તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાડી હોવાને લીધે રીતિકની બહેનને હતી અનેક બીમારીઓ, ભાઈએ બચાવ્યો સુનૈનાનો જીવ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ રીતિક રોશન એક એક્ટર હોવાની સાથે એક ફેમિલી મેન પણ છે. તે પોતાના પરિવારના દરેક સભ્યની નજીક છે. રીતિકના તેના પરિવાર સાથેના સારા સંબંધોનો ખ્યાલ સોશ્યિલ મીડિયા પર તેણે શેર કરેલી તસવીર પરથી સ્પષ્ટ સમજી શકાય છે. રીતિકની બહેન સુનૈના પોતાના ભાઈની પ્રશંસા કરતા થાકતી નથી. કારણ કે, રીતિક જ તે વ્યક્તિ છે જેણે સુનૈનાનો જીવ બચાવ્યો હતો. રક્ષાબંધન પહેલા ભાઈ-બહેનની આ કહાણી બોલિવૂડ માટે આદર્શ કહી શકાય છે. 

 

વજનદાર શરીરને કારણે સુનૈનાને થઈ ગંભીર બીમારીઓ


- સુનૈનાએ એક ઈન્ટરવ્યૂમાં પોતાના વિશે જણાવ્યું હતું કે, જ્યારે તે જીવલેણ બીમારીઓનો સામનો કરી રહી હતી ત્યારે ભાઈ રીતિકે જ યોગ્ય માર્ગ ચીંધ્યો હતો.
- સુનૈનાએ જણાવ્યું હતું કે, જ્યારે તેનું વજન 140 કિલો હતું ત્યારે તે ડિપ્રેશનનો શિકાર બની હતી. તે ચિંતાને કારણે વધુ ખાવા લાગી તથા પરિવારજનોથી દૂર રહેતી હતી. 
- વધતા વજનની સાથે તેને ડાયાબિટીઝ, ફૈટી લીવર, હાઈપરટેંશન, સ્લીપ એપનોઈયા, કાર્ડિયાક સંબંધિત સમસ્યાઓ જેવી બીમારીઓ થઈ હતી. સુનૈના બે ડગલા ચાલતી તો પણ શ્વાસની સમસ્યા થતી.

 

ભાઈ રીતિકે બેરિયાટ્રિક સર્જરી માટે મનાવી


- આ તમામ બીમારીઓથી ચિંતિત સુનૈનાએ જીવવાની આશા જ છોડી દીધી હતી. આ સમયે રીતિકે બહેનને બેરિયાટ્રિક સર્જરી અંગે બહેનને સમજાવી.
- પરિવારમાં તમામ લોકો આ સર્જરીથી ડરી રહ્યાં હતા, જોકે રીતિકને તેની પર વિશ્વાસ હતો અને તેણે જ બહેનને મનાવી હતી.

 

140 કિલોથી 70 કિલો થયું વજન


- સર્જરી બાદ સુનૈનાનું વજન 140 કિલોથી ઘટીને 70 કિલો જેટલું થઈ ગયું હતું અને એક રીતે તેને નવી લાઈફ મળી હતી.
- સુનૈનાએ કહ્યું હતું કે, તે પોતાનું વજન હજુ ઘટાડી રહી છે. સુનૈના રોજ જીમ જવા ઉપરાંત જુમ્બા કરે છે. આ સાથે જ તે રોજ એક કલાક વોકિંગ પણ કરે છે.

 

Bigg Boss 12માં હશે ઘણાં ફેરફાર, સ્પર્ધકો હવે બેસશે ક્લાસમાં, સલ્લુ બનશે ટીચર