મુંબઈઃ 'રેસ 3'એ અત્યાર સુધી 153 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મમાં સલમાન ખાન(સિકંદર) અને તેના દુશ્મનોની આસપાસ ફરે છે. જોકે, રિયલ લાઈફમાં પણ સલમાનના અનેક દુશ્મનો છે. જેમાં વિવેક ઓબેરોયનું નામ સૌથી પહેલાં આવે છે. જોકે, સલમાનના ભાઈ અરબાઝ તથા સોહેલ, વિવેકના ઘણાં જ સારા ફ્રેન્ડ્સ છે. આ વાત વિવેકે પહેલી એપ્રિલ, 2003માં સલમાન વિરૂદ્ધ યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં કહી હતી.
અરબાઝે કહ્યુ હતુ, સલમાનને કારણે નહીં તૂટે મિત્રતાઃ વિવેક
વિવેકે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ હતુ કે 29 માર્ચ, 2003ની રાત્રે 12.30થી સવારના પાંચ સુધી સલમાને તેને 41 વાર ફોન કર્યો હતો. તેને જાનથી મારી નાખવાની ધમકી તથા ગંદી ગાળો આપી હતી. વિવેકે આગળ કહ્યુ હતુ કે આ અંગે તેણે અરબાઝને કહ્યુ તો તેણે એવો જવાબ આપ્યો કે સલમાન બ્રેકઅપ(ઐશ્વર્યા)ને કારણે ડિસ્ટર્બ છે. આથી તે આવો વ્યવહાર કરે છે. જો તે તારી ઘરની બહાર આવીને હંગામો કરે તો તને જે યોગ્ય લાગે તે કરજે. આની અસર તેમની મિત્રતા પર નહીં થાય. તે આ વાતો પબ્લિકની વચ્ચે કરી શકે તેમ નથી. તેને તેની ચિંતા છે. તે તેનો મિત્ર છે અને હંમેશા રહેશે. પ્રેસ કોન્ફરન્સના છ વર્ષ બાદ 2009માં વિવેક ઓબેરોયે ફરાહ ખાનના ટોક શો 'તેરે મેરે બીચ મેં' આ વાત કહી હતી. તેણે કહ્યુ હતુ કે અરબાઝ આજે પણ તેનો સારો મિત્ર છે.
વિવેકે સ્વીકાર્યું હતું કે પ્રેસ કોન્ફરન્સ કરવી એ ભૂલ હતી
વિવેકે 'તેરે મેરી બીચ મેં' ફરાહ ખાન સામે આ વાતનો સ્વીકાર કર્યો હતો કે તેણે સલમાન વિરૂદ્ધ પ્રેસ કોન્ફરન્સ યોજીને સૌથી મોટી ભૂલ કરી હતી. વિવેકે કહ્યુ હતુ કે જ્યારે તે પ્રેસ કોન્ફરન્સમાં બેઠો હતો ત્યારે જ તેને લાગ્યું હતું કે તે ખોટું કરી રહ્યો છે. તેણે આ ના કરવું જોઈએ પરંતુ મર્દોની જેમ સામે જઈને પૂછવું જોઈએ કે તેને શું વાંધો છે. મારવો હોય તો ચલ માર. તે પણ મારી શકે છે. તેની પાસે પણ બે હાથ છે. જોકે, તે પોતાની જાતને રોકી ના શક્યો અને ઘણી એવી વાતો કહી, જે તેણે કહેવા જેવી નહોતી. આ માટે તે જ જવાબદાર છે.
ઐશ્વર્યાને કારણે થયો હતો સલમાન-વિવેકનો ઝઘડોઃ
સલમાન તથા વિવેકના ઝઘડાનું કારણે ઐશ્વર્યા રાય હતી. 'હમ દિલ દે ચૂકે સનમ'ના સેટ પર ઐશ્વર્યા-સલમાન વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. બે વર્ષ બાદ બંને વચ્ચે બ્રેક-અપ થયું હતું. તે સમયે એશે સલમાન પર મારપીટનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ ઐશ્વર્યા તથા વિવેક એકબીજાની નિકટ આવ્યા હતાં. આ વાત સલમાનથી સહન ના થઈ. સલમાને વિવેકને ફોન કરીને ગાળો ભાંડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ જ કારણથી વિવેકે પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી અને સલમાનની હરકતોની જાણ કરી હતી. જોકે, આને કારણે ઐશ્વર્યાએ પણ વિવેક સાથેના સંબંધો તોડી નાખ્યા હતાં. ઐશ્વર્યાના મતે, વિવેકે આ બધી વાતો જાહેરમાં કરવાની જરૂર નહોતી. આટલું જ નહીં બોલિવૂડે વિવેકને કામ આપવાનું બંધ કરી દીધું હતું.
જ્યારે અરબાઝ પર સલ્લુએ ઉપાડ્યો હતો હાથ, માતાએ વચ્ચે પડી બચાવ્યો હતો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.