મુંબઈઃ સલમાન ખાન હાલમાં અમેરિકામાં પોતાની ટીમ સાથે છે. અહીંયા તે એટલાન્ટા, શિકાગો સહિત અમેરિકાના અન્ય શહેરોમાં બે અઠવાડિયા સુધી રહેશે. સલમાન ખાન 'દ-બેંગ ટૂર રિલોડેડ' હેઠળ એનઆરઆઈ ફૅન્સની વચ્ચે પોતાન ગ્રાઉન્ડ કનેક્ટ સ્ટ્રોંગ કરવા માંગે છે. આ જ કારણે સલમાન 2-3 કલાક જ સૂઈ શકે છે. બાકીના સમયમાં તે ડાન્સ રિહર્સલની પ્રેક્ટિસ તથા શો કરે છે.
ટૂરને લે છે ગંભીરતાથીઃ
સલમાન ખાને અમેરિકાની આ ટૂરને ઘણી જ ગંભીરતાથી લીધી છે. છેલ્લાં એક મહિનાથી તે પોતાની ઉંઘ તથા આરામની કૂરબાની આપી છે. સલમાનના મેનેજર જોર્ડી પટેલના મતે, માત્ર સલમાન જ નહીં ટીમના અન્ય સભ્યો પણ ઘણી જ મહેનત કરી રહ્યાં છે. મુશ્કેલથી બેથી ત્રણ કલાકની ઉંઘ મળે છે. પેક્ડ શિડ્યુઅલ હોવા છતાંય સલમાન સ્ટેજ પર એકદમ ફ્રેશ દેખાય છે. એટલાન્ટાના પહેલાં શોમાં 11500 ટિકિટ વેચાઈ હતી. શિકાગોમાં પણ 95 ટકાથી વધુ ટિકિટ્સ વેચાઈ ગઈ હતી. જેક્લીન, સોનાક્ષી સિંહા, ડેઝી શાહ, પ્રભુદેવા, ગુરૂ રંધાવા તથા મનિષ પોલ આ કોન્સર્ટમાં ભાગ લઈ રહ્યા છે.
શું છે 'દ-બેંગ ટૂર':
'દ-બેંગ ટૂર' એક કોન્સર્ટ છે, જેમાં સલમાન પોતાની ટીમ સાથે અલગ-અલગ શહેરમાં જઈને સ્ટેજ પર્ફોમન્સ આપે છે. આ ટૂર હેઠળ સલમાને અત્યાર સુધી લંડન, હોંગકોંગ, ઓકન્ડ તથા મેલબોર્નમાં પર્ફોમ કર્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.