કોલેજના દિવસોમાં એકવાર સલમાન થાકીને સૂઈ ગયો ટ્રેનમાં, સ્ટેશન પર જ પસાર કરી આખી રાત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ બોલિવૂડ એક્ટર સલમાન ખાન હાલમાં 'દસ કા દમ'ના નામનો શો કરી રહ્યો છે. હાલમાં જ સલમાન ખાને શોના શૂટિંગ સમયે તેનો લોકલ ટ્રેનનો અનુભવ શૅર કર્યો હતો. જેમાં તે કેવી રીતે આખી રાત ટ્રેનમાં જ પસાર કરી હતી.


કોલેજના દિવસોમાં સલમાન જતો ટ્રેનમાં:
શોમાં સલમાન ખાને પોતાના કોલેજ સમયનો કિસ્સો યાદ કરતા કહ્યુ હતુ કે તે ચર્ચગેટની લોકલથી પોતાની કોલેજ જતો હતો. એક દિવસ સાઉથ મુંબઈમાં પોતાના મિત્રને મળવા ગયો અને તેમાં તેની લોકલ ટ્રેન ચૂકાઈ ગઈ હતી. તેણે સ્ટેશન પર બેસીને લોકલ ટ્રેનની રાહ જોવાનું નક્કી કર્યું. સલમાન વિરારવાળી ટ્રેનમાં બેસી ગયો. તે ઘણો જ થાકેલો હતો અને તે ટ્રેનમાં જ સૂઈ ગયો. ઉંઘને કારણે સલમાન પોતાના સ્ટેશન પર ઉતરવાને બદલે સીધો વિરાર જ ઉતરી ગયો હતો.


ફરી એ જ ટ્રેનમાં બેસીને ગયો ચર્ચગેટઃ
વિરાર અંતિમ સ્ટેશન હોવાથી સલમાન પાછો એ જ ટ્રેનમાં બેસીને ચર્ચગેટ ગયો હતો. હવે ઘર જવાને બદલે તેણે સ્ટેશન પર જ રાત વિતાવવાનું નક્કી કર્યું. પછી સવારે કોલેજ એટેન્ડ કરીને પછી ઘરે ગયો હતો.


હાલમાં અમેરિકા-કેનેડામાં દબંગ ટૂરમાં વ્યસ્ત સલમાનઃ
હાલમાં અમેરિકા તથા કેનેડામાં સલમાનની દબંગ ટૂર ચાલે છે. આ પહેલાં હોંગકોંગ, લંડન, મેલબોર્ન, ઓકલેન્ડ, દિલ્હી, પૂનામાં દબંગ ટૂર યોજાઈ હતી.

 

ભાઈજાન સલમાન આપે છે યુવાનોને ફિટનેસમાં ટક્કર, આ વાત છે પુરાવો