Home » Bollywood » Gossip » 2011 when Sayali is alleged to have accused Amitabh Bachchan of touching her

Viral News: 41 વર્ષ નાની એક્ટ્રેસે ખોટી રીતે સ્પર્શ કરવાનો અમિતાભ બચ્ચન પર લગાવ્યો હતો ફેક આરોપ, પછી માંગવી પડી હતી માફી

Divyabhaskar.com | Updated - Oct 10, 2018, 05:02 PM

41 વર્ષ નાની એક્ટ્રેસે કહ્યું, પ્લીઝ બદનામ ના કરો, સાત વર્ષ બાદ ફરી લાઈમલાઈટમાં આવ્યો કેસ

  • 2011 when Sayali is alleged to have accused Amitabh Bachchan of touching her

    મુંબઈઃ #MeToo કેમ્પેનમાં સેક્સ્યૂઅલ હેરેમેન્ટની શિકાર બોલિવૂડ એક્ટ્રેસિસને એક નવું પ્લેટફોર્મ આપ્યું છે. સોશ્યિલ મીડિયામાં સેલેબ્સની હેરેસમેન્ટની વાત સાંભળવા મળે છે. આમાં એક જૂનો કેસ વાયરલ બન્યો છે. 2011માં સયાલી ભગતે અમિતાભ બચ્ચન પર એક ઈવેન્ટમાં ખોટી રીતે ટચ કરવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ તેણે સ્પષ્ટતા કરી હતી કે આ નિવેદન તેની સમંતિ વગર જ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં કોઈ સાચી વાત નહોતી.


    ટ્વિટ થઈ વાયરલઃ
    એક ટ્વિટર યુઝરે સાત વર્ષ જૂના આ ન્યૂઝને ટ્વિટ કર્યાં અને પછી તે અનેકવાર રિટ્વિટ થઈ હતી. જ્યારે divyabhaskar.com એ સયાલી ભગત સાથે વાત કરી તો તેણે કહ્યું હતું કે તે સેકસ્યૂઅલ હેરેસમેન્ટનો શિકાર બની હતો. તે સાઈબર ક્રાઈમનો ભોગ બની છે. ખોટી પ્રેસ નોટને આધારે તેને બદનામ કરવામાં આવે છે. પહેલાં પણ આ રીતે ખોટી પ્રેસનોટ ફરતી કરવામાં આવી હતી. મહેરબાની કરીને આવી પ્રેસનોટ ના ચલાવો. 2011માં મુંબઈ હાઈકોર્ટે તેના પક્ષમાં ચુકાદો આપ્યો હતો, જે સાઈબર ક્રાઈમ સાથે જોડાયેલો હતો. મહેરબાની કરીને અમિતાભ બચ્ચન અને તેને બદનામ ના કરવામાં આવે.


    શું છે આ કેસઃ
    'ધ ટ્રેન', 'જેલ' જેવી ફિલ્મ્સમાં કામ કરી ચૂકેલી પૂર્વ મિસ ઈન્ડિયા સયાલી ભગતે 2011માં એક નિવેદન જાહેર કર્યું હતું. તેના મતે, ટીનુ વર્માની ફિલ્મ 'ધ વિકેન્ડ'ના લોન્ચિંગ સમયે અમિતાભ બચ્ચન ચીફ ગેસ્ટ હતાં. જ્યારે તે બિગ બીના પગે પડી ત્યારે તેમણે તેને ખોટી રીતે ટચ કરી હતી. આ સિવાય સાયલીએ શાઈની આહુજા, આર્ય બબ્બર, સાજીદ ખાન સહિતના બિગ સ્ટાર્સ પર યૌન ઉત્પીડનના ગંભીર આરોપો લગાવ્યા હતાં.


    માંગી ચૂકી છે માફીઃ
    આ અંગે અમિતાભે પોલીસની મદદ લીધી હતી. તપાસ બાદ આ કેસ સાઈબર ક્રાઈમનો નીકળ્યો હતો. સયાલીએ પોતાને સાઈબર ક્રાઈમની શિકાર ગણાવીને તમામ દિગ્ગજ એક્ટર્સની માફી માંગી હતી. તેના પૂર્વ પબ્લિસિસ્ટે તેની સહમતિ વગર જ નિવેદન જાહેર કર્યું હતું, જેને કારણે તે શરમમાં મૂકાઈ હતી. ત્યારબાદ તેણે પૂર્વ પબ્લિસિસ્ટ સામે પોલીસ ફરિયાદ કરી હતી.

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending