લગ્નના 8 વર્ષ બાદ માતા બની બોલિવૂડ એક્ટ્રેસ ગુલ પનાગ, 6 મહિના સુધી સિક્રેટ રાખ્યા Good News

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ બોલિવૂડ શાનદાર અને સુંદર એક્ટ્રેસ ગુલ પનાગ સાથે જોડાયેલા એક સારા સમાચાર હાલ ચર્ચામાં છે. લગ્નના 8 વર્ષ બાદ ગુલ પનાગે દીકરાને જન્મ આપ્યો હતો. જોકે ગુલે 6 મહિના પહેલા બાળકને જન્મ આપ્યો હતો અને ત્યારથી અત્યારસુધી આ વાત સિક્રેટ રાખી હતી. એક્ટ્રેસે દીકરાનું નામ નિહાલ રાખ્યું હતું, જેનો અર્થ ‘આનંદ, સફળતા અને વિજય જે ભગવાનના આર્શિવાદ સાથે આવે છે’ થાય છે. ગુલ પનાગે પોતાના છેલ્લા 6 મહિનાના માતૃત્વને રોલર-કોસ્ટર રાઈડ ગણાવી હતી. 

 

પરિવારજનો અને મિત્રો જ જાણતા હતા બાળકના જન્મની વાત


- એક અંગ્રેજી વેબસાઈટ સાથેની વાતચીતમાં ગુલ પનાગે જણાવ્યું હતું કે,"રીષિ અને હું હંમેશા પ્રાઈવેસીને માન આપીએ છીએ. માતા-પિતા બનવું એક ખાસ અનુભવ હોય છે અને અમે નિર્ણય કર્યો હતો કે, આ અનુભવને પબ્લિક અટેંશન વગર જ માણીશું. પરિવાર અને નિક્ટના મિત્રો અમારા દીકરા વિશે જાણતા હતા પરંતુ અમે સોશ્યિલ મીડિયા પર કોઈ તસવીર શેર કરી નહોતી."
- ઉલ્લેખનીય છે કે, ગુલ પનાગે 1999માં મિસ ઈન્ડિયા ટાઈટલ પર કબજો કર્યો હતો અને વર્ષ 2003માં ગુલે ‘ધૂપ’ થકી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. બોલિવૂડમાં ગુલ પનાગને ઓળખ ‘ડોર’ ફિલ્મથી મળી.
- ગુલ પનાગે હિન્દી ફિલ્મ્સ ઉપરાંત પંજાબી ફિલ્મ્સમાં પણ કામ કર્યું છે. વર્ષ 2014માં ગુલ પનાગે રાજકરણમાં પ્રવેશ કરતા આમ આદમી પાર્ટી જોઈન કરી હતી.
- ગુલ ફોર્મ્યુલા રેસિંગ કાર ચલાવનારી પ્રથમ ભારતીય મહિલા છે. તેને કાર અને બાઈક ડ્રાઈવિંગનો ઘણો શોખ છે.

 

રણવીર-દીપિકાના સિક્રેટ વેકેશનનો વીડિયો બનાવનારી ફેનનો દાવો, સેલિબ્રિટી કપલે કરી મારપીટ