Home » Bollywood » Gossip » Heyy Baby Film Teaches Us Even the baby changes the dresses in a second

ભાઈજાનની 'સુલ્તાન'થી અક્ષય કુમારની 'હે બેબી' સુધી, ભાગ્યે જ જોયા હશે બોલિવૂડના આ Blunders

Divyabhaskar.com | Updated - Sep 11, 2018, 02:45 PM

મોટા બજેટની અને સુપરહિટ ફિલ્મ્સમાં પણ એવી Funny સીન અને ભૂલ જોવા મળે છે જેને સામાન્ય લોકો ઘણીવાર નોટિસ કરતા નથી.

 • Heyy Baby Film Teaches Us Even the baby changes the dresses in a second
  +12બીજી સ્લાઈડ્સ જુઓ
  ‘સુલ્તાન’માં પ્રતિમા સલમાન જેવી જરાય નથી લાગતી, જ્યારે ‘બાહુબલી’માં એક્ટ્રેસનો બ્લાઉઝ થોડી જ ક્ષણમાં બદલાઈ જાય છે.

  મુંબઈઃ બોલિવૂડ ફિલ્મ્સની સંખ્યામાં દરવર્ષે સતત વધારો જોવા મળી રહ્યો છે. ફિલ્મ ટેકનોલોજી અને અન્ય કારણોને કારણે ઝડપી બની રહી છે, જોકે ઘણી બધી ટેકનોલોજી આવ્યા બાદ પણ મોટા બજેટની અને સુપરહિટ ફિલ્મ્સમાં પણ એવી Funny સીન અને ભૂલ જોવા મળે છે જેને સામાન્ય લોકો ઘણીવાર નોટિસ કરતા નથી. આજે અમે તમારી સમક્ષ આવી જ ફિલ્મ્સના ફન્ની સીન દેખાડી રહ્યાં છીએ. જેમાં ભાઈજાનની 'સુલ્તાન'થી અક્ષય કુમારની 'હે બેબી' સુધીની ફિલ્મ્સ સામેલ છે. સલમાનની ‘સુલ્તાન’માં સલમાનની પ્રતિમા દેખાડતો હોવાનો સીન છે જોકે તે પ્રતિમા સલમાન જેવી જરાય લાગતી નથી.

  શાહરૂખ-આમિરની સુપરહિટ ફિલ્મ્સમાં જોવા મળી આ Funny Mistake

  - શાહરૂખ ખાનની સુપરહિટ ફિલ્મ અને બોલિવૂડની સૌથી લોકપ્રિય ફિલ્મ ‘દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે’નો ચર્ચિત સીનમાં જ્યારે કાજોલ ટ્રેનમાં જઈ રહેલા શાહરૂખ પાસે જવા માટે દોડે છે, તે શાહરૂખ ઉભો હોય તે દરવાજે સુધી પહોંચવા દોડે છે, જોકે આ સીનને ધ્યાનથી જોઈએ તો કાજોલ ઈચ્છતી તો તે શાહરૂખ ઉભો હતો તે કોચના પ્રથમ દરવાજાથી જ એન્ટ્રી કરી શકતી હતી. આ ભૂલ ઘણીવાર સોશ્યિલ મીડિયા પર ચર્ચાનો વિષય બની હતી.
  - આમિર ખાનની સુપર હિટ ફિલ્મ ‘થ્રી ઈડિયટ્સ’માં કરિના કપૂર ખાન- આમિરને યુટ્યૂબ થકી ડિલિવરી કરાવવામાં મદદ કરતી જોવા મળે છે, ફિલ્મનો આ સીન 1999નો હોય છે. પરંતુ યુટ્યૂબનો પ્રારંભ વર્ષ 2005માં થયો હતો.

  (આગળની સ્લાઈડ્સમાં તસવીરોમાં જાણો બોલિવૂડ ફિલ્મ્સની Funny Mistakes.....)

  લાડકવાયો 21 મહિનાનો થયા બાદ કરિના હવે વિચારશે બીજા બાળક અંગે, બેસ્ટ ફ્રેન્ડ અમૃતાએ કહ્યું.‘બેબો જ્યારે પ્રેગ્નન્ટ થશે ત્યારે હું દેશ છોડી દઈશ’

 • Heyy Baby Film Teaches Us Even the baby changes the dresses in a second
  +11બીજી સ્લાઈડ્સ જુઓ
  ફિલ્મનો આ સીન 1999નો હોય છે. પરંતુ યુટ્યૂબનો પ્રારંભ વર્ષ 2005માં થયો હતો.
 • Heyy Baby Film Teaches Us Even the baby changes the dresses in a second
  +10બીજી સ્લાઈડ્સ જુઓ
  ‘હે બેબી’નો આ સીન સમજાવે છે કે કઈ રીતે અમુક જ સેકન્ડમાં બાળકના કપડા બદલાઈ જાય છે.
 • Heyy Baby Film Teaches Us Even the baby changes the dresses in a second
  +9બીજી સ્લાઈડ્સ જુઓ
  ‘ડીડીએલજે’નો સૌથી ચર્ચિત સીન જેમાં કાજોલ બીજા દરવાજાથી પણ ચડી શકતી હતી પરંતુ ફિલ્મની આ ગંભીર ભૂલ જે-તે સમયે કોઈને સમજમાં આવી નહોતી.
 • Heyy Baby Film Teaches Us Even the baby changes the dresses in a second
  +8બીજી સ્લાઈડ્સ જુઓ
  અમિતાભ બચ્ચન 1991માં Nokia Communicator વાપરી રહ્યાં હોવાનું તેમની એક ફિલ્મમાં દેખાડવામાં આવે છે, જોકે વાસ્તવમાં નોકિયાએ Nokia 9000 Communicator 1996માં લોન્ચ કર્યો હતો.
 • Heyy Baby Film Teaches Us Even the baby changes the dresses in a second
  +7બીજી સ્લાઈડ્સ જુઓ
  ‘Krrish-3’ના ચાલુ ગીત દરમિયાન જ રીતિકનો શર્ટ બદલાય જાય છે.
 • Heyy Baby Film Teaches Us Even the baby changes the dresses in a second
  +6બીજી સ્લાઈડ્સ જુઓ
  કેટરીના કૈફના મોજા એક સીનમાં હતા જ નહીં અને બીજા સીનમાં જોવા મળી ગયા.
 • Heyy Baby Film Teaches Us Even the baby changes the dresses in a second
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
  રેસ-2માં દીપિકાના ગોગ્લસનો કલર થોડી જ સેકન્ડમાં બદલાય જાય છે.
 • Heyy Baby Film Teaches Us Even the baby changes the dresses in a second
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  કેટરીના પણ ‘જીંદગી ના મિલેગી દોબારા’માં અમુક જ સેકન્ડમાં બીજા કોસ્ટ્યૂમમાં જોવા મળે છે.
 • Heyy Baby Film Teaches Us Even the baby changes the dresses in a second
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  ‘પ્યાર કા પંચનામા’ના એક સીનમાં ત્રણ મિત્રો બાઈક પર ઢાબા સુધી આવે છે અને જતી વખતે પોતાની જીપમાં જાય છે.
 • Heyy Baby Film Teaches Us Even the baby changes the dresses in a second
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  ‘બેંગ-બેંગ’માં ડાન્સ કરતા રીતિકના બ્લેઝરની સ્લિવ ગુમ થઈ જાય છે.
 • Heyy Baby Film Teaches Us Even the baby changes the dresses in a second
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  ફિલ્મ ‘હમ આપકે હૈ કૌન’ના ગીત ‘દીદી તેરા દેવર દિવાના’માં માધુરી ગુજરાતી સ્ટાઈલ સાડી પહેરેલી જોવા મળે છે, બીજા સીનમાં તેનો ડ્રેસ બદલાઈ જાય છે અને તે પછી ફરી તે જુની સ્ટાઈલમાં જોવા મળે છે.
 • Heyy Baby Film Teaches Us Even the baby changes the dresses in a second
  ‘ra.one’માં શાહરૂખ સાઉથ ઈન્ડિયન હિંદૂ હોય છે, જ્યારે તેના અંતિમ સંસ્કાર ક્રિસ્યિન વિધિ અનુસાર થાય છે અને પછી તેની પત્ની કરિના કપૂર અસ્થિ વિસર્જન કરતી જોવા મળે છે.
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ