Home » Bollywood » Gossip » sanjay dutt biopic film sanju box office collection 342 cr in india

સંજુબાબાની ત્રીજી પત્નીએ કર્યો ખુલાસો, કેવી રીતે દિલનવાઝમાંથી બની ગઈ માન્યતા?

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 04:47 PM

બોલિવૂડ એક્ટર સંજય દત્તની ફિલ્મ 'સંજુ'એ વર્લ્ડવાઈડ 550 કરોડ કરતાં વધુ કમાણી કરી છે.

  • sanjay dutt biopic film sanju box office collection 342 cr in india

    મુંબઈઃ બોલિવૂડ એક્ટર સંજય દત્તની ફિલ્મ 'સંજુ'એ વર્લ્ડવાઈડ 550 કરોડ કરતાં વધુ કમાણી કરી છે. જ્યારે ભારતમાં 342 કરોડ કરતાં વધુ કમાણી કરી લીધી છે. સંજય દત્તના જીવનમાં તેની પત્ની માન્યતાનો ઘણો જ મોટો રોલ રહ્યો છે. સંજય દત્તના જેલમાં ગયા બાદ માન્યતાએ જ ઘર તથા બિઝનેસને સંભળાવ્યો હતો. જોકે, માન્યતાનું સાચું નામ દિલનવાઝ શેખ છે. 2009માં આપેલા ઈન્ટરવ્યૂમાં માન્યતાએ કહ્યું હતું કે તેણે શા માટે પોતાનું નામ બદલી નાખ્યું.


    સંજય દત્તને સહન કરવા પડત અપમાનઃ
    2009માં આપેલા એક ઈન્ટરવ્યૂમાં માન્યતાને પૂછવામાં આવ્યું હતું કે શું સંજય દત્તે તેને દિલનવાઝ શેખ નામ બદલવાની ફરજ પાડી હતી. તો તેના જવાબમાં માન્યતાએ કહ્યું હતું કે આ તેનો અંગત નિર્ણય હતો. જો તેણે પોતાના પિતાનું આપેલું નામ રાખ્યું હોત તો સંજયને નારાજગી તથા અપમાનનો સામનો કરવો પડ્યો હોત. બીજી પત્નીઓ પિતાના નામનો ઉપયોગ કરે છે, તે તેમની ચોઈસ છે અને હવે આ ફેશન છે.


    2008માં કર્યાં હતાં લગ્નઃ
    સંજય દત્ત તથા માન્યાએ વર્ષ 2008માં સાત ફેબ્રુઆરીના રોજ ગોવામાં લગ્ન કર્યાં હતાં. માન્યતા(39) તથા સંજય દત્ત(59)ની ઉંમર વચ્ચે અંદાજે 20 વર્ષનું અંતર છે.


    માન્યતાએ કર્યાં હતાં પહેલા મિરાઝ ઉલ સાથે નિકાહઃ
    સંજય દત્ત પહેલાં માન્યતાએ મિરાઝ ઉલ રહેમાન સાથે નિકાહ કર્યાં હતાં. સૂત્રોના મતે, બંનેએ 2003માં નિકાહ કર્યાં હતાં. જ્યારે સંજય દત્ત અને માન્યતાએ લગ્ન કર્યાં ત્યારે મિરાઝે વિવાદ ઉભો કર્યો હતો અને કહ્યું હતું કે તેના અને માન્યતાના ડિવોર્સ થયા જ નથી. તે હજી પણ માન્યતાનો પતિ છે. જોકે, પછીથી આ વિવાદ શાંત પડી ગયો હતો. ઉલ્લેખનીય છે કે મિરાઝ પર બોલિવૂડ એક્ટ્રેસિસને ધમકીભર્યાં અને વલ્ગર મેસેજ મોકલવાનો આરોપ લાગ્યો હતો અને તેને કારણે તે જેલ પણ જઈ આવ્યો છે.


    2010માં બન્યા પેરેન્ટ્સઃ
    સંજય દત્ત અને માન્યતા 21 ઓક્ટોબર, 2010ના રોજ ટ્વિન્સના પેરેન્ટ્સ બન્યા હતાં. દીકરો શાહરાન અને દીકરી ઈકરા હવે આઠ વર્ષના થઈ ચૂક્યા છે.

    'સંજુ'માં નથી સંજય દત્તની પહેલી પત્ની ને દીકરીનો ઉલ્લેખ, આ વાતથી નારાજ છે ત્રિશાલા

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending