Divya Bhaskar

Home » Bollywood » Gossip » at the age of 82 dharmendra lived in his farmhouse

ધર્મેન્દ્રે 58 વર્ષ બાદ ખોલ્યું રહસ્ય, જણાવ્યું એક્ટ્રેસ કુમકુમને કારણે ફ્લોપ થઈ હતી ડેબ્યૂ ફિલ્મ

Divyabhaskar.com | Updated - Jul 08, 2018, 05:28 PM

બોલિવૂડ એક્ટર ધર્મેન્દ્રે 1960માં 'દિલ ભી તેરા હમ ભી તેરે'થી ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી

  • at the age of 82 dharmendra lived in his farmhouse

    મુંબઈઃ બોલિવૂડ એક્ટર ધર્મેન્દ્રે 1960માં 'દિલ ભી તેરા હમ ભી તેરે'થી ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. જોકે, આ ફિલ્મ ફ્લોપ રહી હતી. ફિલ્મ રીલિઝના 58 વર્ષ બાદ ધર્મેન્દ્રે ફિલ્મ ફ્લોપ થવા પાછળ લીડ એક્ટ્રેસ કુમકુમને જવાબદાર ગણાવી હતી. ધર્મેન્દ્રે પોતાનો તથા કુમકુમનો ફોટો શૅર કરીને ટ્વિટ કરી હતી. જેમાં કેપ્શનમાં લખ્યું હતું, ''મેરી મુખ્તસર સી પ્યારી સી હિરોઈન કુમકુમ અપની પહેલી ફિલ્મ મેં ઈનસે કહ બેઠા 'દિલ ભી તેરા હમ ભી તેરે', ઈનસે કૂબૂલ ના હુઓ, ફિલ્મ ફ્લોપ હો ગઈ..''


    ડેબ્યૂ ફિલ્મમાં સિગારેટ વેચતો હતો ધર્મેન્દ્રઃ
    'દિલ ભી તેરા હમ ભી તેરે'ને અર્જુન હિંગોરાનીએ ડિરેક્ટ કરી હતી. આ રોમેન્ટિક ડ્રામા ફિલ્મમાં ધર્મેન્દ્ર તથા કુમકુમની સાથે બલરાજ સાહની પણ લીડ રોલમાં હતો. ફિલ્મમાં ધર્મેન્દ્રે રસ્તા પર સિગારેટ વેચતો બતાવવામાં આવ્યો હતો. જે પછી બોક્સર બને છે. જ્યારે કુમકુમ એક મોટા ઘરમાં નોકરાણીના રોલમાં હતી. બોલિવૂડમાં કુમકુમ, ધર્મેન્દ્ર કરતાં ઘણી જ સીનિયર હતી. ફિલ્મફેર ટેલેન્ટ હંટ સ્પર્ધા જીત્યા બાદ ધર્મેન્દ્ર મુંબઈ આવ્યો હતો. જોકે, ધર્મેન્દ્ર માટે બોલિવૂડની સફર સરળ નહોતી. નાના-મોટા રોલ કરીને ઘણાં વર્ષો સુધી સ્ટ્રગલ કરી હતી. આજે દિલ્હીમાં ધર્મેન્દ્ર નામની એક હોટલ છે પરંતુ એક સમય હતો જ્યારે ધર્મેન્દ્ર ગરીબીમાં જીવતો હતો. કહેવાય છે કે સ્ટ્રગલિંગ ડેઝમાં ધર્મેન્દ્ર પાસે ખાવાના પૈસા નહોતી. એકવાર એક્ટર શશિ કપૂરના ઘરે જઈને ધર્મેન્દ્ર જમ્યો હતો. ફિલ્મમાં સપોર્ટિંગ રોલ કર્યા બાદ 1964માં ફિલ્મ 'આઈ મિલન કી બેલા'માં વિલનનો રોલ કરીને ઓળખ મળી હતી. 1966માં આવેલી ફિલ્મ 'ફૂલ ઔર પથ્થર'એ ધર્મેન્દ્રને સ્ટાર બનાવી દીધો હતો. ધર્મેન્દ્રની આગામી ફિલ્મ 'યમલા પગલા દિવાના ફિર સે' છે. આ ફિલ્મમાં સની દેઓલ તથા બોબી દેઓલ પણ છે. આ ફિલ્મ 31 ઓગસ્ટના રોજ રીલિઝ થશે.


    ગુરૂદત્તની ખોજ હતી કુમકુમઃ
    ધર્મેન્દ્રની પહેલી હિરોઈનની વાત કરીએ તો તેણે ગુરૂદત્તની પહેલી ફિલ્મ 'આર પાર'ના ગીત 'કભી આર કભી પાર લાગા તીરે નજર..'માં કામ કર્યું હતું. કુમકુમે ગુરૂદત્તની ફિલ્મ 'મિસ્ટર એન્ડ મિસિસ 55' તથા 'પ્યાસા'માં કામ કર્યું હતું. કિશોર કુમાર સાથે 1964માં આવેલી ફિલ્મ 'મિસ્ટર એક્સ ઈન બોમ્બે'થી કુમકુમને ઓળખ મળી હતી. 1973 પછી કુમકુમે ફિલ્મી દુનિયાને અલવિદા કહી દીધી હતી.

    Race 3: સલમાન ખાનને મળ્યા 60 કરોડ તો બોબી દેઓલ પોતાને મળેલી ફીથી છે હેરાન!!!

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending