શૂટિંગ કરતી જોવા મળી અનુષ્કા શર્મા, Anushka Sharma And Varun Dhawan Shooting In Mumbai For Film Sui Dhaaga

મેક-અપ વગર શૂટિંગ કરતી જોવા મળી અનુષ્કા શર્મા, ઓળખાઈ પણ નહીં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા તથા વરૂણ ધવન આગામી ફિલ્મ 'સૂઈધાગા'નું શૂટિંગ ફરીથી શરૂ કરી દીધું છે. ગુરૂવાર(28 જૂન)ના રોજ મુંબઈના રસ્તા પર બંને શૂટિંગ કરતા જોવા મળ્યાં હતાં. આ સમયે અનુષ્કાએ સિમ્પલ ફ્લાવર પ્રિન્ટની સાડી પહેરી હતી. તેના એક ખભા પર બેગ તથા એક ખભા પર પર્સ હતું. અનુષ્કા શર્માને ઓળખવી મુશ્કેલ થઈ પડે તે હદે તે દેશી લુકમાં હતી. જ્યારે વરૂણ ધવન ચેક્ડ શર્ટ તથા બ્લૂ જીન્સમાં જોવા મળ્યો હતો. આ પહેલાં ફિલ્મનું શૂટિંગ મધ્યપ્રદેશના ભોપાલમાં થયું હતું.


શરત કટારિયા છે ડિરેક્ટરઃ
'સૂઈ ધાગા'ના ડિરેક્ટર શરત કટારિયા છે, જે પહેલાં આયુષ્માન ખુરાના તથા ભૂમિ પેડનેકરની ફિલ્મ 'દમ લગાકે હઈશા'ના ડિરેક્ટર કરી ચૂક્યા છે. 'સૂઈધાગા'ની વાર્તા શરતે જ લખી છે. યશરાજ ફિલ્મ્સ આ ફિલ્મને પ્રોડ્યુસર કરી રહ્યું છે. સૂત્રોના મતે, ભારત સરકારે 2014માં લોન્ચ કરેલા 'મેક ઈન ઈન્ડિયા' કેમ્પેઈન પર આધારિત આ ફિલ્મ છે. ફિલ્મમાં અનુષ્કા શર્માએ મમતા તથા વરૂણ ધવને મૌજીનું પાત્ર ભજવ્યું છે. ફિલ્મ 28 સપ્ટેમ્બરે રીલિઝ થશે.

 

આ છે વરૂણ ધવનની ભત્રીજીનો First Photo, લગ્નના 6 વર્ષ બાદ પેરેન્ટ્સ બન્યા રોહિત-જાહન્વી