પ્રિયંકા-નિક જોનાસની Engagement Partyમાં સામેલ થશે સેલેબ્સ, રણવીર-આલિયાથી લઈ બચ્ચન પરિવાર સહિતના સ્ટાર્સ આવશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ પ્રિયંકા ચોપરા અને તેના વિદેશી પ્રેમી નિક જોનાસના રોકા સેરેમનીની તસવીરો સોશ્યિલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. પ્રિયંકાના ઘરે સવારથી જ ઘણા મહેમાનો પહોંચી રહ્યાં છે. પ્રિયંકા અને નિકની એન્ગેજમેન્ટની એક ભવ્ય પાર્ટી પણ શુક્રવારે રાતે યોજાશે. પ્રિયંકા-નિકની એન્ગેજમેન્ટ પાર્ટીમાં ખાસ મિત્રો, પરિવારજનો અને બોલિવૂડના અમુક સેલેબ્સને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. પ્રિયંકાની પાર્ટીમાં સામેલ થનારાઓમાં રણવીર સિંહ, આલિયા ભટ્ટથી બચ્ચન પરિવાર સહિતના સેલેબ્સ સામેલ છે. 

 

પ્રિયંકાની ફિલ્મ ‘ધ સ્કાઈ ઈઝ પિંક’ની ટીમ પણ થશે સામેલ


- પ્રિયંકા અને નિક જોનાસ દ્વારા આયોજીત એન્ગેજમેન્ટ પાર્ટીમાં દેસીગર્લના ખાસ મિત્રો તો સામેલ રહેશે, આ ઉપરાંત ફરહાન અખ્તર, સિદ્ધાર્થ રોય કપૂર, રોની સ્ક્રૂવાલા સહિતના લોકો હાજર રહેશે જે તેની અપકમિંગ ફિલ્મ ‘ધ સ્કાઈ ઈઝ પિંક’ની ટીમમાં સામેલ છે.
- આ પાર્ટીમાં રણવીર સિંહ, કંગના રનૉટ, આલિયા ભટ્ટ, અભિષેક અને ઐશ્વર્યા રાય બચ્ચન પણ હાજર રહેશે. એક અહેવાલ અનુસાર ફિલ્મ મેકર અનુરાગ કશ્યપ અને સંજય લીલા ભણસાલીને પણ પાર્ટીમાં ઈન્વાઈટ કરવામાં આવ્યા છે.
- પ્રિયંકાની પિતરાઈ બહેન પરિણીતી ચોપરા ‘જબરિયા જોડી’નું શૂટ અધવચ્ચે છોડીને દેસીગર્લ અને નિક જોનાસની રોકા સેરેમની તથા પાર્ટી માટે મુંબઈ પરત પહોંચી હતી.

 

રોકામાં ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યા પ્રિયંકા-નિક


- પ્રિયંકા ચોપરા અને નિક જોનાસની રોકા સેરેમનીની અમુક તસવીરો સોશ્યિલ મીડિયા પર લીક થઈ હતી. 
- આ સમયે પ્રિયંકા અને નિક જોનાસ ટ્રેડિશનલ લુકમાં ઘણા જ સુંદર લાગી રહ્યાં હતા. સૂત્રો અનુસાર, પાર્ટીમાં પ્રિયંકા અને નિક જોનાસ વેસ્ટર્ન લુકમાં જોવા મળશે.

 

બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા-નિક જોનાસના થયા રોકા, રાતે યોજાશે ભવ્ય પાર્ટી