• Gujarati News
  • National
  • IIFA Awards 2018 નો પ્રારંભ I IIFA Awards 2018 Salman GF Spotted On Green Carpet

IIFA 2018: સલમાનની ગર્લફ્રેન્ડ અને બોલિવૂડ એક્ટ્રેસિસનો જોવા મળ્યો આગવો ઠાઠ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ બોલિવૂડના સૌથી પ્રતિષ્ઠિત શોમાંથી એક એવા IIFA 2018નો પ્રારંભ થઈ ચૂક્યો છે. International Indian Film Academy Awards 2018 (IIFA)ના પ્રથમ દિવસે બેંગકોકમાં બોલિવૂડ સ્ટાર્સનો આગવો અંદાજ જોવા મળ્યો હતો. IIFA Awards 24 જૂન સુધી ચાલશે. IIFAના પ્રથમ દિવસે દીયા મિર્ઝા, ઉર્વશી રૌતેલા, અનિલ કપૂર, અર્જુન કપૂર, વરુણ ધવન, શ્રદ્ધા કપૂર, ક્રિતી સેનન, કાર્તિક આર્યન અને આયુષ્યમાન ખુરાના જેવા જાણિતા સેલેબ્સ જોવા મળ્યા હતા. દીયા મિર્ઝા ગ્રીન કલરની નીલેંથ શિમરી ડ્રેસમાં જોવા મળી તો ક્રિતી સેનને વ્હાઈટ કલરનો ગાઉન પહેર્યો હતો. ડાયના પેન્ટી પણ ગ્રીન કાર્પેટ પર જોવા મળી હતી. IIFAના પ્રથમ દિવસની ઈવેન્ટને કાર્તિક આર્યન અને આયુષ્માન ખુરાનાએ હોસ્ટ કરી હતી. IIFA 2018નું બેંગકોકના Siam Niramit Theaterમાં આયોજન કરવામાં આવ્યું છે. 

 

20 વર્ષ બાદ રેખા-7 વર્ષ બાદ બોબી પર્ફોમ કરશે


- બોલિવૂડની સદાબહાર એક્ટ્રેસ તરીકે ઓળખાતી રેખા આઈફા એવોર્ડ્ઝમાં સ્ટેજ પર્ફોર્મન્સ આપતી જોવા મળશે. તેમણે છેલ્લે 20 વર્ષ પહેલા 31 જાન્યુઆરી 1998ના રોજ 43માં ફિલ્મફેર એવોર્ડ્ઝમાં સ્ટેજ પર્ફોર્મન્સ આપ્યું હતું. 
- તાજેતરમાં ‘રેસ-3’માં જોવા મળેલો બોબી દેઓલ 7 વર્ષ બાદ IIFA એવોર્ડ્ઝમાં પર્ફોર્મ કરતો જોવા મળશે. પ્રથમ દિવસે બોબી દેઓલ સિમ્પલ લુકમાં જોવા મળ્યો હતો. તેની સાથે એવોર્ડ સમારોહમાં કરન જોહર, અનિલ કપૂર, સાહિલ સંગા, યૂલિવા વંતુર, કોંકણા સેન શર્મા સહિતના સેલેબ્સ ગ્રીન કાર્પેટ પર જોવા મળ્યા હતા.
- યુએનના ‘પ્લાસ્ટિક બેન’ના કેમ્પેનની થીમ પર જ IIFA 2018ની થીમ રાખવામાં આવી છે. યુએનની ગુડવિલ એમ્બેસેડર દિયા મિર્ઝા પણ આ ઈવેન્ટમાં આ સંદેશ સાથે પહોંચી હતી.

 

પ્રથમ દિવસે આમને મળ્યા એવોર્ડ


1 બેકગ્રાઉન્ડ સ્કોર- જગ્ગા જાસૂસ (પ્રિતમ ચક્રવર્તી)
2 બેસ્ટ કોરિયોગ્રાફી- જગ્ગા જાસૂસ (વિજય ગાંગુલી અને રુએલ દૌસન વરિંદાની)
3 સ્પેશિયલ ઈફેક્ટ- જગ્ગા જાસૂસ (એનવાય વીએફએક્સ વાલા)
4 બેસ્ટ સ્ક્રીનપ્લે- નિતેશ તિવારી અને શ્રેયસ જૈન (બરેલી કી બર્ફી)
5 બેસ્ટ ડાયલૉગ- હિતેશ કેવલ્ય (શુભ મંગલ સાવધાન)
6 બેસ્ટ એડિટિંગ- વેંકટ મૈથ્યૂ (ન્યૂટન)
7 બેસ્ટ પ્લેબેક સિંગર (મેલ)- અરિજીત સિંહ (હવાએં, જબ હૈરી મેટ સેજલ)
8 બેસ્ટ પ્લેબેક સિંગર (ફીમેલ)- મેઘના મિશ્રા (મૈં કોન હૂં, સિક્રેટ સુપરસ્ટાર)

 

(આગળની સ્લાઈડ્સમાં તસવીરોમાં જુઓ બોલિવૂડ સેલેબ્સનો IIFA Awards ગ્રીન કાર્પેટ પરનો આગવો અંદાજ)

 

 

પ્રિયંકા ચોપરા બોયફ્રેન્ડ સાથે મુંબઇમાં, માતા-BF સાથે પહોંચી ડિનર પર